સંત મહિપતિ

વિકિપીડિયામાંથી

સંત કવિ મહિપતિ મહારાજ, સોળમી સદીના સમયના સંત કવિ હતા જેમણે ભારતીય સંતોનો પદ્યમય પરિચય સંત લીલામૃત, ભક્તિ વિજય વગેરે ગ્રંથો દ્વારા આપ્યો છે. સંત તુકારામના આદેશ પ્રમાણે એમણે સંત પરિચય સબંધિત ગ્રંથોની રચના કરી હતી. મરાઠી ભાષાના કવિ મોરોપંતજીએ સંત કવિ મહિપતિજીના કાર્યો માટે કવિતા લખી છે. સંત કવિ મહિપતિજીનું સમાધિ સ્થળ તાહરાબાદ, તા. રાહુરી, જિ. અહમદનગર ખાતે આવેલું છે. તેઓની અટક કાંબળે હતી અને તેઓ કર્ણાટક રાજ્યમાંથી રાહુરી આવ્યા હતા. આથી કદાચ એમનું નામ પહેલાં કુંબલે અટકથી બદલાઇને પછીથી કાંબળે થયું હશે એવો હિન્દી વિકિપીડિયામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેઓ દેશસ્થ ઋવેદી બ્રાહ્મણ હતા, જેઓ કુલકર્ણી તરીકેનું કાર્ય સંભાળતા હતા. સંત સાહિત્ય વિષયક ચિંતન કરતી વેળાએ સંત કવિ મહિપતિજીની રચનાઓનો આધાર લેવામાં આવે છે.

મહારાષ્ટ્ર રાજ્યના તાહરાબાદ જે રાહુરી તાલુકો, અહમદનગર જિલ્લામાં આવેલું છે, ત્યાં સંત કવિ મહિપતિજીની કર્મભૂમિ છે. આ જગ્યાને હાલના સમયમાં મહારાષ્ટ્ર રાજ્યની રાજ્ય સરકારે તીર્થક્ષેત્ર તરીકેનો દરજ્જો આપ્યાની જાહેરાત કરી છે. તાહરાબાદ ખાતે ભક્ત નિવાસનું પણ નિર્માણ કરવામાં આવેલું છે. તાહરાબાદથી પંઢરપુર સુધી સંત કવિ મહિપતિજી પગપાળા ચાલીને વિઠ્ઠલજીનાં દર્શન કરવા માટે જતા હતા. આજે પણ આ પરંપરાને જીવંત રાખવામાં આવેલી છે.