સંદિપ પાટિલ

વિકિપીડિયામાંથી

ઢાંચો:માહિતીચોકઠું ક્રિકેટર સંદિપ પાટિલ ભારત દેશના મહારાષ્ટ્રીયન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેઓ જમણેરી બેટધર હતા તેમજ જમણેરી મધ્યમ ગતિની ગેંદબાજી પણ કરી શકતા હતા. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બેટિંગમાં ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.

તેઓ પોતાની ધુઆધાર બેટીંગ માટે ખુબ જ જાણીતા હતા. આ ઉપરાંત તેઓ અસરકારક ગેંદબાજી પણ કરી શકતા હતા. તેઓ ઇ. સ. ૧૯૮૩ના વર્ષમાં કપિલ દેવના સુકાનીપણા હેઠળની ભારતીય ટીમે જીતેલા એકદિવસીય વિશ્વ કપની ભારતીય ટીમના એક સભ્ય હતા. આ વિશ્વકપ શૃંખલાની મેચોમાં એમણે ઉત્કૃષ્ટ દેખાવ કરી ભારતીય ટીમને વિજયી બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

સંદર્ભો[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]