સત્ય ઇસુ દેવળ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

સત્ય ઇસુ દેવળ એક સ્વતંત્ર દેવળ (સંપ્રદાય) છે, જેની સ્થાપવામાં ૧૯૧૭ માં ચીનમાં કરવામાં આવી હતી. આજે આ સંપ્રદાયના ૪૫ દેશોમાં અંદાજીત ૧૫-૨૫ લાખ ની આસપાસમાં અનુયાયીઓ છે. ભારતમાં આ દેવળની સ્થાપના ૧૯૩૨માં કરવામા આવી. આ દેવળ ખ્રિસ્ત ધર્મની પૅન્ટાકોસ્ટલ શાખાનો એક ચીની ફાંટો છે. તેઓ ક્રીસમસ અને ઈસ્ટર મનાવતા નથી.આની સંસદ લોસ એંજેલસમાં રચવામાં આવી હતી.

દસ મુખ્ય સિદ્ધાંતો અને માન્યતાઓ[ફેરફાર કરો]

દિવ્ય આત્મા[ફેરફાર કરો]

"દિવ્ય આત્માનું સાન્નિધ્ય એ વાતની બાંહેધરી આપે છે કે સ્વર્ગ એ આપણો વારસો છે. કેટલાક લોકો પ્રાર્થના દરમ્યાન અજ્ઞાત ભાષામાં બોલવા લાગે છે, જે આ સાન્નિધ્યની સાબિતિ આપે છે."

બાપ્ટિઝ્મ(નામકરણ)[ફેરફાર કરો]

"જળ બાપ્ટિઝ્મ/બાપ્તિસ્મા (ખ્રીસ્તી ધર્મની નામકરણની વિધિ) એ ખ્રિસ્તિ ધર્મના દેવળમાં કરવામાં આવતાં ૭ સંસ્કારો પૈકીનો એક સંસ્કાર છે, જે પાપ નાશ અને પુનરુદ્ધાર માટે કરવામા આવે છે. આ પ્રકારનું બાપ્ટિઝ્મ કુદરતી જળ સ્ત્રોત, જેવાકે નદી, ઝરણાં કે સાગર માં કરવામા આવે છે. બાપ્ટિસ્ટ (બાપ્ટિઝ્મનો સંસ્કાર કરનાર પાદરી), કે જેણે પોતે આ સંસ્કાર (જળ બાપ્ટિઝ્મ-Water baptism) અને દિવ્ય બાપ્ટિઝ્મ (Baptism of Holy Spirit) ના સંસ્કાર પ્રાપ્ત કરેલા હોય તે, આ સંસ્કારની વિધિ પ્રભુ ઇસુ ખ્રિસ્તના નામ ઉપર (તેમને સ્મરીને) કરે છે અને જે વ્યક્તિ આ સંસ્કાર પ્રાપ્ત કરી રહી હોય તેને માટે સંપૂર્ણ પણે નતમસ્તક પાણીમા ઉભા રહેવું જરૂરી હોય છે."

પાદ પ્રક્ષાલન[ફેરફાર કરો]

"પાદ પ્રક્ષાલન (પગ ધોવા)નો સંસ્કાર ભક્તને પ્રભુ ઇસુ ખ્રિસ્તની વધુ નજીક લઇ જાય છે. આ સંસ્કાર વિધિ સતત એ ઉપદેશ પણ યાદ અપાવે છે કે, દરેક વ્યક્તિએ પ્રેમ, પવિત્રતા, માનવતા, દયા (ક્ષમા) અને સેવા આ લક્ષણો અપનાવવા જોઇએ. જળ બાપ્ટિઝ્મ નો સંસ્કાર પ્રાપ્ત કરનાર દરેક વ્યક્તિ પ્રભુ ઇસુ ખ્રિસ્તના નામ ઉપર પોતાના પાદ પ્રક્ષાલે તે જરૂરી છે. આ સિવાય અન્ય સંજોગોમા પણ જ્યારે જરૂર યોગ્ય હોય ત્યારે પાદ પ્રક્ષાલન કરવામા આવે છે."

પ્રભુભોજન[ફેરફાર કરો]

"પ્રભુભોજન એ ખ્રિસ્તિ ધર્મના સાત સંસ્કારો પૈકીની એક સંસ્કાર વિધિ છે, જે પ્રભુ ઇસુ ખ્રિસ્તના મૃત્યુની યાદમાં ઉજવવામાં આવે છે. આ વિધિ ખ્રિસ્તિ ધર્મના અનુયાયીઓને પ્રભુ ઇસુ ખ્રિસ્તના (પ્રતિકાત્મક) માંસ અને લોહીનો હિસ્સો આરોગવાનો લ્હાવો આપે છે, જેનાથી તેઓ ઇશ્વર સાયુજ્ય પ્રાપ્ત કરી શકે અને સાશ્વત જીવન પ્રાપ્ત કરીને અંતિમ દિવસે તેમનો ઉદ્ધાર થઇ શકે. આ વિધિ શક્ય એટલી વધુ વખત કરવામાં આવે છે અને તેમા આથો આવ્યા વગરના લોટમાંથી બનાવેલો ફક્ત એક બ્રૅડ (પાંઉ) અને દ્રાક્ષના રસનો ઉપયોગ થાય છે."

આરામનો દિવસ[ફેરફાર કરો]

"સૅબથ એટલેકે અઠવાડીયાનો આરામનો દિવસ - સપ્તાહનો સાતમો દિવસ (યહુદીઓ માટે શનીવાર અને ખ્રિસ્તિઓ માટે રવિવાર) એ પ્રભુના આશિર્વાદ પ્રાપ્ત દિવસ છે અને તેમના દ્વારા શુદ્ધ કરવામા આવેલો છે અને માટે પવિત્ર દિન ગણાય છે. આ દિવસ, આવનરા જીવનમાં સાશ્વત શાંતિની પ્રાપ્તિ માટે ઈશ્વરની સર્જનાત્મકતા અને મુક્તિ ને યાદ કરીને પ્રભુનો પાડ માનવામા વિતાવવો જોઇએ".

ઇસુ ખ્રિસ્ત[ફેરફાર કરો]

"પાપીઓના ઉદ્ધાર માટે ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર મૃત્યુ સ્વિકાર્યું અને મૃત્યુના ત્રીજા દિવસે કબરમાંથી પુનર્જીવિત થઇને સ્વર્ગારોહણ કર્યું. એ જ પ્રભુ ઇસુ ખ્રિસ્ત, પૃથ્વી અને સ્વર્ગના ધણી છે, માનવજાતના મસીહા છે અને સાચા દેવતા છે."

બાઇબલ[ફેરફાર કરો]

"જૂનો કરાર અને નવો કરાર બન્ને મળીને જે બાઇબલ બને છે, તે ઈશ્વર દ્વારા પ્રેરિત છે, એક માત્ર શાસ્ત્રોક્ત સત્ય છે અને ખ્રિસ્તિ ધર્મની જીવનશૈલીનો આધાર સ્તંભ છે."

મુક્તિ[ફેરફાર કરો]

"શ્રદ્ધા દ્વારા ભગવાનની કૃપાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. શ્રદ્ધાળુઓએ પવિત્રતાની પ્રાપ્તિ, પ્રભુ પ્રત્યે આદર અને માનવતાને પ્રેમ કરવા માટે દિવ્ય આત્મા ઉપર આધાર રાખવો જ જોઇએ."

ચર્ચ[ફેરફાર કરો]

"'બીજી વર્ષા' (ઇ.સ્. ૧૯૦૦માં અમેરિકામાં થયેલી ઘટના, ઇસુ ખ્રિસ્તે એક વખત કહ્યું હતું કે "હું સ્વર્ગે સિધાવ્યા પછી તમને દિવ્ય આત્માની ભેટ આપીશ", પૅન્ટાકોસ્ટલ ખ્રિસ્તિઓ એમ માને છે કે, અન્ય ભાષામાં બોલવાની ઘટના દ્વારા દિવ્ય આત્મા વર્ષાની માફક વરસ્યો હતો, અને આ ઘટના પહેલી વખત ઇ.સ્.પૂર્વે ૩૬ માં બની હતી અને લગભગ ૩જી સદી પછી અટકી ગઇ હતી, જેને પ્રથમ વર્ષા કહેવાય છે, અને બીજી વખત ઇ.સ્.૧૯૦૦માં અમેરિકામાં ઘટેલી જેને બીજી વર્ષા કહેવાય છે.)ની ઘટના દરમ્યાન ઇસુ ખ્રિસ્તે દિવ્ય આત્મા મારફતે સ્થાપેલું દેવળ તે હાલનાં સમયનું પુનરોદ્ધારિત 'સત્ય ઇસુ દેવળ' છે.

પુનરાગમન[ફેરફાર કરો]

"ઇસુનું પુનરાગમન અંતિમ દિવસે થશે, જ્યારે તે સ્વર્ગમાંથી વિશ્વમાં ન્યાય તોળવા અવતરશે અને ત્યારે, ધાર્મિક/પુણ્યશાળી જીવો સાશ્વત જીવન પ્રાપ્ત કરશે જ્યારે પાપાત્માઓને સજા મળશે."