સન્ધિ (વ્યાકરણ)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

સન્ધિ (અથવા સંધિ) એટલે બે શબ્દોનું જોડાણ. બે શબ્દો જોડાય ત્યારે એમના સ્વરવ્યંજનમાં જે પરિવર્તન આવે તેને સંસ્કૃત ભાષામાં 'સન્ધિ' કહે છે. સંસ્કૃત ભાષામાં સન્ધિના ચોક્કસ નિયમો છે. ગુજરાતી ભાષા સંસ્કૃતમાંથી ઊતરી આવેલી છે તેથી એમાં ઘણા શબ્દો સંસ્કૃતમાંથી મૂળરૂપે અથવા તો થોડું પરિવર્તન પામીને પ્રયોજાય છે. એ રીતે ગુજરાતીમાં સન્ધિની વ્યવસ્થા થોડી જુદી પડે છે.