સભ્યની ચર્ચા:Adityapatel1991

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત[ફેરફાર કરો]

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય Adityapatel1991, સુપ્રભાત, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--સતિષચંદ્રચર્ચા/યોગદાન

લીંભોઈ[ફેરફાર કરો]


લીંભોઈ એ સાબરકાંઠા જીલ્લાનું એક આગવું ગામ છે. આ ગામ મોડાસા તાલુકામાં આવેલું છે. તે મોડાસાથી આશરે ૧૨ કિલોમીટર ના અંતરે આવેલું છે. લીંભોઈ એ આશરે ૭૦૦ ઘર ની વસ્તી ધરાવતું ગામ છે.આ ગામમાં દરેક જ્ઞાતિના લોકો જેમકે પટેલ, વાણીયા,બ્રાહ્મણ,દરજી,હરીજન વગેરે સૌ સંપીને વસે છે. આ ગામ શૈક્ષણિક અને આર્થિક રીતે સદ્ધર ગામ છે. આ ગામ ના ઘણા નાગરિક રાજકીય અને સામાજિક વિકાસ માટે કાર્યશીલ છે.

ભૌગોલિક દ્રષ્ટિએ[ફેરફાર કરો]

ભૌગોલિક રીતે પણ આ ગામ ખુબ સુંદરતા ધરાવે છે. ગામ થી માત્ર ૧.5 k.m. ના અંતરે મેશ્વો નદી આવેલી છે. ગામ માં દાખલ થતા જ સુંદર રીતે બંધાયેલું લાલેરું તળાવ સૌનું ધ્યાન ખેચે છે . ગામ નો ચોરો અને સુંદર રીતે બંધાયેલું રામજી મંદિર રામ રાજ્ય ની યાદ અપાવે છે . આખું ગામ સુંદર રીતે બંધાયેલા પાકા રસ્તા વડે જોડાયેલું છે . ગામ માં પીવાના પાણી ની અને પાણી ના નિકાલ માટે ની પણ યોગ્ય વ્યવસ્થા છે. ગામ ની એક બાજુ એ અરવલ્લી ની ગિરિમાળા આવેલી છે જે ગામ ની સુંદરતા માં વધારો કરે છે. આ ગિરિમાળા ની તળેટી માં નાગનેશ્વરી માતા નું એક સુંદર મંદિર આવેલું છે જે જીલ્લા નું એક ફરવા લાયક સ્થળ ગણાય છે . આ મંદિર પર રજા ના દિવસે પર્યટન માંણવા ઘણા લોકો દુર દુર થી આવે છે.

રાજકીય દ્રષ્ટીએ[ફેરફાર કરો]

લીંભોઈ ગામ એ જીલ્લા અને રાજ્ય ના રાજકારણ માં આગવું સ્થાન ધરાવે છે . કોઈ પણ ચુંટણી વખતે સમગ્ર ગામ રાજકીય અખાડા માં ફેરવાઈ જાય છે . ગામ માં દરેક પક્ષ ના નેતા હોવાને કારણે ચુંટણી વખતે ગામ ની હાલત જોવા જેવી હોય છે . આ નાનકડા ગામે બે જુદા જુદા પક્ષ ના ધારાસભ્ય ઉપરાંત એક જીલ્લા પ્રમુખ ની ભેટ આપેલી છે . હાલ માં પણ ગામ ના ઘણા નાગરિકો વિવિધ રાજકીય હોદ્દા પર બિરાજમાન છે . પરંતુ આ રાજકીય સંબંધો અને ઉતાર ચઢાવ એ દૂધ ના ઉભરા ની જેમ ક્ષણિક હોય છે . ગામ ના વિકાસ માટે તમામ નેતા એક બની ને યોગદાન આપે છે.

શૈક્ષણિક દ્રષ્ટિએ[ફેરફાર કરો]

તમામ રીતે આગળ આ ગામ શૈક્ષણિક ક્ષેત્રે પણ વિકસિત છે . ગામ ના પૂર્વજો એ સંતાનો ને શિક્ષણ મળે એ માટે તનતોડ મહેનત કરી ને આ ગામ માં બે પ્રાથમિક શાળા અને એક હાયર સેકન્ડરી સ્કૂલ ની સ્થાપના કરી હતી . જુના કાળ માં જયારે લોકો દીકરી ને ભણાવવા ની કલ્પના પણ નહોતા કરતા તે વખતે આ ગામ ના વડીલો એ કન્યા શાળા ની સ્થાપના કરી હતી. ગામ ના ઘણા વિદ્યાર્થીઓ એ વિવિધ શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ કરેલ છે . આ ગામ ના ઘણા નાગરિકોએ શૈક્ષણિક ક્ષેત્રે વિવિધ સંસ્થાનો માં ઘણા ઉચ્ચ સ્થાનો પર સેવા આપી છે.