સભ્યની ચર્ચા:Amarkathao
સ્વાગત!
[ફેરફાર કરો]પ્રિય Amarkathao, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!
- જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
- વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
- નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
- આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.
-- ધવલ સુધન્વા વ્યાસચર્ચા/યોગદાન ૦૯:૩૮, ૯ ઓક્ટોબર ૨૦૨૨ (IST)
અઘોર નગારા વાગે
[ફેરફાર કરો]અઘોર નગારા વાગે પુસ્તકનાં લેખક મોહનલાલ અગ્રવાલ છે.
'અઘોર નગારા વાગે' પુસ્તક બે ભાગમાં વહેંચાયેલ છે. લેખક મોહનલાલ અગ્રવાલે પોતાના જીવન દરમિયાન અઘોરીઓ, સંતો, યોગી ઉપરાંત અઘોર તંત્ર અને એ દરમિયાન થયેલા અનુભવો વિશે તેમાં વાત કરી છે. પ્રથમ પુસ્તકમાં યોગી અઘોરી તેમની સાથેના વાર્તાલાપ અને અનુભવો વિશે જણાવ્યું છે. બુકના પ્રકરણો યક્ષિની સાધના , કંકાલ મુંડ , લક્ષ્યવેધ , યોનીપુજા, પ્રતિશોધ, રક્તપાન, અઘોર કલ્પ, અર્બુદાચલ કલ્પ જેવાં નામો પરથી તેમાં આપેલી માહિતી વિશે અનુમાન લગાવી શકાય એમ છે.
સૌથી ઈન્ટસેસ્ટીંગ વાત અર્બુદાચલકલ્પ માં છે. અર્બુદાચલ એટલે માઉન્ટ આબુનો વિસ્તાર. તેમાં આવેલી જડીબુટ્ટીઓ, ગુપ્ત સ્થળો અને યોગીઓ વિશે પણ વાત કરાઈ છે.
માઉન્ટ આબુની તળેટીમાં આવેલા આશ્રમના એક સંતના સંસર્ગમાં રહેલા લેખકને માંડવ વિસ્તારમાં અકસ્માતે એક અન્ય યોગીનો ભેટો થાય છે. મિત્રતા બંધાતા યોગી પોતાના ભૂતકાળ વિશે વાત કરે છે અને આગળ જતાં પોતાની પાસે રહેલો અર્બુદાચલ કલ્પ તેમને ભેટ આપે છે. તેમાં લખેલી વાતો વસ્તુઓ સ્થળો ચકાસવા લેખક પોતે બે મહિના ત્યાં આબુ રખડ્યાની વાત કરે છે. કોઈ સ્થળ મળે છે, તો કોઈ નથી મળતાં. કોઈ વનસ્પતિ મળે છે તો તેમાં લક્ષણો નથી મળતાં. કેટલાંક સ્થળો સુધી પહોંચવું જ પોસીબલ નથી. જ્યારે કેટલીક વખત અનેક્સપેક્ટેડ અનુભવો થાય છે.
આખરમાં અલક ઝોળી પલક ખજાનામાં ઝોળીઓના પ્રકાર વિશે અને ચાર પ્રકાર ના સાધુની સમજ આપી છે. આ સિવાય રસ પડે તેવી ઘણી માહિતી અને કિસ્સા તેમાં છે. લેખકે કોઈ બીજાના બદલે પોતે અનુભવેલા અને જીવેલા બનાવો આ બુકને વાચવા પ્રેરે છે.
તેમણે બુકમાં જ કહ્યું છે કે અમુક સ્થળો કે રીતો અહી લખવા યોગ્ય નથી. જેથી એવી વાતો ડિટેઈલમાં લખવાને બદલે તેની આછકલી ઝલક આપી છે. જો કે એ ઉપરછલ્લી માહિતી પણ આપણા માટે વધુ બની રહે છે. ભૌતિક દુનિયાની આસપાસ પણ એક દુનિયા વસેલી છે એ માન્યતાને વધુ દૃઢ આ બુક કરે છે. આમ પુસ્તક ખૂબ સરળ છે. તેમ છતાંયે કાચા મનના હોવ તો ન વાંચવું વધુ સારું. લેખકને દૃશ્યમાન થઈને મળેલા દિવ્ય પુરુષે તેમને કહેલી વાત જ અહી મૂકું છું: આપણી આસપાસ આ બધી જ વસ્તુઓ સ્થળો રહેલાં છે પરંતુ એનાં સુધી પહોંચવા યોગ્યતા કેળવવી પડે.
પુસ્તક માહિતી
અઘોર નગારા વાગે - ભાગ 2
પ્રકાશક – નવભારત સાહિત્ય મંદિર
કિંમત – 150 રૃપિયા (2013ના મુદ્રણની)
પાનાં – 192 Amarkathao (ચર્ચા) ૨૨:૫૭, ૯ જૂન ૨૦૨૩ (IST)