સભ્યની ચર્ચા:Digvijaysinh 1

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય Digvijaysinh 1, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- ધવલ સુધન્વા વ્યાસચર્ચા/યોગદાન ૨૧:૪૫, ૧૧ જાન્યુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]

કટોસણ સ્ટેટ[ફેરફાર કરો]

કટોસણ સ્ટેટના રાજવી ઝાલા રાજપૂત કુળના હતા. રાજા કેશર મકવાણાના પુત્ર હરપાળજી એ પાટડીમાં રાજગાદી સ્થાપી. એમના વંશજ ઝાલા મકવાણા કહેવાયા. હરપાળજીની ચોથી પેઢીએ કુંવરે સામંતસિહે કટોસણ પાસેના સાંથલમાં ગાદી સ્થાપી. એમના મોટા ભાઈના વંશજ ધ્રાંગધ્રાં , વાંકાનેર, લીંબડી, વઢવાણ, સાયલા, ચૂડા વગેરે સ્થળોએ રાજ્ય જરત થયા. એનાથી નાના ભાઈએ ઈલોલમાં રાજ્ય સ્થાપ્યું. સાંથલમાં ખાનાજી નામે પૂર્વજ થયા. એમણે મહમૂદ બેગડાના રાજ્યમાં ઉપદ્રવ કરતા કાળા ભીલને મારા નાખી બાદશાહને પ્રસન્ન કર્યો ને કટોસણની આજુબાજુન ૮૪ ગામ પ્રાપ્ત કર્યાં. એમણે સાંથલની ગાદી કટોસણ ખસેડી. ખાનાજીની દસમી પેઢીએ ઠાકોર જસવંતસિંહજી થયા. એમના પછી હરપાળજી, હરખાજી, નરાયણજી અને રાયસિ6હજી નામે ઠાકોર ગાદીએ આવ્યા. પછી અજબસિંહજીએ ( લગભગ ૧૭૪૭) કટોસણનું રાજ્ય ઘણું વધાર્યું. એમના વખતમાં મરાઠાઓએ કટોસણ પર ચડાઈ કરી ખંડણી લીધી. અજબસિંહજીએ હોધપુરના મહારાજા વખતસિંહજી તથા એમના ભાઈ અભયસિંહજીને મદદ કરી પ્રસન્ન કરેલા. તેથી તેઓએ એમને ઘણી બક્ષિસ આપેલી. જેનાથી એમની ખ્યાતી વધવ પામેલી. રાધનપુરના નવાબને ઈડરગઢ પરના આક્રમણમાં મદદ કરવા બદલ અજબસિંહજીએ ઈડરના મહારાવને રૂપિયા સાઠ હજારનો દંડ ભરવો પડેલો. સૂરજમલજીએ ગાયકવાડ ફતેસિંહરાવને પ્રસન્ન કરેલા. પરંતુ બાળ વયના બનેસિંહના વખતમાં મલ્હારરાવ ગાયકવાડે કટોસણ કબજે કરી લૂંટી લીધેલું. થોડા વખતમાં ગાયકવાડ સરકારે મલ્હારરાવને વશ કરી બનેસિંહજી (મૃ. ૧૮૧૮) ને કટોસણ પાછું અપાવ્યું. ઠાકોર રાણોજીના સમયમાં મહીકાંઠા એજંસી સ્થપાઈ (૧૮૨૨). તેઓ લૂંટારાઓને વશ કરવામાં એજંસીને સક્રિય મદદ કરતા હતા. ખંડેરાવ ગાયકવાડ પાટણ આવ્યા ત્યારે રાણોજીએ એમને કટોસણ આવવા નિમંત્રી સારી એવી આગતા સ્વાગતા કરી હતી. રાણોજી ૫૧ વર્ષ રાજ્ય ભોગવી ૧૮૬૯માં મૃત્યુ પામ્યા. એમના પછી કુંવર કરણસિંહજી ગાદીએ આવ્યા. એમણે ૩૧ વર્ષ રાજ્ય કરી પોતાની રિયાસતની આબાદી વધારી. એમના પછી પાટવી કુંવર તખતસિહજી ગાદીએ આવ્યા(૧૯૦૧), ૧૯૧૧માં આ રિયાસતને ત્રીજા વર્ગનો દરજ્જો મળેલો. ઉત્તર અને મધ્ય ગુજરાતના ઝાલા વંશની જાતિઓ મુખ્યત્વે ઉપર જણાવેલા રિયાસતોના ભાયાતો છે. Digvijaysinh 1 (ચર્ચા) ૨૧:૪૭, ૧૧ જાન્યુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]