સભ્યની ચર્ચા:Dsvyas/પ્રયોગ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

શ્રી ધવલ ભાઇ,નમસ્કાર
આને કહેવાય "નહલે પે દહલા" :-) સુંદર રંગ ભર્યા છે. અહીં "પડવો" લખ્યું તે પરથી એક વિચાર આવ્યો,કે અંકો ને બદલે તમામ તિથીઓને "બીજ,ત્રીજ,ચોથ..." તેમ (અહીં ઢાંચા પુરતા) નામ આપ્યા હોય તો ? આપ જરા જોશો. જો લંબામણ થાય તેવું લાગે તો રહેવા દેશો. અને ત્યાર બાદ આ ઢાંચો જુના ઢાંચા શાથે બદલી આપવાનું કરવા વિનંતી. (૨) ગીતાજી પર આપનાં સુચનનો અમલ કરીશું ('શ્લોકનો જ નંબર' બાબત). અહીં અમુક મોટા "કાર્યો" પર ત્રણ-ચાર સભ્યો શાથે મળીને કાર્ય કરીએ તો વધુ સારૂં અને ઝડપી કાર્ય થાય તેમજ 'ટીમવર્ક' ને કારણે ઉત્સાહ જળવાઇ રહે તેવું મારૂં પણ માનવું છે. જો કે આપશ્રી,મહર્ષિભાઇ,સુશાંતભાઇ,સતિષચંદ્ર,જીતેન્દ્રસિંહજી ની ટીમ તો બનીજ ગઇ છે.(મને પણ સામેલ ગણવો :) ) આવું સ`રસ "દોઢ ડહાપણ" સદા કરતા રહો તેવી અભ્યર્થના :-D --અશોક મોઢવાડીયા ૧૭:૪૩, ૭ એપ્રિલ ૨૦૦૯ (UTC)

મને ટપ્પો પડે એવાં કામમાં સહયોગ આપવા તૈયાર જ છું, જરુર પડ્યે આંગળી ચિંધતા અચકાશો નહિ.--સતિષચંદ્ર ૧૮:૦૩, ૭ એપ્રિલ ૨૦૦૯ (UTC)
અશોકભાઈ, મને પણ એક વાર માટે તો થયું હતું કે બીજ, ત્રીજ એમ લખીએ, પણ તેમ કરતા સારૂ નહી લાગે, પણ, હા, પૂનમ અને અમાસ તો લખવાની મારી ઇચ્છા ખરી. વધુમાં તમે અને સતિષભાઇ, બંને ગુજરાતમાં છો તો કોઇક ગુજરતી કેલેન્ડર અને પંચાંગમાં જોઇને જરા ખાતરી કરી જુઓને કે અમાસ માટે ૦) કે ૦)) બેમાંથી કઈ સંજ્ઞા વપરાય છે. મેં હાલમાં તો ૦) ઢાંચામાં વાપર્યું છે, પણ હું પોતે શ્યોર નથી. અને સતિષભાઈ, આ શું યાર? તમને કઈ વાતમાં ટપો નથી પડતો? તમે તો ગુરૂ છો પ્રભુ.
હજું આ કોઠાને કોલેપ્સેબલ બનાવવાનો પ્રયત્ન કરૂં છું, બધા ફેરફારો થયા બાદ તેને ત્યાં લઈ જઇશું.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૧૪, ૮ એપ્રિલ ૨૦૦૯ (UTC)
  • ધવલ ભાઇ, આપની વાત સાચી છે. બીજ,ત્રીજ એમ લખીએતો ઢાંચો પહોળો પણ ખુબ થશે, હા ૧૫ નીં જગ્યાએ "અમાસ" અને "પૂનમ" કે "પૂર્ણિમા" લખવાનો વિચાર સુંદર લાગ્યો. સંજ્ઞા બાબતે ચોક્કસ જાણકારી નથી.Sorry :-( આભાર.--અશોક મોઢવાડીયા ૦૯:૨૮, ૯ એપ્રિલ ૨૦૦૯ (UTC)