સભ્યની ચર્ચા:GOPALAK BHARWAD

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય GOPALAK BHARWAD, શુભ સંધ્યા, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- ધવલ સુધન્વા વ્યાસચર્ચા/યોગદાન ૧૧:૦૭, ૧૭ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]

ઝીંઝા ભરવાડનો ઈતિહાસ[ફેરફાર કરો]

વીર ભરવાડ - ઝીંઝાબાપા આભિર (ઝિંઝો ચાવડો ભરવાડ)⚔

ભરવાડ_નો_આશરો💪

  1. દુહો

ઝિંઝા_તારો_આશરો__અફર_નો_ગિયો_જગમાય અણ_પટ્ટણપતી_એ__તોરો_પગ_પખારી_ઝીંઝુવાડા_ગઢ_માય

અણહીલપુરપાટણ પતિ ભીમદેવ ના પુત્ર કર્ણદેવ સોલંકી ને જોઈ ને મોહીત થયેલી ચંદ્રપુર(કર્ણાટક) ના રાજા જયકેશરી ની દીકરી મીનળદેવી એ તેની સાથે લગ્ન કરવાની હઠ પકડતા અને જુનાગઢ ના આભીર રાજા રા ખેંગાર પહેલાની કુંવરી અને રાજમાતા ના દબાણ હેઠળ પોતાને ન ગમતી હોવા છતા કર્ણદેવે મિનળદેવી સાથે લગ્ન કર્યા.

લગ્ન પછી કર્ણદેવ સોલંકી નવી રાણી મીનળદેવી ની ઉપેક્ષા કરતા. રાજમંત્રી મુજાલમહેતાએ રાજમાતા ઉદયમતી ના કહેવાથી પોતાની પ્રેયસીની જગ્યાએ મીનળદેવી ને ગોઠવી દેતા તે ગર્ભવતી બન્યા હતા. પરંતુ રાજ ખટપટ અને અન્ય રાણીઓ મા ઈર્ષ્યા નુ કારણ બનેલા મીનળદેવી ને રાજ મા રહેવા નુ કપરુ પડ્યુ હતુ.કર્ણદેવે ઉપેક્ષા ચાલુ રાખતા રાજમાતા ના કહેવા થી મંત્રી મુંજાલ મહેતાએ મીનળદેવી ને રાજમાતા ના મોસાળ જુનાગઢ ઝીંઝા આભિર ના નેસડા મા મોકલી આપે છે.વિશાળ નેસડો બાંધી પાટણ અને કચ્છ અને સૌરાષ્ટ્ર ને ત્રીભેટે રણકાંઠે પશુધન સાથે રહેતા આ આભિર (ભરવાડ) ના આશરે રાણી નુ મોસાળ મા સલામત સમજી રાણી ની પ્રસવની વ્યવસ્થા માટે મોકલી આપે છે.

ઝીંઝા આભિર (ભરવાડે) મીનળદેવી ની પુરતી સાર સંભાળ અને પુરતા રક્ષણ વચ્ચે મેલી વિદ્યાઓ વિરુદ્ધ યુક્તિઓ આચરી ને રાણી નો પ્રસવ કરાવતા સિદ્ધરાજ જયસિંહ નો જન્મ થયો હતો.

સમય જતા અણહીલપુર પાટણ મા સિદ્ધરાજ જયસિંહ ગાદી પતી થતા જ પોતાની જન્મ ભુમી રુપી ઝીંઝા આભિર ના નેસડા ને ભરવાડો ના રુણ માથી મુક્ત થવા તેની કાયમી યાદ રુપે ઝીંઝુવાડા (તા.દસાડા) નો કીલ્લો બંધાવી ઝીંઝા ચાવડા આભિર ભરવાડ ના નામ પરથી ગામ વસાવ્યુ હતુ. આજે પણ ઝીંઝુવાડા નો કીલ્લો તેના ભવ્ય ભુતકાળ ની યાદ આપતો જોવા મળે છે.

(આભિર ગોપ)ભરવાડો નો આશરા ધર્મ એ ભગવાન કૃષ્ણ ના કાળ થી જ છે.

આજે પણ ઝીંઝુવાડા મા ઝીંઝા ચાવડા ની ખાંભી હયાત છે. જેમણે અનેક આક્રમણ કારીઓ સાથે આભિરો ના ગઢ ને બચાવવા બાથ ભીડી હતી. સાક્ષાત શક્તિ માએ આપેલ તલવાર (ભવાની) એમના કાંડે આવતાજ યવનો ના કચ્ચર ઘાણ વળી જતા હતા..ગઢ ને બચાવવા આખરે લડતા લડતા તે વીરગતી પામ્યા હતા.

⚔જય હો વીર ઝીંઝાબાપા ચાવડા (ભરવાડ)⚔ GOPALAK BHARWAD (ચર્ચા) ૧૭:૦૪, ૧૭ ઓગસ્ટ ૨૦૨૦ (IST)[ઉત્તર]

વીર અણહીલ ભરવાડ[ફેરફાર કરો]

⚔️વીર અણહીલ ભરવાડ

    ની શૌર્યકથા⚔️
   નામ - અણહીલ ભરવાડ 
   પિતાનું નામ - સોખડાજી ભરવાડ
  કુળ - કારેઠા કુળ
                  🚩 પ્રસંગ ૧🚩
            મધરાત જામી હતી. ભરુપ્રદેશ ની હરીયાળી ધરતી પર ભરવાડ ગૌપાલકો પોતાના નેહડા મા સંતોષ ભરી નીંદર માણી રહ્યા હતા. ત્યા અચાનક રાડ પડી

દોડો દોડો દીપડો ગાયો ના વાડા મા પડ્યો ..સૌ જબકી ને જાગ્યા લાકડી ઓ લઈ દોડ્યા..એમા એ દીપડો વાડ ઠેકી એક વાછડી ઉપાડી ભાગ્યો સૌએ જોયો...એ જાય એ જાય કરતા બધા ભરવાડ વનરાજી (જંગલ) મા પહોચી જાય છે એમા ગોતવો મુશ્કેલ હતો દીપડા ને...ગમે તેમ તો એને પુરો કરવો જ જોશે નહીતર રોજ પશુઓ ને રંજાડશે..સૌ એ... હોં. કારો ભર્યો...સૌ લાકડીઓ ..કટાર..ભાલા લઈ ને દીપડા પાછડ દોડયા જતા હતા વન નુ અંતર વધતુ જતુ હતુ ... ત્યા તો દીપડા નો અવાજ સંભળાયો...ઘેરો ઘુઘવાટ થયો ને દીપડો જમીન પર પછડાયો..અને એનુ મારણ વાછડી એક બાજુ પડી હતી.. એલા આ શુ? આ કોનુ પરાક્રમ? સૌ વિચારવા લાગ્યા આ કાળ ને કોને માર્યો..? પણ કોઈ દીપડા થી દુર હતા... હીંમત કરી ઉચી ડાંગે ભરવાડો દીપડા પાસે આવ્યા....હજુ એ પહોચે ન પહોચે ત્યા તો એક જુવાન નીચે આવ્યો...એના હાથ મા તીર કામઠુ અને ભાલા હતા.. જુવાન ને જોતા જ સૌ બોલી ઉઠ્યા અરે..આ તો સોખડાજી ભરુ(ભરવાડને તે સમયે ભરું તરિકે પણ સંબોધન કરતા) નો અણહીલયો.... આ સાંભળતા જ સોખડાજી અણહીલ પાસે આવી ને બોલ્યો તે દીપડા ને માર્યો બેટા? હા આપણા વાડા મા વાછરુ લઈ ને ભાગતો મે જોયો... લોહી ચાખેલ ને જીવતો જાવા દઈએ તો લાર્યુ ઝરે અને પશુઓ ને રંજાડ કરે...એને પુરૉ કરવો જ સારો.... (બધા ભરુ ઓ બોલી ઉઠ્યા)..સાબાસ જુવાન....તે તો એકલે આપણા નેહડા નુ નાક રાખ્યુ ...આ ઉમરે અમારા નેહડા નો વીર કહેવાય તુ... બધાએ કહ્યુ અમે તારુ નસીબ ઉજળુ ભાખીએ છીએ.... સોખડાજીએ કહ્યુ ભાયો તમારા આશીર્વાદ ફળો.... બધા નેહડા ભણી જવા લાગ્યા .. અણહિલ ના આ પરાક્રમ ને બિરદાવવા નેહડા મા ખીર રોટલા નુ જમણ રાખ્યુ ..આજુબાજુ ના નેહડા ના નાત વાળા ને પણ આમંત્રણ અપાયુ...આ મા જુવાનો ના જુથ પણ હતા.. અણહીલ નુ ખડતલ બદન સૌનુ આકર્ષણ બની ગયુ ... નાનપણ થી અણહીલ તેજસ્વી અને ચપળ બુદ્ધિ ધરાવતો યુવાન તો હતો જ...આવેલ યુવાનો મા એ હળ્યો મળ્યો અને આવેલ યુવાનો નો જાણે દોસ્ત બની ગયો...જાર ના ધીંગા રોટલા...અને ગાયુ ના શેળ કઢા દુધ ને માખણ ઘી ની રેલમ છેલ થવા મંડાણી નેહડા મા....જાણે ઠાકર ના છોરુ ઓ મા આનંદ વ્યાપી ગયો.... અણહીલે એક જુથ બનાવ્યુ હતુ ..એમા ડાંગ તીર ભાલા તલવાર છરા એ સમય ના શસ્ત્રો અને કુસ્તી ના દાવો ની તાલીમ આપવા માંડી..અણહીલ નુ આ કાર્ય વૃધ્ધો પણ વખાણતા..અને યુવાનો સાંજે આ કાર્ય મા લાગી જતા...સોખડાજી ભરુ નાત

મુખી(પટલ) જેવા ગણાતા ..અને નાત મા એનુ માન પણ ઘણુ...નેહડા મા કે દુર ભરુવાડ ના નેહડા ઓ મા પણ કઈક તોફાન તસ્ત કે મન દુખ થયુ હોય અને બધા સોખડાજી ભરુ ના ઘરે ભેગા થતા અને ...રામ.. રામ... જય ગૌપાલ... જય ઠાકર ના નાદ સાથે ડાયરો ભરાતો..અને કસુંબા અને ચલમુ ના કસ ભરાતા.આનંદ થી સોખડોજી વાત સાંભળતા...અને સોખડાજી ભરુ જે ન્યાય કરે તે કબુલ રાખતા ભરવાડ...

સોખડાજી ભરુ ને છાતી ગજ ગજ ફુલાતી હતી...અને વાત તો ત્યા થાય કે દુર દુર ના નેહડા વાળા અણહિલ ની ભાઈબંધી કરવા આવે અને નેહડા મા અણહિલ અમારો 'સરદાર' એમ બોલતા જ હોય... અણહીલે ભરુ ભુમી મા જોત જોતા મા પાંચસો દુધમલીયાવ નુ જુથ બનાવી લીધુ હતુ ને એક હાકલ પડતા કાળ સાથેય કુસ્તી કરે એવા વીર યોધ્ધાઓ તૈયાર કર્યા..લાલબુંદ શરીરો વાળા આ ખડતલ જુવાનીયાઓ ના હાથમા તીર ને તલવારો જ્યારે આવતા ને એક સાથે કુચ કદમ કરતા ત્યારે ધરતી પણ ધણ ધણી ઉઠતી...અત્યારે એમને કોઈ દુશ્મન નહતો ...અને હોય તો અને જાગે તોય એમને જોઈ ને દુશ્મન ની છાતી જરુર બેસી જાય... નેહડા હવે નિશ્ચિંત બન્યા હતા....અણહિલ ના આ પ્રયત્ન થી જે જે નેહડાઓ આ મા ભળેલા એ શક્તિશાળી બનતા જતા હતા.. આથી આ ભરુ પ્રદેશ મા બીજા નેહડાઓ ને દ્રેશ જેવુ જાગતુ હતુ પણ છબકલા કરવા છતા અણહીલે એવી શેહ પાળી હતી કે ઉપજવા કે જુવાનિયાઓ સફળ થવા દેતા નહતા.. ભરુ પ્રદેશ વિશાળ હતો..સાથે સાથે રસાળ પણ.એની ધરતી ની ચોફેર પથરાયેલ લીલી હરીયાળી એ જાણે લીલવર્ણો ગાલીચો પાથર્યો હોય એમ લાગતુ ... ભરુ પ્રદેશ ની વસંત મા એવી ખીલી ઉઠતી કે પશુ અને પશુ પાલકો ના હૈયા આનંદ મસ્ત બની જતા.. આજુ બાજુ આવેલ નાના નાના ડુંગરાઑ જાણે લીલવર્ણી જોગંદરો સમાધી મા બેઠા હોય એવુ લાગતુ... સાડા તેરસો વર્ષ પહેલા નો આ જમાનો હતો. ભારત એક રાષ્ટ્ર ન હતુ..પણ જેના બાવડા મા જેટલુ બળ હોય એ એટલી નાની મોટી જમીન મેળવી ઠકરાતો(રજવાડા) સ્થાપતા અને રાજ્ય ચલાવતા.. આ ભરુ પ્રદેશ પર પશુ પાલકો જ નેહડા બાંધી રહેતા હતા...

આમ ભરુ પ્રદેશ ખુબ રસાળ અને ઠાકર ની દયા થી ખુબ માગ્યા મેહ વરસતા ...કુદરતના ચાર હાથ હતા ભરુપ્રદેશ પર....

એક રાત નો સમય હતો ...નેશડા મા શાંતિ થી નિંદર ખેચી રહ્યા હતા..ને યુવાનો વાડાની ચોકી કરી રહ્યા હતા... એવામા બાજુના નેહડાઓ મા વાર ચડી આવી હોય એમ...ધ્રુસબાંગ...ધ્રુબાંગ..ધ્રંબાગ...બુંગીયો મંડાણો...આ અવાજ ચોકી કરતા યુવાનો ના કાને અથડાયો...એઓ ચમકી ઉઠ્યા..અરે...કનીયા ..શેનો અવાજ આવે છે? અરે... ધના ....આ તો બુંગીયો ધુબકતો હોય એમ લાગે છે... નકકી આપણા જુથના દુર આવેલ નેહડા પર કોક વાર ચડી આવ્યુ લાગે છે....જા . જા...ઝટ ..સરદાર અણહીલ ને ખબર આપ..... એ યુવાન આ હાકલ પડતા જ સોખડાજી ભરુ ના ઘર ભણે ગયો...ને સાદ કર્યો... અરે....અણહિલ... જાગે છે કે નહી? આ સાંભળતા જ અણહીલ સફાળો બેઠો થઈ ગયો...કેમ? કનિયા શુ છે...? આ શુ વાગે છે ? સાંભળો કનિયાએ કીધુ...(અણહીલે આખો ચોળી ને કાન સરવા કર્યો) કનિયા આતો ! આતો ! બુંગિયો... (હુ એજ કહુ છુ કનિયો બોલ્યો) જલ્દી કર....બધા તૈયાર થાઓ.....હું હમાણા જ રણશિંગુ ફુકુ છુ...ઢોલી ને કહે બુગીયા ને તાલે તાલ દે.....ઢોલી નો ઢોલ સંભાળાતાજ યુવાનો ના ટોળે ટોળા આવવા લાગ્યા ..હાથ મા લાકડીઓ...ખભે તીર કામઠા ને કેડે તલવારો ભાલા ને ખંજરો ભેઠ મા ખોસેલા હતા અણહીલ સજજ થઇને આવી ગયો અને એ સૌથી મોખરે રહ્યો ને બોલ્યો.... દોસ્તો આપણુ પાણી બતાવવા નો સમય આવી ગયો છે..

અણહીલ સજજ થઇને આવી ગયો અને એ સૌથી મોખરે રહ્યો ને બોલ્યો.... દોસ્તો આપણુ પાણી બતાવવા નો સમય આવી ગયો છે.. તમારી વીરતા અને મર્દાનગી ની પરીક્ષા આજે થશે... "પારોઠ ના પગલા ભરી કોઈ મુંછ નુ પાણી ન લજવતા" યુવાનો નો નાદ આવ્યો અરે વીર દોસ્ત તે અમને સામી છાતીએ મરવાનુ શીખ્વ્યુ છે..પારોઠ ના પગલા ભરવાને બદલે મેદાન મા મરી ખુટવાનુ અમે વધુ ઈચ્છીએ છીએ શાબાશ દોસ્તો...હુ તમારી સાથે જ છુ...જીવશુ તો સાથે જ જીવશુ ને મરશુ તો સાથે મરશુ એક કવિએ સરસ લખ્યુ છે..કે.

       સૌ સાથ લડશો. પછી રડશે કોણ કોઈ ને કારણે?

હરખાવ પ્રીયજન, ગાઓ ગુણીજન દાવ દુશ્મન થરથરે આપણે જરુર દુશ્મન નો દાવ ઉંધો પાડીશુ ....અણહીલ જુસ્સા થી બોલ્યો... નેહડા જ્યા હતા ત્યા થી વીશ થી પચ્ચીસ માઈલ(ગાઊ) દુર એક ડકરાત આવેલ હતી ..એ રાજપુત રાજા માનસિહ ની આખો મા આવો ભરુ ઓ નો રસાળ પ્રદેશ કાયમ ખટકયા કરતો..પોતાના રાજ્ય મા ભેળવી સમૃધ્ધ કરવા માગતો હતો પણ નેહડા ના જોરાવર યુવાનો નડતર રુપ હતા... એણે નેહડા ના વૃધ્ધો સાથે પણ મંત્રણાઓ કરી હતી પણ નેહડા ના ભરવાડ ભોળવાય એમ હતા નહી..આથી માનસિંહ સૈન્ય દ્રારા ભરુ વિસ્તાર સાંપટ મા લેવા ઈચ્છતો હતો... એ બહાનુ મળી ગયુ હતુ...એક ગોપ ભરુ યુવાન એના રાજ મા દુધ વેપાર અર્થે એના માણસનો જગડો થયો...અને ગોપ ભરુએ એને ખુબ ફટકાર્યો...પેલો માનસિંહ ઠાકોર પાસે ફરીયાદે ગયો..ઠાકોર ને બહાનુ મળી ગયુ..એણે સૈન્ય સાથે ભરુ પ્રદેશ પર હુમલો કરવા કુચ આદરી અને એ પહેલા નેહડાઓ ને કીધુ ..કાંતો શરણે થાઓ કાતો લડત કરો એવુ કહેણ મોકલ્યું આ સંદેશો મળતા જ ગોપ ભરુઓ ના નેહડા ના મુખીએ મુછે તાલ દેતા કહેડાવ્યુ.... દરબાર તમારી જો હુકમી જવા દૌ.... નેહડાઓ ની નજીક આવ્યા છો તો તમારી ખેર નથી... આ રાંડી રાંડ નુ ખેતર ન માનતા...મર્દો સાથે નો મામલો છે...સમજ્યા? "તો થાઓ તૈયાર"....(માનસિહે એલાન આપ્યું...) "તૈયાર તો માએ જન્મ આપ્યો ત્યાર થી જ છીયે...."(મુખી બોલ્યા) શીખવવુ પડે એમ નથી દરબાર ! મુખી જબરો હતો કારણ કે એની પાછળ અણહિલ નુ જોર હતુ... બુંગીયો વાગ્યો ને ઝપા ઝપી જામી...એ નેહડા ના જુવાનો ટકકર લેતા હતા ને જુવાનો મા જોશ જાગ્યો.....અણહિલ નો અવાજ આવતો જુવાનો વધુ જોશ મા આવી જતા.... માનસિહને એમ કે આ વગડા ના વાસીઑ ને ચપટી મા ચોળી નાખશુ ને ભરુ પ્રદેશ આપણા રાજ મા ભેળવી દેશુ....પણ આવતાની સાથે જ અણહીલે અને એના ભડવીર યુવાનો એ એને એવો પોંખ્યો કે એ ને ભાગતા ભો ભારે થઈ પડી ને એવો ભાગ્યો..... એવો ભાગ્યો કે પાછો વળી ને જુએ એ બેટા!

માનસિહ ઠાકોર ના આ પરાજયે અણહિલ અને અણહિલ ના સાથીઓ ની એવી શેહ પડી ગઈ કે ભરુ પ્રદેશના નેહડા ઓ સામે જોવા ની કોઈ હીંમત નહી .... આમ અણહીલ ભરુ દેશ મા એક પછી એક વિરતા ના કાર્યો કરતો ગયો અને પ્રસિદ્ધ થતો ગયો. પિતા સોખડોજી ભરુ પણ નાત મા પંકાતા. તેથી ઘોડીયુ રાખતા.. અણહીલ ને એની રાંગણી ઘોડી પર ઘોડે સવારી નો ખુબ શોખ હતો. અણહીલ ઘોડી લઈ ને નીકળી જાય તો ઘણા સમયે પાછો ફરે નેહડે. આમ એક દીવસ એ પંચાસર અને રુપેણ નદી ના કીનારા ના જંગલો મા ભુલો પડ્યો. (આજ નુ પાટણ) અણહીલ ને નવા પ્રદેશ મા દીશા સુજતી નથી અને એ ઘોડી હંકારતો આગળ વધતો જાય છે. એવા મા જાડ ની પર્ણ વિંધતુ એક તીર સનનનન્ કરતુ આવતુ જોયુ.. અણહીલે એક આંખ ના પલકારા મા જીલી લીધુ. તીર મારનાર બીજુ કોઈ નહી પણ રાજકુમાર વનરાજ હતો. તીર પકડતા ની સાથે જાડ ની પાછડ લપાઈ ને બેઠેલો વનરાજ બહાર આવે છે અને બહાદુર યુવાન ને શાબાસી આપતા કહે છે. વીર જુવાન કયુ ગામ શુ નામ ? અણહીલ બોલ્યો ભરુ પ્રદેશ માથી આવુ છુ. અણહીલ આભિર(ગોપ) નામ છે. (એ સમયે આભિર કોમ મુખ્ય હતી ગ્રંથો મા આભિર ગોપ કીધેલ છે. અણહીલ પછી આ ભરવાડ કોમ બંધાઈ છે.) એમ વનરાજ બોલ્યો. ભરુ દેશ તો ખુબ દુર આવ્યો કાં ? અણહીલ બોલ્યો ..હાં પછી વનરાજ અને બંન્ને સાધુ શિલગુણ શુરી ના આશ્રમ આવે છે. વનરાજ જૈન સાધુ અને મામા શુરપાલ તથા માતા નો પરીચય કરાવે છે. જૈન સાધુ એ પુછ્યુ જુવાન કયા પ્રદેશ નો છે. અને અહી ક્યાથી ? અણહીલ બોલ્યો ભરુ પ્રેદેશ માથી આવુછુ અને ભુમિ ભ્રમણ કરતો વન મા ભુલો પડ્યો.

વનરાજ અને અણહીલ બંન્ને સાધુ શિલગુણ શુરી ના આશ્રમ આવે છે. વનરાજ જૈન સાધુ અને મામા શુરપાલ તથા માતા નો પરીચય કરાવે છે. જૈન સાધુ એ પુછ્યુ જુવાન કયા પ્રદેશ નો છે. અને અહી ક્યાથી ? અણહીલ બોલ્યો ભરુ પ્રેદેશ માથી આવુછુ અને ભુમિ ભ્રમણ કરતો વન મા ભુલો પડ્યો. સાધુ બોલ્યા . હુ તારુ અને તારા સમાજ નુ ભવિષ્ય ઉજળુ ભાંખુ છુ. જુવાન તારા ઉપર થી તારા આખા સમાજ ને ભરુવાડ ,ભડવીર નામ થી ઓળખાશે અને આખા જગત મા ખુબ કીર્તી પામશે અને વિશાળ વટવૃક્ષ તારા સમાજ નુ તૈયાર થશે ઈષ્ટદેવ કૃષ્ણ ની કૃપા સદાય બની રહે એવા આશીર્વાદ આપ્યા. વીર અણહીલે એની અસ્ત્ર શસ્ત્ર વિદ્યાઓ વનરાજ ને કરી બતાવી. વનરાજ રાજી ના રેડ થય ગયો એને જેવા બહાદુર યુવાન ની શોધ હતી એ પુરી થઈ વનરાજ બોલ્યો હે મિત્ર હુ આ પંચાસર રાજ્ય નો કુંવર છુ . પારકર ના ભુવડે મારુ રાજ્ય પડાવી લીધુ છે. નગર ના બેહાલ છે તુ મારી મદદ કરે તો આપણે એ રાજ્ય પાછુ મેળવવુ છે. અણહીલ બોલ્યો . મિત્ર હુ તારી સાથે જ છુ . મારો ધર્મ છે ખપી જવાનો હુ કૃષ્ણવંશી. વનરાજ અને અણહીલ બંન્ને યુદ્ધ ની તૈયારી કરવા લાગી ગયા. અણહીલે એના ભરુ ના દુધમલયા જુવાનડાઓ ને પણ તેડાવી લીધા હતા . તે દી પાંચ હજાર દુધમલ ભરવાડો ભુવડ સામે પડવા તૈયાર થયા હતા. અસ્ત્ર શસ્ત્ર તથા રુપિયા ચાંપરાજ વાણીયો પુરા પાડવા સહમત હતો. યુદ્ધ ની તૈયારીઓ થવા લાગી સેના અસ્ત્ર શસ્ત્ર થી સજ્જ થઈ ગઈ હતી. ત્યા શિલગુણશુરીએ હાકલ પાડી કે. હે આભિરો મને તમારી ઊપર માથા થી પાની સુધી વિશ્વાસ છે તમે પાછીપાની નહી કરો. ગ્વાલીનાથ ઈશ્વર તમારી સાથે છે. ફતેહ કરો. આમ પંચાસર ના રુપેણ ના કીનારા મા ભુવડ ની સેના અને વનરાજ ની ગોપ સેના વચ્ચે યુદ્ધ જામ્યું છે. એક એક કરતા ભુવડ ની સેના નો સફાયો બોલાવતા ગોપ ભરવાડો ભુવડ સુધી પહોચી જાય છે. ભુવડ ને ભાગતા ભૌ ઓછી પડે એમ ભુવડ એના દેશ મા પાછો ફરે છે. અને વનરાજ અને અણહીલ બંન્ને ને આનંદ સમાતો નથી.ભરુ સેનામા ઉલ્લાસ છે.વનરાજ ચાવડા નવું રાજ્ય પોતાના મિત્ર અણહીલ ને સોંપવા ની વાત કરે છે અણહીલ આભિર (ભરવાડ)કહે છે દોસ્ત હવે અમને રજા આપો અમે તો ગોપાલક છી અમારે ભરું જાવું પડસે અમે તો અમારી મીત્રતા ની ફરજ નીભાવી છે રાજ પાટ અમારે ના જોઈએ ત્યારે વનરાજ કહેછે દોસ્ત હવે તમારે અહીયા જ રહેવાનું છે તમારી માટે નવા રાજ્ય મા કોઈ જ પ્રકારનો ગૌધન ચરીયાણ વેરો લેવા મા નહી આવે

આમ પછી વનરાજ ચાવડા પોતાના મિત્ર અણહીલ આભિર(ભરવાડ)ને પાટણ નુ સેનાપતિ પદ સોંપે છે તથા ભરુ પ્રદેશ માથી પણ ભરુ આભિરો (ભરવાડો)ને પોતાના પ્રદેશ મા વસાવી સમૃદ્ધ કરેછે. 

અણહીલ પુર પાટણ જે હાલ નું પાટણ

આમ ભરવાડો નો રાજધર્મ પહેલા થી નિષ્ઠાવાન કર્તવ્ય બદ્ધ રહ્યો છે. GOPALAK BHARWAD (ચર્ચા) ૧૭:૦૮, ૧૭ ઓગસ્ટ ૨૦૨૦ (IST)[ઉત્તર]