સભ્યની ચર્ચા:Doc James
સ્વાગત!
[ફેરફાર કરો]પ્રિય Doc James, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!
- જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
- વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
- નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
- આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.
-- ધવલ સુ. વ્યાસચર્ચા/યોગદાન ૨૧:૦૪, ૬ મે ૨૦૧૪ (IST)
વિનંતિનો પ્રત્યુત્તર
[ફેરફાર કરો]પેરાસિટામોલ, જેને એસિટામિનોફેન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે તાવ અને દુખાવાની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી દવા છે.[૧][૨] તેનો ઉપયોગ સામાન્ય રીતે હળવાથી મધ્યમ દુખાવાની રાહત માટે થાય છે.[૧] બાળકોમાં તાવને દૂર કરવા માટે તેના ઉપયોગના મિશ્ર પુરાવા ઉપલબ્ધ છે. [૩][૪] તે ઘણીવાર અન્ય દવાઓ સાથે સંયોજનમાં વેચાય છે, જેમ કે શરદી માટે વપરાતી ઘણી દવાઓમાં.[૧] પેરાસિટામોલનો ઉપયોગ બહુ વધારે દુખાવા માટે પણ થાય છે, જેમ કે કેન્સરનો દુખાવો અને સર્જરી પછીનો દુખાવો, દુખાવાની દવા ઓપિઓઇડ સાથે સંયોજનમાં.[૫] તેનો ઉપયોગ સામાન્ય રીતે મોં દ્વારા અથવા ગુદામાં થાય છે, પરંતુ તે નસમાં ઈન્જેક્શન દ્વારા પણ આપવામાં આવે છે.[૧][૬] તેની અસર બે થી ચાર કલાક સુધી રહે છે.[૬][૧]
પેરાસિટામોલ સામાન્ય રીતે ભલામણ કરી હોય તેટલા ડોઝ જેટલી લેવી સલામત છે. [૧][૨] પુખ્ત વયના લોકો માટે ભલામણ કરાયેલ મહત્તમ દૈનિક માત્રા ત્રણથી ચાર ગ્રામ છે. [૩][૪][૨] વધુ માત્રાથી લીવર ફેઇલ થઈ જવા સહિત ઝેરી અસરો તરફ દોરી શકે છે. [૫] ત્વચા પર ગંભીર ફોલ્લીઓ ભાગ્યે જ થઈ શકે છે. [૫] ગર્ભાવસ્થા દરમિયાન અને સ્તનપાન કરતી વખતે તે સલામત ગણાય છે. [૫] લીવર સંબંધિત રોગ ધરાવતા લોકોમાં, તેનો ઉપયોગ હજુ પણ થઈ શકે છે, પરંતુ ઓછા ડોઝમાં.[૬] તેને હળવા દર્દ નિવારક તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. [૭] તેમાં નોંધપાત્ર બળતરા વિરોધી કાર્યક્ષમતા નથી. .[૮] તે કેવી રીતે કાર્ય કરે છે તે સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. [૮][૯][૧૦][૨]
પેરાસિટામોલ સૌપ્રથમ 1877માં બનાવવામાં આવી હતી.[૧] યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપ બંનેમાં દુખાવા અને તાવ માટે તે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી દવા છે.[૨] તે વિશ્વ આરોગ્ય સંસ્થાની આવશ્યક દવાઓની યાદીમાં શામેલ છે. [૩] પેરાસિટામોલ સામાન્ય (જેનરિક) દવા તરીકે ઉપલબ્ધ છે, જેમાં અન્ય બ્રાન્ડ નામોમાં ટાયલેનોલ અને પેનાડોલ સમાવેશ થાય છે.[૪] વિકાસશીલ દેશોમાં હોલસેલ કિંમત પ્રતિ ડોઝ 0.01 ડોલરથી ઓછી છે.[૫] યુનાઇટેડ સ્ટેટ્સમાં, તેની કિંમત પ્રતિ ડોઝ આશરે US $0.04 છે.[૬] 2017માં, તે યુનાઇટેડ સ્ટેટ્સમાં 25મી સૌથી વધુ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવેલી દવા હતી, જેમાં 24 મિલિયનથી વધુ પ્રિસ્ક્રિપ્શન હતા.[૭][૮][૩]
- ↑ Hochhauser, Daniel (2014). Cancer and its Management. John Wiley & Sons. પૃષ્ઠ 119. ISBN 9781118468715. મૂળ સંગ્રહિત માંથી 8 September 2017 પર સંગ્રહિત.
- ↑ Viswanathan AN, Feskanich D, Schernhammer ES, Hankinson SE (2008). "Aspirin, NSAID, and Acetaminophen Use and the Risk of Endometrial Cancer". Cancer Research. 68 (7): 2507–2513. doi:10.1158/0008-5472.CAN-07-6257. PMC 2857531. PMID 18381460.
- ↑ "Acetaminophen Drug Usage Statistics". ClinCalc. મૂળ સંગ્રહિત માંથી 12 April 2020 પર સંગ્રહિત. મેળવેલ 11 April 2020.