લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:Jpmansa

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

જય જય ગરવી ગુજરાત

[ફેરફાર કરો]

સ્વાગત

[ફેરફાર કરો]

સ્વાગત!

[ફેરફાર કરો]

પ્રિય Jpmansa, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--ધવલચર્ચા/યોગદાન ૨૨:૪૪, ૨૪ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)

યોગદાન અને નવા લેખો

[ફેરફાર કરો]

મિત્ર, આપ નવા નવા સભ્ય બન્યા છો એટલે યોગદાન કરવા માટે ઉત્સાહી હોવ તે માની શકાય તેમ છે, પરંતુ, કોઈ પણ જગ્યાએ યોગદાન કરવા માટે ત્યાંનાં નિતી નિયમોનું પાલન કરવું જરૂરી છે. જેમકે ગુજરાઅત સમાચાર, દિવ્ય ભાસ્કર કે સંદેશ આવા કોઈક વર્તમાન પત્રનાં પહેલા પાના ઉપર તમે ક્યારેય વાંચ્યું છે કે સલમાન ખાનની કુતરીએ આઠમી વખત ગલુડિયાને જન્મ આપ્યો? કે પછી કોઇ દિવસ પહેલા પાના પર સમાચારમાં એવું વાંચ્યું કે ખાડિયામાં રહેતો ધવલ નામનો શખ્શ વસ્ત્રાપુર રહેવા જતો રહ્યો કે દેશ છોડીને જતો રહ્યો? નહી ને? તો પછી વિકિપીડિયા કે જે એક માહિતિ કોષ છે ત્યાં તમે રત્નકલાકારોને મદદની અપીલ કરીને શું કરશો? કોણ વાંચશે તે અપીલ? આપને ખબર પણ છે કે વિકિપીડિયા શું છે? બ્લોગ, ઇ-મેલ, બીલ-બોર્ડ, અને એડ્વર્ટાઇઝમેન્ટની વેબ સાઈટો અને માહિતિ કોષની વચ્ચેનો ભેદ પારખો અને અહિં યોગદાન કરતાં પહેલાં અહિંનાં અન્ય લેખો જોઈ જુઓ જેથી માહિતિ મળે કે શું લખવું અને શું ના લખવું. અપિલો કરવા માટે છાપાઓમાં કે પછી બ્લૉગ્સમાં લખો.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૫૩, ૨૪ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)

રત્નકલાકારો વિષે કેમ કાઢી નાંખ્યુ

[ફેરફાર કરો]

મિત્ર Lpmansa, આપના પ્રશ્ન "રત્નકલાકારો વિષે કેમ કાઢી નાંખ્યુ?" નો ઉત્તર મેં પહેલેથી જ તમને આપી દીધો છે, આ સંદેશાની ઉપરનો સંદેશો વાંચી જાઓ પછી કહેજો. બીજી વાત એ કે, કોઈ પણ સભ્યને સંદેશો લખવો હોય તો તેની ચર્ચાનાં પાના પર લખવો, નહિ કે તેના સભ્યનાં પાના (મારા વિષે) પર. તમે કહ્યું છે કે હું વિદેશમાં રહું છું માટે રત્નકલાકારોની તકલીફ વિષે મને શું ખ્યાલ હોય, તો તમને જણાવી દઉં કે જે દેશમાં હું રહું છું ત્યાં પણ અનેક લોકો બે રોજગાર થઈ રહ્યાં છે, અને ગઈ કાલે જ સમાચારમાં વાંચ્યું કે અમેરિકાનાં કેલિફોર્નિયા રાજ્યનં કોઈક શહેરમાં એક વ્યક્તિએ તેનાં પાંચ સંતાનોને ગોળી મારીને મારી નાંખ્યા અને પછી પોતાની પત્ની અને પોતાની જાતને ગોળી મારીને આપઘાત અક્રી દીધો, ખબર છે કેમ? કેમકે તેને અને તેની પત્નીને બંનેને નોકરીમાંથી આ મંદીને કારણે છુટા કરવામાં આવ્યાં હતાં, અને છેલ્લા મહિનામાં કેલિફોર્નિયામાં આ ત્રીજો સામુહિક આપઘાતનો કિસ્સો છે. આ તમને જણાવવાનું એટલા માટે કે હાલની પરિસ્થિતિમાંાપણો દેશ હોય કે વિદેશ, દરેક જગ્યાએ હાલત એક સરખી છે, પરંતુ, એ બધી સમસ્યાઓ સામે અપિલ કરવા માટેનું આ માધ્યમ નથી. કદાચ હવે તમે સમજી શકશો, જો હજુ ના સમજી શકો તો જણાવજો --ધવલચર્ચા/યોગદાન ૧૩:૦૦, ૨૯ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)