સભ્યની ચર્ચા:Kutchipatel

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત[ફેરફાર કરો]

સ્વાગત![ફેરફાર કરો]

ભાઈશ્રી Kutchipatel, સુપ્રભાત, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--ધવલચર્ચા/યોગદાન ૦૯:૨૦, ૧૦ મે ૨૦૧૦ (UTC)

Satpanth અને સતપંથ[ફેરફાર કરો]

મિત્ર, આપે બનાવેલો લેખ Satpanthમેં સતપંથ કરીને ખસેડ્યો છે, કારણકે આ ગુજરાતી વિકિપીડિયા છે, માટે અહીં લેખો અને તેનાં શિર્ષકો ગુજરાતીમાં હોય તે વધુ યોગ્ય છે. આપણે ઇલેક્ટ્રોનિક્સનાં શૉ-રૂમમાં જઈને ક્યારેય ૫૦૦ ગ્રામ મગની દાળ માંગીએ છીએ? નહીને? તો એ જ રીતે ગુજરાતી વિકિપીડિયામાં લખાતા લેખોનું શિર્ષક અંગ્રેજીમાં હોય તો તે લેખ કોઈને ક્યારેય નહી જડે. જો આપે અંગ્રેજી શિર્ષક હોઠળ લેખ લખવો હોય તો અંગ્રેજી વિકિપીડિયામાં જઈને ત્યાં લખી શકો છો. વધુમાં મેં ઉપર લખેલા સ્વાગત સંદેશાને બરોબર વાંચી જુઓ અને તેમાં આપેલી કડીઓની મુલાકાત લઈ જુઓ, જેથી આપને લખવું સરળ બનશે, અને તેમાં વધુ ભુલો નહી નીકળે.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૫૭, ૧૧ મે ૨૦૧૦ (UTC)

ભાઇશ્રી, છેલ્લા મહિનામાં આપે આ શીર્ષકનો લેખ લખ્યો હતો, જેનું અંગ્રેજી નામ બદલીને ગુજરાતી નામ કર્યું હતું. ગુજરાતી વિકિમાં સતપંથ લેખ હોવા છ્તાં, તમે આ વાત થોડા દિવસોમાં જ બાજુ પર મુકી ફરી એક વાર અંગ્રેજી શીર્ષક સાથેનો લેખ બનાવી દીધો. હવે ફરી આવું કરશો નહીં, કેમ કે ભુલ એક વાર જ થાય, ફરી ફરી ન થવી જોઇએ. --સતિષચંદ્ર ૧૩:૩૩, ૩૦ મે ૨૦૧૦ (UTC)

સતીશચંદ્રજી ગુજરાતી વિકિપેડિયા ને જયારે ઇન્ટરનેટ બ્રોવ્જેર માં gu.wikipedia.org/સત્પંથ લખવું હોય તો લખી શકાતું નથી એટલે હું એને ઈંગ્લીશ માં satpanth લખું છું તો આના વિષય માં ઉચિત માર્ગ દર્શન આપવા વિનંતી
મિત્ર, જો આપ માઇક્રોસોફ્ટનું IME આપના કમ્પ્યૂટરમાં ઇન્સ્ટોલ કરશો, તો આપ બ્રાઉઝરમાં gu.wikipedia.org/સતપંથ લખી શકશો, અને મેં ઉપરના સંદેશામાં લખ્યું છે, તેમ જો આપ સ્વાગત સંદેશાને ધ્યાનથી વાંચશો તો તેમાંથી આપને શરૂઆતમાં જરૂરી બધું જ માર્ગદર્શન મળી રહેશે. તમારે સતપંથ લેખ પર જવા માટે બ્રાઉઝરમાં સીધું જ તે ટાઈપ કરવાની જરૂર નથી, તે સિવાયનાં ઘણા રસ્તા છે, એક તો એ કે ઉપર સર્ચ બોક્સમાં તમે સતપંથ તેમ ટાઈપ કરશો અને પછી એન્ટર મારશો તો તમે આપોઆપ તે લેખ પર પહોંચી જશો. માટે જ ફરી એક વખત આપને જણાવું છું કે સ્વાગત સંદેશો જરા ધ્યાનથી વાંચો અને તેમાં આપેલી સુચનાઓનો અમલ કરો તો કામ ઘણું સહેલું થઈ જશે.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૩૦, ૬ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

પ્રકાશન અધિકાર[ફેરફાર કરો]

ભાઇશ્રી પટેલ, આપ સતપંથ લેખ બનાવો છો, જે અત્યંત સારી બાબત છે, પરંતુ એમાં પ્રકાશન અધિકાર જાળવવા આપણે જાતે માહિતી લખીએ, એ જરુરી છે. કોઇપણ બ્લોગ કે સાઇટ પરના લખાણને અહીં નકલ કરવાથી પ્રકાશન અધિકારનો ભંગ થાય છે. આવું લખાણ રદ કરવાની અહીંના ઉપરીઓને ફરજ પડે છે. આપને વિનંતી છે કે આપ આ લેખને વ્યવસ્થિત રીતે ફરી લખશો કે જેથી નકલ જેવું ના લાગે. આપનું લખાણ અહીંથી સીધી નકલ કરી લખવામાં આવેલું છે.--સતિષચંદ્ર ૦૮:૧૪, ૨ જુલાઇ ૨૦૧૦ (UTC)