સભ્યની ચર્ચા:Naimisar
સ્વાગત
[ફેરફાર કરો]સ્વાગત!
[ફેરફાર કરો]પ્રિય Naimisar, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!
- જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
- વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
- નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
- આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.
--ધવલચર્ચા/યોગદાન ૧૩:૪૮, ૮ સપ્ટેમ્બર ૨૦૦૮ (UTC)
જાહેરાત ન કરો
[ફેરફાર કરો]મિત્ર, આપ વિકિમાં યોગદાન કરી રહ્યાં છો તે આનંદની વાત છે, પરંતુ, આ રીતે દરેક પાના ઉપર બહોળા ઉપયોગની વેબસાઇટની માહિતિ ઉમેરવી તે જાહેરાત ગણાય, અને તે વિકિની નિતિ વિરૂદ્ધ છે. યાહુ, ગુગલ, એમએસએન, વગેરે પણ દરેક જીલ્લા અને તાલુકા તથા ગામો વિષે કંઇક ને કંઇક માહિતિ હોય જ છે, પરંતુ દરેક પાના ઉપર આપને તેની કડી જોવા નહી મળે, ભવિષ્યમાં આ વાતનું ધ્યાન રાખજો.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૪૬, ૯ ઓકટોબર ૨૦૦૮ (UTC)
- આજે ફરીથી મારે તમે બનાવેલું પાનુ 'વિથી' હટાવવું પડ્યું છે, તમને અગાઉ પણ વિનંતિ કરી હતી કે અહિં જાહેરાત ના કરશો. આ વખતે ચેતવણી આપુ છું, જો ફરી વખત આમ કરશો તો તમારી ઉપર પ્રતિબંઘ મુકવામાં આવશે. તમારી વેબસાઈટની જાહેરાત અન્ય માધ્યમોમાં કરો, વર્તમાન પત્રોમાં કરો અને જરૂર પડેતો સર્ચ એન્જીનમાં સબમીટ કરો, પરંતુ વિકિને બક્ષી દો સાહેબ.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૪૬, ૧ મે ૨૦૦૯ (UTC)
Advertising is Spamming
[ફેરફાર કરો]મિત્ર, આપને અગાઉ ઘણી વખત ચેતવણીઓ આપવામાં આવી છે કે ાન્ય વેબસાઈટોની જાહેરાત અહિં ના કરો, આપે ાઅ ચર્ચાનું પાનું પણ કોરૂ કરી નાંખ્યુ હતું, જે ખરેખર વિકિની નીતિ વિરુદ્ધ છે. આ અંતિમ ચેતવણી આપું છું, જો આ સંદેશો કે ઉપરની ચેતવણી અહિંથી હટાવશો, કે અન્ય કોઈ જગ્યાએ ફરી થી વિથીની જાહેરાત કરશો, તો તમારી ઉપર તુરંત જ પ્રતિબંધ મુકી દેવામાં આવશે. તમે પોર્ટલ બનાવ્યાની વાત કરો છો અને વેબનિ દુનિયાનાં નિયમોની તમને જાણ નથી? તમારા પોર્ટલની જાહેરાત ક્યાં કરવી અને ક્યાં ના કરવી તેનું તમને ભાન નથી? વિકિમાં માહિતિ મેળવવા આવનાર કોઈને પણ તમારી જાહેરાતોમાં રસ નથી, કૃપા કરી આવા મફતનાં માધ્યમો શોધવાને બદલે કોઇક યોગ્ય જગ્યાએ થોડા પૈસા અને સમય ખર્ચીને જાહેરાત કરશો તો તે લેખે લાગશે.--ધવલચર્ચા/યોગદાન ૦૮:૧૭, ૧૪ મે ૨૦૦૯ (UTC)
જાગીર
[ફેરફાર કરો]Naimisar (ભાઈશ્રી/બહેનશ્રી), જય માતાજી...સીતારામ...
વિકિપીડીયા એ અત્યાર સુધીતો કોઈનાં બાપની જાગીર હતી નહીં અને છે પણ નહીં. અને જો તમારે જાગીર બનાવવી હોય તો કહો ? જેથી આપણે આગળ ચર્ચા કરીએ. તમોએ ધવલભાઈને સંદેશમાં લખ્યુ છે કે, વિકિપીડીયા એ માત્ર આપની જાગીર નથી, જે રીતે આપના દ્વ્રારા મનસ્વીપણું બતાવવામાં આવે છે એ ખરેખર ધિકારને પાત્ર છે. આવા શબ્દો આપણે કોના માટે વાપરી શકીએ તે તમોને ખ્યાલ છે ? વિકિપીડીયા માં ધવલભાઈ પ્રબંધક છે, જેથી તેઓની ફરજ બને છે કે વિકિપીડિયાની નીતિ વિરુધ્ધ કોઈપણ લખાણ દુર કરવું. આ ઉપરાંત તેઓ કોઈપણ સભ્યનાં યોગદાનને તરત જ દુર નથી કરતા પરંતુ યોગદાન કરેલ સભ્ય સાથે તે બાબતે ચર્ચા કરે છે, જે તમારી સાથે પણ એક કરતા વધારે વાર ચર્ચા કરેલ છે. તમે તો વેબદુનિયા સાથે જોડાયેલ છો, એટલે તમોને તો પ્રકાશનાધિકાર નાં નિયમોની સારી રીતે માહિતી હશે જ, તો શા માટે આ બધું ? તમારા સભ્યપદ પર અત્યારે પ્રતિબંધ છે જેથી તમે વગર પ્રવેશે ડાયરેકટ જ ધવલભાઈ સાથે ચર્ચા કરીને અડચણ ઊભી કરો છો. શું તમે એવુ માનો છો કે આવુ તોછડુ વર્તન કરીને વિકિને તમારી જાગીર બનાવી શકશો ?
તમોને ખાસ જણાવવાનું કે આપણે ગુજરાતી છીએ, આપણા સંસ્કારોની દુનિયા આખી કદર કરે છે. અને તમે વિદેશમાં વસતા આપણા જ એક ગુજરાતી ભાઈની સાથે આવા શબ્દો વાપરો તે યોગ્ય ન કહેવાય. બાકી તમને બીજો કાંઈ દુ:ખાવો હોય તો તે કહોને, એટલે તેનું નિરાકરણ કરીએ. તમારી પોતાની વેબસાઈટોની જાહેરાત કરવા કરતા, વિકિમાં માહિતીસભર અને સુંદર લેખો લખો તો અમને પણ આનંદ થશે. અને તમારો થોડો વધારે પરિચય આપો જેથી તમારી સાથે વધારે ચર્ચા કરી શકીએ. જય માતાજી...આભાર....--જીતેન્દ્રસિંહ ૦૫:૧૪, ૭ જૂન ૨૦૦૯ (UTC)