સભ્યની ચર્ચા:Parikshit

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ભાઇ પધારો.... તમારી સર્જનાત્મક વૃત્તિથી વિકિપીડિયાને લાભ આપો (મને નહિં). :-) થોડા લેખોના અનુવાદમા મદદ કરજો.... ખાસ કરી ને સત્વરે જર્મન ભાષા વિશે લેખ બનાવવાનો વિચાર છે... સીતારામ --મહર્ષિ --Maharshi675 ૧૫:૨૦, ૧૨ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)

સ્વાગત[ફેરફાર કરો]

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય Parikshit, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--ધવલચર્ચા/યોગદાન ૧૨:૪૩, ૧૩ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)

ચેતવણી[ફેરફાર કરો]

મિત્ર પરિક્ષિત, આપ અહિં સભ્ય બન્યા છો તો કૃપા કરીને સભ્યતાથી વર્તશો. આપને યોગદાન કર॑વાની છૂટ છે, પરંતુ ભાંગફોડિયા પ્રવૃત્તિ (Vandalism) નું ફક્ત એક જ પરિણામ હશે, આપનાં ઉપર પ્રતિબંધ. કોઈ પણ સભ્યનું પાનું તેના પોતાના દ્વારા બનાવવામાં આવતું અને તેના પોતાના જ દ્વારા મેઇન્ટેન થતું પાનું છે. તમારા ઘરમાં વગર પરવાનગીએ ઘુસી જઈને કોઇક તમારા બેડરૂમનાં પલંગ પર પાથરેલી ચાદર ઉપાડીને તેના બદલે પોતાની સાથે લાવેલ ધઊંનાં ખાલી કોથળા કે કંતાન પાથરી જાયતો તેને તમે શું કહેશો? આપે મહર્ષિભાઈનાં પાના પર જે ફેરફારો કર્યા છે તે આના કરતાં પણ વધુ ગંભિર છે, આ વખતે આપને ફક્ત ચેતવણી આપું છું, પરંતુ ફરી વખત આખા વિકિમાં જો ક્યાંય પણ એલફેલ ફેરફારો કર્યા છે, તો હંમેશા માતે વિકિપીડિયાને ભૂલી જશો.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૨૦, ૧૫ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)

પરિક્ષિતભાઈ, આપના સંદેશાના મુદ્દાવાર જવાબો નીચે આપું છું, વાંધો હોય તો ચર્ચા કરશો, અને હા, કોઈ પણ સભ્યની ચર્ચામાં લખેલા સંદેશાને અંતે તમારી સહી કરશો, સહી કરવા માટે --~~~~ ટાઇપ કરવાથી સહી આપોઆપ ઉમેરાઇ જશે, અથવા ઉપર આપેલા આઇકન્સમાંથી સહીની નિશાનીવાળાઆઇકન પર ક્લિક કરવાથી પણ સહી આપોઆપ ઉમેરાઇ જશે, આમ કરવાથી સામે વાળી વ્યક્તિને તેમ જાણવામાં મદદ મળશે કે સંદેશો કોણે અને ક્યારે લખ્યો છે અને તેનો સંપર્ક પણ સહેલાઇથી કરી શકશે... હવે આપના જવાબો:

"આ વખતે આપને ફક્ત ચેતવણી આપું છું, પરંતુ ફરી વખત આખા વિકિમાં જો ક્યાંય પણ એલફેલ ફેરફારો કર્યા છે, તો હંમેશા માતે વિકિપીડિયાને ભૂલી જશો" - તમે તો ભાઈ એવી વાત કરો છો કે વિકિ તમે બનાવ્યુ છે!

  • વિકિ મેં નથી બનાવ્યું પણ અહીં થતી પ્રવૃત્તિઓ પર નજર રાખવી અને વિકિની નિતીઓને અનુસરવી તથા સભ્યોનું તે તરફ ધ્યાન દોરવું તે મારી ફરજ છે.

પહેલા તમારી કોમેન્ત્ વાચો. "સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધું સારૂં રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો"

  • આપે કદાચ તે કોમેન્ટ બરાબર વાંચી નથી લાગતી, અને વાંચી હોય તો તેને સમજી નથી શક્યા, "આપનો પરિચય અહીં મારા વિષેમાં"નો અર્થ શું થાય? તમે અન્ય સભ્યનાં પાના પર કરેલો ફેરફાર શું આપનો પરિચય હતો? અને શું તે પાનું મેં લખેલા સંદેશામાં આપેલી લિંકમાંથીખુલ્યું હતું?

અને બીજી વાત કે જો ફેરફાર મા જો વાધો હો તો સભ્ય મને વાત કરે તમારે ચેતવણી આપવાની જરુર(હક) નથી.

  • ના, જરૂર નથી કે તે સભ્ય જ આપને સંપર્ક કરી શકે, મારે તમને ચેતવણી આપવાની જરૂર હતી (અને છે) અને હક્ક પણ હતો (અને છે).

અને હા જો ભાંગફોડિયા પ્રવૃત્તિ મા મને રસ હોય તો તમે શુ કોઇ નહિ રોકિ શકે મને!

  • આપની ભૂલ થાય છે, ફરી એક વખત આ વાક્ય ઉપર વિચાર કરી જુઓ, અને તેને અમલમાં મુકશો નહી.
આપની તકલિફોની ચર્ચા કરશો તો વધુ આનંદ થશે અને તેનું કાંઇક ફળરૂપ નિરાકરણ આવી શકશે. વિકિપીડિયા અત્યારે જે હાલતમાં છે તે સહુનાં હકારાત્મક સહકારથી જ શક્ય બન્યું છે, માટે આપ પણ આપનો સહકાર આપશો અને હકારાત્મક અભિગમ વાપરશો તો સહુને લાભ થશે.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૧૦, ૧૭ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)



ભાઇ પરિક્ષિત! ખરેખર ભૂલ મારી છે કારણકે મેં લખેલો સંદેશ તમારી સર્જનાત્મક વૃત્તિથી વિકિપીડિયાને લાભ આપો (મને નહિં). એવું જણાવે છે કે હું તમને એવું કહેવા માંગુ છું કે તમે ભાંગફોડિયા પ્રવૃત્તિ ન કરો. આવું લખવા નો ઇરાદો મારો નહોતો. પરંતુ ધવલ ભાઇએ એટલા માટે તમને લખ્યું કારણ કે તેઓ અહીં પ્રબંધક છે માટે કડવું લખવું એ તેમના હક અને ફરજ બન્ને ના કાર્યક્ષેત્ર માં આવે છે. રહી વાત રોકવાની (કે રોકિ શકવાની), તો કદાચ તમારી વાત સાચી છે કે ઘણા બધા Users અથવા IP Address બનાવીને ઘણું બધુ કરી શકાય પરંતુ આપણો હેતું આપણા બધાની માતૃભાષા ગુજરાતી ને સમૃદ્ધ બનાવાનો છે જે તમે પણ ઇચ્છો છો.
ધવલ ભાઇ, હું પરિક્ષિતભાઇ ને સારી રીતે ઓળખુ છું અને તેઓ ભાંગફોડિયા પ્રવૃત્તિ ન જ કરે એવો મારો દ્રઢ મત છે. તમણે મજાક કરેલી અને મારો સંદેશો ગેરમાર્ગે દોરી જનાર નિવડ્યો તો હું તમારા બન્નેની માફી માગું છું અને બધી કડવાટો ભૂલીને પરિક્ષિત અહિં તેમનું યોગદાન આપે એવી અપેક્ષા સહઃ મહર્ષિ Maharshi675 ૧૨:૨૨, ૧૭ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)
મહર્ષિભાઇ, ચોખવટ કરવા બદલ આભાર, તમારા મિત્રો ક્યારેય ભાંગફોડિયા પ્રવૃત્તિ ન જ કરે તે વાત સાથે હું પણ સહમત થાઉં છું, માફ કરશો, જો મેં તમારા મિત્રનું દિલ દુભાવ્યું હોય તો તે બદલ ક્ષમા ચાહું છું. અને તમારે માફી માંગવાની કોઇ જરૂર નથી. મને ખબર નહોતી કે પરિક્ષિત તમારા પરિચયમાં છે અને તમારી સાથે મજાક કરવા તેમણે ફેરફારો કર્યા હશે, મને લાગ્યું કે તમે આમે રહ્યાં ગાંધીવાદી માણસ માટે તમે તમારી સતામણી સામે પણ અવાજ નહી ઉઠાવો, માટે મેં દોઢ ડાહ્યા થઇને પરિક્ષિતને ચેતવણી આપી, પણ મને શી ખબર કે આ તો બધી ઘરની જ વાત હતી. પણ આ તમારા મિત્ર પરિક્ષિતની સાથે ઝઘડવાની મજા આવે તેવા માણસ લાગે છે.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૩૧, ૧૭ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)


મારી ભૂલ એટલી કે મેં બે દિવસમાં અહિં પરિક્ષિતની ચર્ચાનો સંદેશનો વાંચ્યો અને બીજી ભૂલ એ કે મેં લખેલા સંદેશમા રહેલા "smily" થી મજાક અભિવ્યક્ત પણ નો થઇ શક્યો :-) સીતારામ --મહર્ષિ Maharshi675 ૧૨:૫૧, ૧૭ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)