સભ્યની ચર્ચા:Sanjay kumar

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય Sanjay kumar, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

 • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
 • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
 • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
 • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
 • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
 • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
 • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
 • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
 • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
 • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
 • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- ધવલ સુ. વ્યાસચર્ચા/યોગદાન ૦૨:૨૯, ૩ જૂન ૨૦૧૩ (IST)

સ્વાગત[ફેરફાર કરો]

સંજયભાઇ, વિકિપીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. આપે સુઝાતા ત્રિવેદી નામે લેખ બનાવીને આપનું યોગદાન આપ્યું છે. આ સંદર્ભે જણાવવાનું કે, ગુજરાતી વિકિમાં જે લેખો મૂકવામાં આવે છે તે ગુજરાતી મૂળાક્ષરોમાં જ લખીને મૂકવામાં આવે છે. આપે જે લેખ બનાવ્યો છે તે અંગ્રેજીમાં છે. જો કે તેનું ભાષાંતર કરી શકાય છે અને આ કાર્યમાં આપને બીજા સભ્યો પણ મદદ કરશે. આપને ગુજરાતીમાં લખવા માટે કોઇ મદદની આવશ્યક્તા હોય તો ઉપર આપને જે સ્વાગત સંદેશ મળ્યો છે તેમાં એક આ અંગેની એક લિંક છે, તે જોઇ જશો. અન્ય કોઇ મદદની જરૂર હોય તો નિઃસંકોચ મારા કે અન્ય કોઇ પણ સભ્યના ચર્ચાના પાના પર લખશો. બીજું કે આપ લખતા પહેલા વિકિનો નીતિ વિષ્યક લેખ પણ વાંચી જાઓ તો આપને તેમાંથી શું લખવું , કેવી રીતે લખવું અને શું ન લખવું તેની જાણકારી મળી રહેશે. આપે આ જે સુઝાતા ત્રિવેદી વિષે લેખ મૂક્યો છે તે લખાણ ક્યાંથી લીધું છે ? અહીં કૉપીરાઇટનો ભંગ થાય એવું લખાણ મૂકવામાં આવતું નથી. હા, તેમાં શાબ્દિક ફેરફાર કરીને લઈ શકાય છે. તેથી મેં હાલ પૂરતી એમાં ડીલિટ ટેગ મૂકી છે, આપ એ લખાણને સુધારશો તેવી અપેક્ષા. આપને કંઇ પણ મદદની જરૂર હોય તો મને કે ઉપરના સ્વાગત સંદેશમાં જેમની સહી છે તેમને કે અન્ય કોઇ પણ જૂના સભ્યને લખી શકો છો. તેમજ આપ સામૂહિક ચર્ચાના પાના ચોતરો ઉપર પણ લખી શકો છે. તેની લિંક પણ ઉપરના સ્વાગત સંદેશમાં આપી છે.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૦:૪૯, ૩ જૂન ૨૦૧૩ (IST)