સભ્યની ચર્ચા:Tap11in

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત[ફેરફાર કરો]

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય Tap11in, સુપ્રભાત, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--ધવલચર્ચા/યોગદાન ૨૧:૦૦, ૨૪ મે ૨૦૦૯ (UTC)

ચાઇનીઝ વાસ્તુ અને વાસ્તુશાસ્ત્[ફેરફાર કરો]

મિત્ર, આપ સભ્ય બનતાની સાથે જ યોગદાન કરવા માંડ્યા તે વાતની ખુબ ખુશી છે. આશા છે કે આપનો આવો ઉત્સાહ હંમેશા ટકી રહે અને વિકિને તેનો ફાયદો થાય. અમારા (હવે આપણા) વિકિનાં અમુક નિયમિત યોગદાન કરનાર અને ખુબજ અનુભવી મિત્રો અશોક મોઢવાડીયા, સતિષચંદ્ર, સુશાંત સાવલા, જીતેન્દ્રસિંહ અને મહર્ષિ મહેતા વિગેરેની હરોળમાં તમને પણ એક દિવસ જોવાની આશા બંધાઇ છે. આપે તાજેતરમાં કરેલા ઉપરોક્ત લેખ વિષે જણાવવાનું કે ના ચાહતા પણ મારે તેને અહીંથી દૂર કરવો પડ્યો છે, જેની પાછળ અનેક કારણો રહેલા છે. પ્રથમ અને સહુથી મોટું કારણ એ કે, તે લેખનું ઘણું બધું લખાણ (આમતો બધુ જ લખાણ) અન્ય એવી વેબસાઈટમાંથી બેઠે બેઠું અહીં મુકવામાં આવ્યું હતું કે જે પ્રકાશનાધિકાર (Copyright)થી સુરક્ષિત છે. તે લખાણ યાહુ ગુજરાતી/વેબદુનિયામાંથી લેવામાં આવ્યું હતું. વિકિપીડિયામાં અન્ય કોઈ પણ જગ્યાએથી પ્રકાશનાધિકાર દ્વારા સુરક્ષિત સાહિત્ય પ્રકાશિત ના કરી શકાય. અને જો અન્ય વેબસાઇટ પ્રકાશનાધિકારથી સુરક્ષિત ના પણ હોય, તો પણ જે માહિતિ અન્ય કોઈક જગ્યાએ છે, તેને બેઠે બેઠી અહીં મુકવાથી શું ફાયદો? આ ઉપરાંત આ લેખ, વિકિની શૈલી પ્રમાણે નહોતો લખાયેલો, અને તેનું શિર્ષક પણ યોગ્ય નહોતું. મારી આપને વિનંતિ છે કે આગળ યોગદાન કરતા પહેલા જો આપ અન્ય લેખો જોઇ જુઓ તો ઘણુ સારૂં, થોડા ઘણા લેખો જોવાથી તમને જાણ થશે કે અહિં કેવી રીતે લેખો લખાય છે, તેનું શિર્ષક સાચી જોડણી વાળું હોવું પણ આવશ્યક છે. આપ ચાહોતો આ લેખ પુનઃ શરૂ કરી શકો છો, પરંતુ તેને મૌલિક રીતે લખો, અને જે જગ્યાએથી તમે માહિતિ લીધી છે તેનો સંદર્ભ આપવાથી વાંચકને વધુ માહિતિ જોઇતી હોય તો તે ત્યાં જઈને મેળવી શકે. આશા છે કે આપ થોડો અભ્યાસ કર્યા પછીજ આગળ યોગદાન કરશો અને મારી આ વાતનો અવળો અર્થ ન કાઢતાં, આપનું રચનાત્મક યોગદાન ચાલુ રાખશો.

આરોગ્ય-દેશી ઉપચાર[ફેરફાર કરો]

ઉપરના સંદેશાની જેમ જ આ સંદેશો પણ આપના લખેલા લેખ [આરોગ્ય-દેશી ઉપચાર]ને દૂર કરવા વિષે છે. આ વખતે તે માહિતિ [ગુજરાતી વેબદુનિયા] પરથી લેવામાં આવી હતી. આ ઉપરાંત, વિકિપીડિયા માહિતિકોષ છે, કોઇ બ્લોગ નથી, અહીં જે તે વિષય અંતર્ગત માહિતિ લખવામાં આવે છે, નહી કે ઘરગથ્થુ ઉપચારો કે એવા અન્ય કિમિયાઓ. ભવિષ્યમાં આવું યોગદાન અહીં ના કરશો અને ફરી એક વખત વિનંતિ કે પહેલા થોડો અભ્યાસ કરી લો પછી લેખો લખવાનું કે લખેલા લેખોમાં વધુ માહિતિ ઉમેરવાનું શરૂ કરો.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૨૧, ૨૪ મે ૨૦૦૯ (UTC)