લખાણ પર જાઓ

સભ્ય:Alishank

વિકિપીડિયામાંથી
સભ્ય પાનું: Wikipedia સભ્ય પાનું છે, અને વિકિપીડિયાનો લેખ નથી. જો તમે આ પાનું Wikipedia, સિવાય કોઇ અન્ય જગ્યાએ જોતા હશો તો, તે તેની નકલ હશે. તે કદાચ જૂની આવૃત્તિ પણ હોઇ શકે છે. સભ્ય પાનાંને વિકિપીડિયા કે તેના અન્ય કોઇ પ્રકલ્પો સાથે Wikipedia સિવાય કોઇ સંબંધ નથી. આ પાનાંની મૂળ આવૃત્તિ https://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF:Alishank પર જોવા મળશે.


નમસ્કાર મિત્રો, હુ હસન અલી તાલીબ અલી ખરોડીયા અલીશાન તરીકે ઓળખાવ છુ. મને વિકિપીડિયા એટલા માટે ગમવા લાગ્યુ કે હુ છેલ્લા આઠ વર્ષથી એક સાયબર કાફે ચલાવુ છુ. તો ત્યાં સ્કૂલમાંથી વિધાર્થીઓ પોતાને મળતા જુદા જુદા પ્રોજેક્ટ માટે માહિતી કઢાવવા આવતા હતા. તો એ માહિતી જયારે ગુગલ માં સર્ચ કરવામાં આવે તો ત્યાંથી મને વિકિપીડિયા પેજ જોવા મળતું.

ત્યાર બાદ ક્રમશઃ આ કામ ચાલતું પછી તો હું ડાયરેક્ટ વિકિપીડિયા માં જ સર્ચ કરતો। મજાતો ત્યારે આવતી જયારે કોઈ દિવસ કોઈ કવિનું નામ સાંભળ્યુંજ ના હોય તેવા કવિની પણ માહિતી અહીંથી મળી જતી હતી. એટલા માટે હવે મેં વિચાર્યું કે મારે પણ વિકિપીડિયા પેજ બનાવીને આવી રીતે યોગદાન આપવું છે.

અહીં હું વિકિપીડિયા પર પાનું બનાવું છું જો આમ મારી કોઈ ભૂલ હોય તો જે પણ સિનિયર સભ્ય આ પાનાને જોતા હોય તેવો મને જણાવશો કે આમાં હું શું સુધારા વધારા કરી શકું. 

મારા શોખ વિશે

હું છેલ્લા બે વર્ષથી વિધાર્થીઓ માટે સરકારી ભરતી તેમજ તેની પરીક્ષાની તૈયારી કરવા માટે વેબસાઈટ ચલાવી રહ્યો છું. તે તેમાં લગભગ ત્રણ હજાર જેટલા વિધાર્થીઓ તેનો લાભ લઇ રહ્યા છે. જો મને અહીં માન્યતા આપવામાં આવશે તો હું એ વેબસાઈટ નું પાનું પણ બનાવીશ જેથી હજુ પણ ઘણા બધા વિધાર્થીઓ સુધી આ માહિતી પહોંચી શકે.

આમતો હું કોમર્સ નો વિધાર્થી છું પણ મને કોમ્પ્યુટર લાઈન બહુ પસંદ છે માટે હું અત્યારે વેબસાઈટ ડેવલોપમેન્ટ ઉપર પણ કામ કરું છું. તો અહીં મારો મુખ્ય આશય વધુ ને વધુ વિધાર્થીઓને સરકારી પરીક્ષાની માહિતી અને તે પરીક્ષા પાસ કરવા માટે જુદી જુદી શિક્ષણ સામગ્રી પહોંચાડવાનો છે. તો હું ફરી વાર કહું કે જે સિનિયર સભ્ય છે તે મને આ મારી વેબસાઈટ નું પેજ કઈ રીતે બનાવવું તેની માહિતી આપો તો આપણે વિધાર્થીઓને મદદરૂપ થઇ ને વિકિપીડિયાનો ઉદ્દેશ પૂરો કરીએ.