લખાણ પર જાઓ

સભ્ય:Amvaishnav

વિકિપીડિયામાંથી

૩૮ વર્ષની એન્જીનીયરીંગ ઉદ્યોગની વ્યાવસાયિક સંચાલનની કારકીર્દીની પહેલી ઇનિંગ્સ પુરી કર્યા બાદ, જીવનની મારી આ બીજી ઇનિંગ્સમાં મને 'પસંદ' હોય તેવી પ્રવૃતિઓને પ્રધાન્ય આપવાનું નક્કી કર્યું છે.

જે પૈકી ગુજરાતી વિકિ-વિશ્વ સાથે મારી વધારે ઓળખાણ વિકિસ્ત્રોતની ગુજરાતી સાહિત્યનાં ડીજીટાઇઝેશનની પ્રવૃતિમાં વધારે સક્રિય થવાથી થઇ.

વિકિ માધ્યમોની મદદથી,તેમના વ્યક્તિગત વ્યાવસાયિક રોકાણો ઉપરાંત, યુવા સ્વયંસેવકો જે નિષ્ઠા, લગન અને ઉત્સાહથી ગુજરાતી ભાષાને ભવિષયની પેઢી સુધી લઇ જવાનો જે યજ્ઞ આરંભ્યો છે તે ખરેખર સ્તુત્ય છે.

આશા કરીએ કે જે કોઇ પણઅંગ્રેજી વિકિ માધ્યમોથી પરિચિત ગુજરાતી ભાષી વ્યક્તિ ગુજરાતી વિકિને વધારે અને વધારે પ્રચલિત અને સમૃધ્ધ કરવામાં તેમનું યોગદાન આપે.


મારા વિશે અન્ય માહિતિ મારા લિન્કંડ ઇનના પ્રોફાઇલમાં - in.linkedin.com/pub/ashok-vaishnav/30/62a/62a - જોઇ શકાશે.