લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:Amvaishnav

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત!

[ફેરફાર કરો]

ભાઈશ્રી Amvaishnav, કેમ છો?, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૧:૩૫, ૨૮ ઓગસ્ટ ૨૦૧૨ (IST)[ઉત્તર]

ભાઇશ્રી હર્ષ, ગુજરાતી વિકિપીડિયાના સંક્ષિપ્ત અને પર્યાપ્ત પરિચય બદલ આભાર. આપે તૈયાર કરેલા આ પરિચય કોઇ પણ નવાંગતુકને તેની ગુજરાતી વિકિની સફરમાટે માત્ર પુરતું ભાથું પુરૂં પાડવામાં જ્ કામયાબ થવા ઉપરાંત તેમને પહેલી જ મુલાકાતમાં આ વિષ્હય પર્ વધારે જાઅણ્કારી મેળવવાની ઉત્સુકતા પણ પુરી પાડશે. આપને અન્ય નવાંગતુકોના જે લંઇ પ્રતિસાદ મળતા રહેશે તેની મદદથી આપ આપનાં આ પરિચયાત્મક સંદેશને વધારે અને વધારે સમ્રુધ્ધ કરી શકો તેવી શુભેચ્છા.--Amvaishnav (talk) ૦૯:૩૭, ૨૮ ઓગસ્ટ ૨૦૧૨ (IST)[ઉત્તર]

ગુજરાતી ભાષા સાથે ડીજીટલ સ્વરુપે કામ કરવા અંગેના વિચારના પ્રસાર બાબતે ચર્ચા

[ફેરફાર કરો]

વિદ્યાર્થીકાળથીજ ગુજરાતી ભાષાનાં ડીજીટલ સ્વરૂપ સાથે કામ કરવાનો મહાવરો પડે તેવા આશયથી Wikimedia India Chapterનાં નૂપુરબહેન રાવળ અને તેમની સહયોગી ટીમદ્વારા ગુજરાતની કેટલીક શાળાઓના સંપર્ક કરવાનું શરૂ કરાયું .

તેમના પ્રથમ પ્રયાસનો સકારાત્મક પ્રતિઘોષ અમદાવાદની ત્રિપદા શિક્ષણ ટ્રસ્ટનાં સંચાલન મંડળએ આપ્યો. જેને પરિણામે તેઓની શાળાઓ ઉપરાંત અન્ય ૧૦ શાળાઓનાં વિદ્યાર્થીઓને કોઇ પણ એક ગુજરાતી સાહિત્યકાર વિષે ૩૦૦ થી ૫૦૦ શબ્દનો સંશોધનાત્મક લેખ લખવાની એક નાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શાળાઓને આ વિષે જાણ કરવામાટે સંપર્ક કરવાનો પ્રથમ તબક્કો પૂરો થયો છે.તે સાથે સપ્ટેમ્બર ૯,૨૦૧૨ સુધી મળી રહે તેવી સમયરેખા સાથે આ શાળાઓનાં વિદ્યાર્થીઓને તેમના પ્રથમ પ્રયાસ સ્વરૂપ નિબંધને 'ત્રિપદા' શિક્ષણ વિષયક સંદેશ માધ્યમ The Open Page [theopenpage.co.in] ને પહોંચતા કરવાનું આમંત્રણ અપાયું છે.

બીજા તબક્કામાં તેમાંથી પસંદ કરાયેલ ૧૦ થી ૨૦ લેખનાં વિદ્યાર્થીઓને કમ્પ્યુટર પર ગુજરાતીમાં ટાઇપ કરવાની તાલિમ આપી તેમના હજૂ વધારે સુગઠિત કરાયેલ લેખોને વિકિજ્ઞાનકોષપર મુકવાનું વિચારાયું છે.

આ તબક્કો પૂરો કરવા માટે સપ્ટેમ્બર ૧૬,૨૦૧૨ની તારીખનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

તે પછીથી આ પ્રયોગને વધારે વ્યાપક અને સ્વયંસંચાલિત પણે ચાલતો રાખવા વિષે સક્રિય વિચારણાની જરૂર છે.

વિકિસ્રોતના સ્થાપક સભ્યોપૈકી શ્રી સુશાંત સાવલાનું સુચન છે કે દરેક શાળા ગુજરાતી મુકત સાહિત્યનાં પુસ્તકોને ડીજીટાઇઝ કરવાની પ્રવૃતિને તેમની ઇતર-પ્રવૃતિનો એક સ્થાયી કાર્યક્રમ બનાવે. આ વિચારના પ્રસાર્માટે તેઓ જરૂરી સાહિત્ય પણ તૈયાર કરી રહ્યા છે.

આવું જ પ્રચારસાહિત્ય વિકિજ્ઞાનકોષ અને Wikimedia India Chapterવિષે પણ આ જ સમયમર્યાદામાં તૈયાર થાય તે મહત્વનું છે જેથી કોઇ પણ સભ્ય સરળતાથી પોતપોતાનાં વર્તુળમાં આ વિચારનો પ્રસાર કરી શકે.

-- --Amvaishnav (talk) ૧૦:૩૯, ૪ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

અશોકભાઈ, મેં વિકિપીડિયા:પ્રચાર-પ્રસાર પાનું અપડેટ કર્યું છે. જરા નજર નાંખી જશો?--ધવલચર્ચા/યોગદાન ૨૦:૦૭, ૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

ગોષ્ઠિ

[ફેરફાર કરો]

મા. Amvaishnav,
આ સમાચાર વાંચવા આપને વિનંતિ કરું છું અને તેમાં ભાગ લેવાનો આગ્રહ પણ. આપના જેવા સક્રિય યોગદાન કરતા સભ્યો પણ એ ચર્ચામાં જોડાશે તો આનંદ થશે. ચર્ચા આ રવિવારે (૭ ડીસેમ્બરે) સ્કાયપ (skype) પર યોજાશે.
આભાર.
--એ. આર. ભટ્ટ (talk) ૧૮:૦૫, ૧ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી લાંબી પૂંછડી ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

KartikMistry (ચર્ચા) ૧૮:૩૬, ૧૨ ઓગસ્ટ ૨૦૧૫ (IST)[ઉત્તર]