સભ્ય:Floyd1965/sandbox
પબ્લિક કંપની | |
શેરબજારનાં નામો | બીએસઈઃ FINTECH એનએસઈઃ FINANTECH |
---|---|
ઉદ્યોગ | નાણાકીય ક્ષેત્ર/બૅન્કિંગની કોમ્પ્યુટર સર્વિસીસ[૧] |
સ્થાપના | 1988 |
મુખ્ય કાર્યાલય | ચેન્નઈ, ભારત |
મુખ્ય લોકો | એસ. રાજેન્દ્રન, મૅનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ વેંકટ ચારી, ચૅરમૅન[૨] |
ઉત્પાદનો | સોફ્ટવેર |
આવક | રૂ।. 3.8 મિલ્યન (55,000 અમેરિકન ડૉલર) (2016ના આંકડા પ્રમાણે)[૩] |
કર્મચારીઓ | 857 (ડિસેમ્બર 2016ના આંકડા પ્રમાણે) |
વેબસાઇટ | www |
ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ (ઇન્ડિયા) લિમિટેડ (એફટીઆઇએલ) (નવું નામ 63 ટેક્નૉલૉજીસ લિમિટેડ) ભારતની નાણાકીય સેવાઓની કંપની છે.[૪] આ કંપની નાણાકીય બજારોના સર્જન માટે તથા તેમાં ટ્રેડિંગ કરવા માટેની ટેક્નૉલૉજી આઇપી (ઇન્ટેક્ચ્યુઅલ પ્રોપર્ટી - બૌદ્ધિક સંપદા) પૂરી પાડે છે. [૫] કંપની ISO 27001:2005 અને 9001:2000 પ્રમાણપત્ર ધરાવે છે.[૬] ઉપરાંત, અદ્યતન નાણાકીય બજારોની રચના માટે અને તેમાં ટ્રેડિંગ માટેનું કૌશલ્ય તથા ટેક્નૉલૉજી આઇપી ઑફર કરે છે. કંપની દ્વારા ઑફર કરાતાં સોલ્યુશન્સમાં એક્સચેન્જ સોલ્યુશન્સ, બ્રોકરેજ સોલ્યુશન્સ, મેસેજિંગ સોલ્યુશન્સ તથા ટેક્નૉલૉજી અને પ્રોસેસ કન્સલ્ટિંગનો સમાવેશ થાય છે. [૭]
પાર્શ્વભૂ
[ફેરફાર કરો]ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ગ્રુપની મુખ્ય કંપની ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ (ઇન્ડિયા) લિમિટેડ (એફટીઆઇએલ)નું કામકાજ 1988માં શરૂ થયું હતું. તેનો આઇપીઓ 1995માં આવ્યો હતો. [૮] 2015માં કંપનીનું નામ બદલીને 'ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ (ઇન્ડિયા) લિમિટેડ'થી '63 મૂન્સ ટેક્નૉલૉજીસ લિમિટેડ' કરવામાં આવ્યું.[૯]
સ્થાપક
[ફેરફાર કરો]જિજ્ઞેશ શાહ ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ (ઇન્ડિયા) લિમિટેડના સ્થાપક અને ચૅરમૅન ઈમેરિટસ છે. [૧૦] તેઓ અગાઉ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (બીએસઈ)માં કાર્યરત હતા.[૧૧] તેઓ વિશ્વના આઠમા ક્રમાંકે આવતા કોમોડિટી વાયદા બજાર - મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઑફ ઇન્ડિયા લિમિટેડ (એમસીએક્સ)ના પણ સ્થાપક છે.[૧૨]
કામકાજ
[ફેરફાર કરો]એટમ ટેક્નૉલૉજીસઃ એટમ ટેક્નૉલૉજીસ લિમિટેડ 63 મૂન્સ ટેક્નૉલૉજીસ હેઠળ કાર્યરત પૅમેન્ટ્સ સેવાઓની કંપની છે.[૧૩] ટિકર પ્લાન્ટઃ ટિકર પ્લાન્ટ વિશ્લેષણ સેવાઓ પૂરી પાડતું માધ્યમ છે. તેમાં સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય એક્સચેન્જો ઉપરાંત ઓટેસ માર્કેટ્સની બજારસંબંધી માહિતી રિયલ ટાઇમ ધોરણે આપવામાં આવે છે. ટિકર પ્લાન્ટ કોમોડિટીઝ, ફોરેક્સ તથા ઈક્વિટીમાં ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી આધારિત સેવાઓ પૂરી પાડે છે.[૧૪][૧૫]
એફટીઆઇએલે અનેક સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય સાહસોની સ્થાપના કરી હતી. તેની અનેક પેટા કંપનીઓ હતી, જેમાં નૅશનલ બલ્ક હૅન્ડલિંગ કૉર્પોરેશન (એનબીએચસી),[૧૬] મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ), દુબઈ ગોલ્ડ ઍન્ડ કોમોડિટીઝ એક્સચેન્જ (ડીજીસીએક્સ),[૧૭] ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ (આઇઈએક્સ),[૧૮] એમસીએક્સ સ્ટૉક એક્સચેન્જ (એમસીએક્સ-એસએક્સ),[૧૯] ડોમ,[૨૦] રિસ્ક સોલ્યુશન્સ,[૨૧] સિંગાપોર મર્કન્ટાઇલ એક્સચેન્જ (એસએમએક્સ)[૨૨] અને બૂર્સ આફ્રિકા[૨૩] નો સમાવેશ થાય છે.
કંપનીની મુખ્ય પ્રૉડક્ટ - ઓડિનનો ઉપયોગ સિક્યૉરિટીઝ અને કોમોડિટીઝના ટ્રેડિંગમાં કરવામાં આવે છે.[૨૪] ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ (ઇન્ડિયા)એ ઑક્ટોબર 2010માં મોરિશિયસમાં અનેકવિધ ઍસેટ્સ માટેના આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ - ગ્લોબલ બોર્ડ ઑફ ટ્રેડ (જીબીઓટી)ની શરૂઆત કરી હતી.[૨૫] ફેબ્રુઆરી 2011માં બહેરિન ફાઇનાન્શિયલ એક્સચેન્જ (બીએફએક્સ)નો પ્રારંભ કરવામાં આવ્યો, જે મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકામાં અનેકવિધ ઍસેટ્સ માટેનું પ્રથમ એક્સચેન્જ હતું.[૨૬]
વર્તમાનમાં, એફટીઆઇએલે તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વેપારી સાહસોમાંથી પોતાનો હિસ્સો વેચી દીધો છે.[૨૭]
સીએસઆર પ્રવૃત્તિઓ
[ફેરફાર કરો]એફટીઆઇએલ મહિલા સશક્તિકરણ, [૨૮] પર્યાવરણ રક્ષણ, કર્મચારી સક્રિયતા પ્રવૃત્તિઓ, શિક્ષણપ્રસાર, આરોગ્ય, અને સામાજિક કલ્યાણ તથા કર્મચારીઓના વ્યવસાયી કૌશલ્યની વૃદ્ધિ[૨૯] જેવાં ક્ષેત્રે સખાવતી કાર્ય કરે છે. પર્યાવરણ વિશે જાગરૂકતા લાવવા માટે તેણે સૂત્રો તૈયાર કરવાની સ્પર્ધા રાખી હતી. ઉપરાંત, દર વર્ષે રક્તદાન શિબિરનું આયોજન પણ કરવામાં આવે છે. મુંબઈ મોબાઇલ ક્રેશ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ મોબાઇલ મેરેથોન, જેવાં કાર્યોમાં પણ એ સક્રિય ભાગ લે છે.[૩૦]
પુરસ્કાર/સમ્માન
[ફેરફાર કરો]કંપનીને અનેક પુરસ્કાર મળી ચૂક્યાં છે. તેમાં ઍમિટી કૉર્પોરેટ એક્સેલન્સ ઍવોર્ડ, આઇટી પીપલ ઍવોર્ડ ફોર પ્રૉડક્ટ ઇનોવેશન, એક્સચેન્જ ઍન્ડ બ્રોકરેજ પ્રૉડક્ટ્સ, ગુર્જર રત્ન ઍવોર્ડ,[૩૧] અર્ન્સ્ટ ઍન્ડ યંગ આંત્રપ્રેન્યોર ઑફ ધ યર 2006 ઍવોર્ડ ફોર બિઝનેસ ટ્રાન્સફોર્મેશન,[૩૨] આઇટી સેવાઓ - એસએમઈ શ્રેણી[૩૩] માં સલામતી બદલ ડીએસસીઆઇ એક્સેલન્સ ઍવોર્ડ્સ 2011 અને ગોલ્ડન પીકોક એચઆર એક્સેલન્સ ઍવોર્ડ[૩૪] નો સમાવેશ થાય છે. કંપનીને વર્ષ 2011ના ફિનટેક 100 રૅન્કિંગમાં પણ સ્થાન મળ્યું હતું.[૩૫]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "63 Moons Technologies Ltd. Stock Price, Share Price, Live BSE/NSE, 63 Moons Technologies Ltd. Bids Offers. Buy/Sell 63 Moons Technologies Ltd. news & tips, & F&O Quotes, NSE/BSE Forecast News and Live Quotes". www.moneycontrol.com.
- ↑ Board of Directors. સંગ્રહિત ૧૬ ઓગસ્ટ ૨૦૧૨ ના રોજ વેબેક મશિન
- ↑ "BSE Plus". Bseindia.com. મેળવેલ 25 September 2010. CS1 maint: discouraged parameter (link)
- ↑ "Financial Technologies changes name to 63 Moons". Cite has empty unknown parameter:
|1=
(મદદ) - ↑ "63 MOONS TECHNOLOGIES LTD. (63MOONS) - COMPANY HISTORY".
- ↑ "63 MOONS TECHNOLOGIES LTD. (63MOONS) - COMPANY INFORMATION".
- ↑ "63 MOONS TECHNOLOGIES LTD. (63MOONS) - COMPANY HISTORY".
- ↑ "63 MOONS TECHNOLOGIES LTD. (63MOONS) - COMPANY HISTORY".
- ↑ "63 Moons Technologies".
- ↑ "NCLT bars Jignesh Shah, nine others from being directors in companies".
- ↑ "NSEL crisis: FTIL's Jignesh Shah arrested for alleged role in Rs 5,600-crore scam".
- ↑ "The fall of Jignesh Shah".
- ↑ "Japan's NTT Data buys 55% stake in Atom Tech for $9 million".
- ↑ "Ace ties up with TickerPlant; Market Data will be available on real time basis".
- ↑ "The great enabler - Jignesh Shah".
- ↑ "FTIL completes sale of NBHC stake to IVF for Rs 241.74 crore".
- ↑ "63 Moons Technologies Ltd".
- ↑ "IEX to transform electricity trade in India".
- ↑ "Financial Technologies-promoted MCX to exit 3 exchange ventures".
- ↑ "MCX deploys FTIL's DOME and CnS".
- ↑ "Risk Management Solutions for Banks".
- ↑ "FTIL to launch bourses in Singapore, Bahrain, Mauritius in 2010".
- ↑ "Financial Technologies Acquires 60% Stake In Bourse Africa".
- ↑ "63 Moons Technologies Ltd".
- ↑ "Global Board of Trade Ltd (GBOT) Formally Launched by the Prime Minister of the Republic of Mauritius Today".
- ↑ "Financial Technologies launches Bahrain Financial Exchange; BFX to go live from 7th February".
- ↑ "Jignesh Shah Resigns as FTIL MD, to Become Chairman Emeritus".
- ↑ "Financial Technologies India Limited".
- ↑ "63 Moons Technologies Ltd".
- ↑ "FTIL's social initiatives make a huge impact in Mumbai".
- ↑ "63 Moons Technologies Ltd".
- ↑ "Past winners".
- ↑ "DSCI EXCELLENCE AWARDS 2011".
- ↑ "Financial Tech wins 'Golden Peacock HR Excellence Award' 2011".
- ↑ "63 Moons Technologies Ltd".