લખાણ પર જાઓ

સભ્ય:Manvi Rami/અન્નુ રાની

વિકિપીડિયામાંથી
અન્નુ રાની
અન્નુ રાની, ૨૨મી ઍઠલેટિક્સ ચેમ્પિયનશીપ દરમિયાન ભુવનેશ્વર ખાતે
વ્યક્તિગત માહિતી
Nationality India
જન્મ (1992-08-28) 28 August 1992 (ઉંમર 32)
મિરુત, ઉત્તર પ્રદેશ
Height1.65 m (5 ft 5 in)
વજન63 kg (139 lb) (2014)
Sport
રમતTrack and field
Event(s)Javelin throw
Teamભારત
Achievements and titles
Personal best(s)62.43 meters
(IAAF 2019) NR

અંગત જીવન

[ફેરફાર કરો]

રાનીનો જન્મ ૨૮ ઓગસ્ટ, ૧૯૯૨માં ઉત્તર પ્રદેશના બહાદુરપુર ગામમાં ખેડૂત પરિવારમાં થયો હતો. તેણીનો ભાઈ ઉપેન્દ્ર હતો જેમણે કુટુંબીઓ સાથે ક્રિકેટમેચ દરમિયાન સૌ પ્રથમ તેમની ભુજાઓમાં તાકત મેળવી હતી જ્યારે રાનીએ ક્રિકેટ બૉલને એક યોગ્ય અંતરે સરળતાથી ફેંકી દીધો હતો. ઉપેન્દ્ર એ શેરડી સાથે એક વાસણ બનાવ્યું અને તે તેણે આપ્યું.(૧)

પરંતુ જ્યારે, તે રમતને વધુ ગંભીરતાથી રમવા માંગતી હતી, ત્યારે તેમના જુનવાણી વિચાર ધરાવતા પિતા એવું માનતા હતા કે જ્યાં મોટા ભાગની દિકરીઓ ઘરકામ પૂરતી સીમિત રહેવી જોઈએ. જો કે, રાની તેમના પરિવારમાં સૌથી નાની હતી અને બધાની લાડકી હતી તેથી તેના પિતાને આ રમત રમવાની ખૂબ વિનંતી કરતી રહી. આખરે તેના પિતાએ એવું વિચાર્યું કે થોડા સમય પછી આ રમત રમવાનું ભૂલી જશે અને બીજી છોકરીઓની જેમ ઘર સંસારમાં લાગી જશે, પણ તેવુ ન બન્યું. સારા ભાલાની કિંમત આશરે એકાદ લાખ આસપાસ હતી કે જેઓ ખરીદી શકે તેવી પરિસ્થિતિમ ન હતી. તેથી તેણીએ વાંસથી પોતાનો ભાલો બનાવી અને રમત રમવા માટેની તૈયારીઓ શરૂ કરી. (૨)

તેણીએ શાળા અને જિલ્લા કક્ષાએ સ્પર્ધા કરવાનું ચાલુ રાખ્યું હતું. ચાલુ શાળા દરમિયાન પણ તે ૨૫ મીટર જેટલા દૂર ભાલો ફેંકવાની પ્રેક્ટિસ કરી શકતી હતી. રમતમાં એની રુચિ અને પ્રગતિ જોઈને તેના પરિવારે પૂર્ણપણે તેને સહકાર આપવાનું નક્કી કર્યું. પરંતુ જલ્દી જ રાનીને ખ્યાલ આવી ગયો કે ભાલા ફેંકવાની સ્પર્ધામાં શક્તિની સાથે યુક્તિની પણ એટલી જ જરૂરિયાત હોય છે . આ રમતમાં તેણીને ખ્યાલ આવી ગયો કે બધા જ પ્રકારની યુક્તિઓ અજમાવવી પડે છે. જેમ કે, એંગલ, પ્રકાશન બિંદુ, તેમજ ફેંકવાની રીત જેવી યુક્તિઓનો તેણીએ અભ્યાસ કર્યો. તેથી તેણીએ ભૂતપૂર્વ ભાલો ફેંકનાર ભારતીય કાશીનાથ નાઈકની નીચે તાલીમ કર્યું.(૩)

તેણીએ રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપિત કરીને વધુ ને વધુ રેકોર્ડ મેળવવા માટેના પ્રયત્નો ચાલુ રાખ્યા. છેવટે તેણીને ભારતીય ‘ભાલાની રાણી' માનવામાં આવી.(૪) તેણીને યુરોપમાં તાલીમ લેતી વખતે ઘણું બધું શીખવા મળ્યું. તેણી કહે છે કે અન્ય દેશો કરતાં ભારતમાં રમત રમવાની સમજણ ખૂબ મોડી થાય છે તેથી તેઓ પાછળથી તેમની રમત રમવાનું કૌશલ્ય સુધારવા માટે સંઘર્ષ કરે છે. (૫)

વ્યવસાયિક સિદ્ધિઓ

[ફેરફાર કરો]

તેમણે રમત રમવામાં એમના જીવનમાં ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી. જેમ કે, સને ૨૦૧૪ લખનૌમાં તેમણો પ્રાદેશિક આંતર રાજ્ય સ્પર્ધામાં ૫૮.૮૩ મીટર ભાલો ફેંકવાથી સુવર્ણ પદક પ્રાપ્ત કર્યો હતો. આ રીતે તેમણે ૧૪ વર્ષ જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો. આ રેકોર્ડ તોડવાથી તેમની કૉમનવૅલ્થ ગેમ માટે રમવાની પસંદગી કરવામાં આવી. પછીના વર્ષમાં તેમનો દક્ષિણ કોરિયાના ઈંચિઓનમાં એશિયન ગેમની રમતમાં ૫૯.૫૩ મીટર ભાલો ફેંકીને બ્રોન્ઝ મેડલ જીત્યા. બે વર્ષ પછી તેમણે ૨૦૧૬માં રાષ્ટ્રીય એથેલેટીક ચેમ્પિયનશીપમાં ૬૦.૦૧ મીટર ભાલો ફેંકીને ફરીથી પોતાનો રેકોર્ડ તોડ્યો અને પ્રથમ વખત ૬૦ મીટરની દૂરીનો અવરોધ પાર કર્યો. (૧)

તેમણે ૨૦૧૭ માં ભુવનેશ્વરમાં એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યા. (૮)

તેમણે દોહામાં ૨૦૧૯ એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યા. આ બધી સિદ્ધિઓ જોઈને તેમની વિશ્ચ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ફાઈનલ માટે પસંદગી પામ્યા. આમ, આ બધી સિદ્ધિઓ હાંસલ કરનારી તે પ્રથમ ભાલા ફેંકનારી ભારતીય મહિલા બની. વિશ્ચ સ્તરે તેઓ ભાલા ફેંકનારી ભારતીય મહિલા આઠમા સ્થાને રહી .(૬) તે જ વર્ષે તેઓ ચેક રિપબ્લિકમાં IIAF એથ્લેટિક્સ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યા.(૭)

ભાલા ફેંકનારી સ્પર્ધામાં ૨૦૨૦માં તેમણે “સ્પોર્ટ્સ સ્ટાર એસિસ સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર" (૬)

Right hand side box info: Name: Annu Rani Born: 28 August 1992, Bahadurpur village Uttar Pradesh Citizenship: India Sport: Javelin throw Represents: India

સન્માન

[ફેરફાર કરો]
  • ૨૦૧૪માં એશિયન ગેમ્સમાં, બ્રોન્ઝ મેડલ
  • ૨૦૧૭માં એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ, ભુવનેશ્વર, ભારત
  • ૨૦૧૯માં એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ, દોહા

સંદર્ભો

[ફેરફાર કરો]

1. https://www.kreedon.com/annu-rani-torchbearer-indian-women-athletics/

2. https://www.youtube.com/watch?v=27cjKSVw-fA&list=PLrBy_F-gmtCkXVynVn9WtCNtesnqM601v&index=19

3. https://www.firstpost.com/sports/annu-rani-confident-of-breaching-olympic-qualification-mark-calls-for-resumption-of-outdoor-training-8359091.html

4. https://in.news.yahoo.com/video/annu-rani-queen-javelin-throw-030000823.html

5. https://scroll.in/field/939241/struggles-make-you-strong-how-javelin-thrower-annu-rani-bounced-back-in-doha-after-struggles-of-201

6. https://sportstar.thehindu.com/aces-awards/annu-rani-wins-sportstar-aces-2020-awards-sportswoman-of-the-year-in-athletics-track-and-field/article30555926.ece

7. https://yourstory.com/herstory/2020/06/asian-games-medallist-annu-rani-javelin-throw-olympic

8. https://indianexpress.com/article/sports/sport-others/asian-athletics-championship-india-medals-tally-annu-rani-parul-chaudhary-5687270/