લખાણ પર જાઓ

સભ્ય:ShrutiJ179/પૅરાસિટામોલ

વિકિપીડિયામાંથી

 

પૅરાસિટામોલ, જેને એસીટામિનોફેન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દુખાવા અને તાવની સારવાર માટે વપરાતી દવા છે. [] [] તેનો ઉપયોગ સામાન્ય રીતે હળવાથી મધ્યમ દુખાવામાં રાહત મેળવવા માટે થાય છે. [] બાળકોમાં તાવ દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવા અંગે મિશ્ર પુરાવા મળેલા છે. [] [] તે ઘણીવાર અન્ય દવાઓ સાથે સંયોજીત કરીને ઉપયોગ કરવા માટે વેચવામાં આવે છે, જેમ કે શરદી માટેની ઘણી દવાઓ સાથે . [] પૅરાસિટામોલનો ઉપયોગ ગંભીર દુખાવા માટે પણ થાય છે, જેમ કે કેન્સરનો દુખાવો અને સર્જરી પછીના દુખાવા સમયે, દુખાવા માટેની ઑપિઓઇડ દવા સાથે સંયોજીત કરીને તેનો ઉપયોગ થાય છે. [] તે સામાન્ય રીતે મોં દ્વારા અથવા ગુદામાર્ગ દ્વારા ઉપયોગમાં લેવાય છે, પરંતુ તે નસમાં ઈન્જેક્શન દ્વારા પણ લઈ શકાય છે. [] [] તેની અસર બે થી ચાર કલાકની વચ્ચે રહે છે. []

પૅરાસિટામોલ સામાન્ય રીતે ભલામણ કરેલા ડોઝ જેટલી લેવી સલામત છે. [] [] પુખ્ત વયની વ્યક્તિ માટે ભલામણ કરેલી મહત્તમ દૈનિક માત્રા ત્રણથી ચાર ગ્રામ છે. [] [૧૦] [] વધુ માત્રામાં લેવાથી લીવર ફેઇલ થઈ જવા સહિતની ઝેરી અસર થઈ શકે છે. [] ત્વચા પર ગંભીર પ્રકારની ફોલ્લીઓ ભાગ્યે જ થઈ શકે છે. [] ગર્ભાવસ્થા દરમિયાન અને સ્તનપાન દરમિયાન તેનો ઉપયોગ કરવો સલામત હોવાનું જણાય છે. [] લીવર સંબંધિત રોગ ધરાવતા લોકોમાં પણ, તેનો ઉપયોગ થઈ શકે છે, પરંતુ ઓછી માત્રામાં. [૧૧] તેને હળવા પીડાનાશક તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. [] તેમાં બહુ ખાસ પ્રમાણમાં બળતરા વિરોધી ગુણ નથી. [૧૨] તે કેવી રીતે કાર્ય કરે છે તે વિશે સંપૂર્ણપણે સ્પષ્ટતા મળેલી નથી. [૧૨] [૧૩] [૧૪]

પૅરાસિટામોલ સૌપ્રથમ ૧૮૭૭માં બનાવવામાં આવી હતી. [૧૫] તે અમેરિકા અને યુરોપ બંનેમાં પીડા અને તાવ માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી દવા છે. [૧૬] વિશ્વ આરોગ્ય સંસ્થાની આવશ્યક દવાઓની સૂચિમાં તેનું નામ નોંધાયેલું છે. [૧૭] પેરાસીટામોલ એક સામાન્ય દવા તરીકે ઉપલબ્ધ છે, જેમાં ટાયલેનોલ અને પેનાડોલ સહિતના બ્રાન્ડ નામો છે. [૧૮] વિકાસશીલ દેશોમાં તેની હોલસેલ કિંમત ડોઝ દીઠ US$૦.૦૧ કરતાં ઓછી છે. [૧૯] અમેરિકામાં, તેની કિંમત લગભગ US$૦.૦૪ પ્રતિ ડોઝ છે. [૨૦] ૨૦૧૭ માં, અમેરિકામાં ૨ કરોડ ૪૦ લાખથી વધુ પ્રિસ્ક્રિપ્શન સાથે, પૅરાસિટામોલ એ ૨૫મી-સૌથી વધુ સામાન્ય રીતે સૂચવવામાં આવતી દવા હતી. [૨૧] [૨૨]

સંદર્ભોની યાદી

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ "Acetaminophen". The American Society of Health-System Pharmacists. મૂળ સંગ્રહિત માંથી 5 June 2016 પર સંગ્રહિત. મેળવેલ 16 September 2016. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; નામ "AHFS2016" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે
  2. Lee, WM (December 2017). "Acetaminophen (APAP) hepatotoxicity-Isn't it time for APAP to go away?". Journal of Hepatology. 67 (6): 1324–1331. doi:10.1016/j.jhep.2017.07.005. PMC 5696016. PMID 28734939.
  3. Meremikwu M, Oyo-Ita A (2002). "Paracetamol for treating fever in children". The Cochrane Database of Systematic Reviews (2): CD003676. doi:10.1002/14651858.CD003676. PMC 6532671. PMID 12076499.
  4. de Martino M, Chiarugi A (2015). "Recent Advances in Pediatric Use of Oral Paracetamol in Fever and Pain Management". Pain and Therapy. 4 (2): 149–168. doi:10.1007/s40122-015-0040-z. PMC 4676765. PMID 26518691.
  5. Scottish Intercollegiate Guidelines Network (SIGN) (2008). "6.1 and 7.1.1" (PDF). Guideline 106: Control of pain in adults with cancer. Scotland: National Health Service (NHS). ISBN 9781905813384. મૂળ (PDF) માંથી 20 December 2010 પર સંગ્રહિત.
  6. ૬.૦ ૬.૧ ૬.૨ Hochhauser, Daniel (2014). Cancer and its Management. John Wiley & Sons. પૃષ્ઠ 119. ISBN 9781118468715. મૂળ માંથી 8 September 2017 પર સંગ્રહિત. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; નામ "Hoch2014" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે
  7. Russell FM, Shann F, Curtis N, Mulholland K (2003). "Evidence on the use of paracetamol in febrile children". Bulletin of the World Health Organization. 81 (5): 367–72. ISSN 0042-9686. PMC 2572451. PMID 12856055.
  8. ૮.૦ ૮.૧ Machado GC, Maher CG, Ferreira PH, Pinheiro MB, Lin CW, Day RO, McLachlan AJ, Ferreira ML (31 March 2015). "Efficacy and safety of paracetamol for spinal pain and osteoarthritis: systematic review and meta-analysis of randomised placebo controlled trials". BMJ (Clinical Research Ed.). 350: h1225. doi:10.1136/bmj.h1225. PMC 4381278. PMID 25828856. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; નામ "BMJ2015" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે
  9. "Paracetamol for adults: painkiller to treat aches, pains and fever". National Health Service. મૂળ સંગ્રહિત માંથી 22 August 2017 પર સંગ્રહિત. મેળવેલ 22 August 2017.
  10. "What are the recommended maximum daily dosages of acetaminophen in adults and children?". Medscape. મૂળ સંગ્રહિત માંથી 21 December 2018 પર સંગ્રહિત. મેળવેલ 19 December 2018.
  11. Lewis JH, Stine JG (June 2013). "Review article: prescribing medications in patients with cirrhosis - a practical guide". Alimentary Pharmacology & Therapeutics. 37 (12): 1132–56. doi:10.1111/apt.12324. PMID 23638982.
  12. ૧૨.૦ ૧૨.૧ McKay, Gerard A.; Walters, Matthew R. (2013). "Non-Opioid Analgesics". Lecture Notes Clinical Pharmacology and Therapeutics (9th આવૃત્તિ). Hoboken: Wiley. ISBN 9781118344897. મૂળ માંથી 8 September 2017 પર સંગ્રહિત. મેળવેલ 5 August 2020. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; નામ "McK2013" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે
  13. Ghanem CI, Pérez MJ, Manautou JE, Mottino AD (July 2016). "Acetaminophen from liver to brain: New insights into drug pharmacological action and toxicity". Pharmacological Research. 109: 119–31. doi:10.1016/j.phrs.2016.02.020. PMC 4912877. PMID 26921661.
  14. Viswanathan AN, Feskanich D, Schernhammer ES, Hankinson SE (2008). "Aspirin, NSAID, and Acetaminophen Use and the Risk of Endometrial Cancer". Cancer Research. 68 (7): 2507–2513. doi:10.1158/0008-5472.CAN-07-6257. PMC 2857531. PMID 18381460.
  15. Mangus, Brent C.; Miller, Michael G. (2005). Pharmacology application in athletic training. Philadelphia, Pennsylvania: F.A. Davis. પૃષ્ઠ 39. ISBN 9780803620278. મૂળ માંથી 8 September 2017 પર સંગ્રહિત. મેળવેલ 5 August 2020.
  16. Aghababian, Richard V. (22 October 2010). Essentials of emergency medicine. Jones & Bartlett Publishers. પૃષ્ઠ 814. ISBN 978-1-4496-1846-9. મૂળ માંથી 17 August 2016 પર સંગ્રહિત.
  17. World Health Organization (2019). World Health Organization model list of essential medicines: 21st list 2019. Geneva: World Health Organization. hdl:10665/325771. WHO/MVP/EMP/IAU/2019.06. License: CC BY-NC-SA 3.0 IGO.
  18. Hamilton, Richard J. (2013). Tarascon pocket pharmacopoeia : 2013 classic shirt-pocket edition (27th આવૃત્તિ). Burlington, Massachusetts: Jones & Bartlett Learning. પૃષ્ઠ 12. ISBN 9781449665869. મૂળ માંથી 8 September 2017 પર સંગ્રહિત.
  19. "Paracetamol". મૂળ માંથી 22 January 2018 પર સંગ્રહિત. મેળવેલ 11 January 2016.
  20. "Acetaminophen prices, coupons and patient assistance programs". મૂળ સંગ્રહિત માંથી 16 February 2016 પર સંગ્રહિત. મેળવેલ 19 February 2016.
  21. "The Top 300 of 2020". ClinCalc. મૂળ સંગ્રહિત માંથી 12 February 2021 પર સંગ્રહિત. મેળવેલ 25 February 2020.
  22. "Acetaminophen Drug Usage Statistics". ClinCalc. મૂળ સંગ્રહિત માંથી 12 April 2020 પર સંગ્રહિત. મેળવેલ 11 April 2020.