ઈરાકની ટપાલ ટિકિટ અને ટપાલસેવાનો ઇતિહાસ
ઈરાકની ટપાલ ટિકિટ અને ટપાલસેવાનો ઇતિહાસ એ ઈરાકમાં તુર્ક, ભારતીય અને બ્રિટીશ ઉપસ્થિતિ દરમિયાન તેમજ એક સ્વતંત્ર રાજ્યના ગઠન બાદ (૧૯૩૨થી) ટપાલસેવાના વિકાસને આવરી લે છે. ઉપરાંત પ્રાચીન કાળની (અસિરિયા અને પર્શિયા) ટપાલ સેવાનો પણ સમાવેશ થાય છે. ૧૯મી સદીના ઉત્તરાર્ધ સુધી ઇરાક અન્ય દેશોની ટપાલ ટિકિટ અને ટપાલ સેવાનો ઉપયોગ કરતું હતું. ૧૯૨૯થી તે વર્લ્ડ પોસ્ટલ યુનિયનનું સદસ્ય છે અને હાલ ઇરાક પોસ્ટ તરીકે કાર્યરત છે.
પ્રારંભિક ટપાલ વ્યવસ્થા
[ફેરફાર કરો]વર્તમાન ઇરાકી ક્ષેત્રની સૌપ્રથમ ટપાલ સેવા અસિરિયામાં શરૂ કરવામાં આવી હતી. પુરાતત્ત્વ વિજ્ઞાનીઓને માટીના પરબિડિયાં પર ક્યુનિફોર્મ લિપિમાં લખાયેલા સંખ્યાબંધ પત્રો અહીંથી મળી આવ્યા છે.
તુર્ક ટપાલ સેવા
[ફેરફાર કરો]તુર્ક સામ્રાજ્યમાં બગદાદ, બસરા, મોસુલ અને કિરકુક ખાતે ડાકઘર આવેલાં હતાં.[૧]ભારતે ૧૮૬૮થી ૧૯૧૪ સુધી તથા ફ્રાંસે ૧૯૨૩ પહેલાં બગદાદની પોસ્ટ ઓફિસનું સંચાલન કર્યું હતું.[૨]
પ્રથમ વિશ્વયુદ્ધ
[ફેરફાર કરો]પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ભારતીય તેમજ બ્રિટીશ સૈનિકોએ બસરાથી મોસૂલ સુધીના પોતાના સૈન્ય અભિયાનોમાં "I.E.F." ઓવરપ્રિન્ટ કરેલી ભારતીય ટપાલટિકિટોનો ઉપયોગ કરાયો હતો.[૩]હાલ મેસોપોટેમિયા તરીકે ઓળખાતા ક્ષેત્રમાં બ્રિટીશ કબજા હેઠળ તુર્ક ટપાલ ટિકિટોને ઓવરપ્રિન્ટ કરવામાં આવી હતી.[૪][૫]
બ્રિટીશ જનાદેશ
[ફેરફાર કરો]ઈરાકની ટપાલસેવાનો પ્રારંભ ૧૯૨૦માં રાષ્ટ્રસંઘ દ્વારા આપવામાં આવેલા બ્રિટીશ જનાદેશની સાથે શરૂ થયો. ઈરાકની સૌ પ્રથમ ડેફીનીટીવ ટપાલ ટિકિટ ૧૯૨૩માં છપાઈ. ૧૨ ટિકિટના સેટમાં પ્રાચીન ઇતિહાસ અને વર્તમાન દૃષ્યોની વિભિન્ન ૮ ડિઝાઇન સામેલ હતી. આના અને રૂપિયાનુ મૂલ્ય ધરાવતી આ ટિકિટ પર ઇરાક અને પોસ્ટેજ એન્ડ રેવન્યુ (ટપાલ અને રાજસ્વ) છપાયેલું હતું. ઇરાકની પ્રથમ મહેસૂલી ટિકિટ ૧ રૂપિયાની હતી જે ૧૯૨૭માં છપાઈ હતી. ત્યારબાદ ૧૯૩૧માં ૧૩ અલગ અલગ મૂલ્યની ટિકિટનો એક સેટ છાપવામાં આવ્યો હતો.
સ્વાધીનતા
[ફેરફાર કરો]૧૯૩૨માં સ્વતંત્રતા બાદ ફિલ્સ અને દીનાર રૂપે નવું ચલણ અસ્તિત્ત્વમાં આવતાં જૂની મહેસૂલી ટિકિટો પર ૩ ફિલ્સનો વધારાનો સરચાર્જ વસુલ કરવામાં આવતો હતો.[૬] ૯ મે ૧૯૩૨માં નવા મૂલ્યની ટિકિટ બહાર પાડવામાં આવી. ૧૯૩૪માં રાજા ગાઝીના રાજ્યારોહણ પ્રસંગે નવી ટપાલ ટિકિટો બહાર પાડવામાં આવી હતી. આ ટિકિટ મહેસૂલી ટિકિટ જેવી જ ડિઝાઇન ધરાવતી હતી પરંતુ આ ટિકિટના કેન્દ્રમાં રાજાનું એક ચિત્ર ઉમેરવામાં આવ્યું હતું. ગાઝીના આકસ્મિક અવસાન અને તેના પુત્રની શૈશવ અવસ્થાને પરિણામે સ્થાનિક દૃષ્યોના ચિત્રો દર્શાવતી એક નવી શૃંખલા તૈયાર કરવામાં આવી હતી. આ શૃંખલામાં કુલ ૨૩ ટિકિટ બહાર પાડવામાં આવી હતી જે પૈકી કેટલીક ટિકિટના મૂલ્ય અને રંગ બદલવામાં આવ્યા હતા.
પ્રથમ સ્મારક ટિકિટ
[ફેરફાર કરો]ઇરાકની પ્રથમ સ્મારક ટિકિટ ૧૯૪૯માં પોસ્ટલ યુનિયનની ૭૫મી વર્ષગાંઠ પર નિમિત્તે બહાર પાડવામાં આવી હતી. ૧૯૫૩માં ફૈઝલના રાજ્યાભિષેક પ્રસંગે ૩ ટપાલ ટિકિટનો એક સેટ તથા સોવિનિયર શીટ બહાર પાડવામાં આવી હતી.
પ્રજાસત્તાક
[ફેરફાર કરો]જનરલ અબ્દ-અલ-કરીમનો સમયગાળો સ્મારક ટિકિટો માટે નોંધપાત્ર છે. ૧૯૭૬માં ઉપરાષ્ટ્રપતિ સદ્દામ હુસેનની સોવિનિયર શીટ બહાર પાડવામાં આવી હતી. ૧૯૮૦ના મધ્યમાં સદ્દામ ઇરાકની ટિકિટો પર સવિશેષ જોવા મળે છે.
સદ્દામ યુગ બાદ
[ફેરફાર કરો]૨૦૦૩માં ઇરાક યુદ્ધને પરિણામે ટપાલ ટિકિટ કાર્યક્રમ પર રોક આવી ગઈ. સદ્દામ શાસનની અંતિમ ટપાલ ટિકિટ ૫ ફેબ્રુઆરી ૨૦૦૩ના રોજ સદ્દામ હુસેન વિશ્વવિદ્યાલય રૂપે બહાર પાડવામાં આવી હતી. અન્ય બે વિષયો પરિવહનની પ્રાચીન પદ્ધતિઓ અને લોકપ્રિય ઉદ્યોગોની ટપાલ ટિકિટના પ્રમાણ (પ્રૂફ) તૈયાર હતા. લૂંટફાટમાં છાપકામના સાધનો નષ્ટ પામ્યા પરંતુ ટપાલ કેન્દ્રો બચી ગયા પરીણામે પ્રમાણ (પ્રૂફ) જળવાઈ રહ્યા.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Rubec, Clayton; Al-Manaseer, Akthem (2016). Guide to the Postal Stationery of Iraq. London: Royal Philatelic Society London (RPSL). ISBN 978-0-900631-84-9.
- ↑ Post Office Guide. 1875.
- ↑ Indian stamps overprinted "I.E.F." were used throughout the Turkish occupied Middle East, including Palestine. "A Short Introduction To The Philately Of Palestine: Indian Field Post in Palestine and the Occupied Enemy Territories". મૂળ સંગ્રહિત માંથી 2 January 2006 પર સંગ્રહિત.
- ↑ Khalastichy, Freddy (2017). Baghdad in British Occupation: The Story of the 1917 Provisional Stamps. London: Royal Philatelic Society London. ISBN 978-0-900631-88-7.
- ↑ https://web.archive.org/web/20180303055520/http://www.stampworldhistory.com/country-profiles-2/asia/iraq-%D8%A7%D9%84%D8%B9%D8%B1%D8%A7%D9%82/ Retrieved 12 August 2018.
- ↑ Khalastchy, Freddy (13 March 2008). "The Stamps of Iraq 1917-1958". Royal Philatelic Society London (RPSL). મૂળ માંથી 14 April 2009 પર સંગ્રહિત.
સંદર્ભ સૂચિ
[ફેરફાર કરો]- Pearson, Patrick and Ted Proud The Postal History of Iraq. Proud-Bailey, 1996 ISBN 1-872465-19-6.
- Armitage, Douglas & Robert Johnson. Iraq Postal History 1920s to 1940s. Rossiter Trust, May 2009.
- Stanley Gibbons Ltd: various catalogues.
- Encyclopaedia of Postal Authorities
- Rossiter, Stuart & John Flower. The Stamp Atlas. London: Macdonald, 1986. ISBN 0-356-10862-7