લખાણ પર જાઓ

ગિલોટીન

વિકિપીડિયામાંથી
(સભ્ય:Vijay Barot/Sandbox/ગિલોટીન થી અહીં વાળેલું)
ગિલોટીન દ્વારા જાહેરમાં શિરોચ્છેદનું દૃશ્ય
ગિલોટીન દ્વારા જાહેરમાં શિરોચ્છેદનું દૃશ્ય

ગિલોટીન એ શિરચ્છેદ દ્વારા મૃત્યુદંડ આપવાનું એક ઉપકરણ છે. તે યંત્રઘોડી સાથે જોડાયેલી અને ઉપર નીચે થઈ શકે તેવી એક ભારે બ્લેડનું બનેલું હોય છે જેમાં દોષિત વ્યક્તિના મસ્તકને યંત્રના ધરાતલ પર બ્લેડની બરાબર નીચે ગોઠવવામાં આવે છે. ત્યારબાદ લટકતી બ્લેડને ખૂબ જ ઝડપથી છોડી દેતાં વ્યક્તિનું માથું ધડથી અલગ થઈ યંત્ર પાસે રાખેલી ટોપલીમાં પડે છે.

ફ્રાન્સ ગિલોટીનના ઉપયોગ માટે જાણીતું હતું. ખાસ કરીને ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન ક્રાંતિના સમર્થકોમાં તે બદલો લેનાર તરીકે જ્યારે ક્રાંતિના વિરોધીઓમાં શાસન વિરૂદ્ધ આતંકી પ્રવૃત્તિઓના પ્રતીક તરીકે ઓળખાતું હતું.[] આ જ પ્રકારનું અન્ય એક ઉપકરણ યુરોપના દેશોમાં પણ વપરાતું હતું. વિચ્છેદ કરેલાં મસ્તકોનું પ્રદર્શન એ યુરોપીય સાર્વભૌમના શક્તિ પ્રદર્શનનો એક ભાગ રહ્યું છે.[]

ગિલોટીનની શોધ મૃત્યુદંડને વધુ માનવીય બનાવવાની ભાવનાથી કરાઇ હતી કારણ કે ફ્રાંસમાં મૃત્યુદંડ માટેની આ પહેલાંની પદ્ધતિઓ ક્ષતિયુક્ત અને દર્દનાક સાબિત થઈ હતી. આ ઉપકરણની શોધ બાદ છેક ૧૯૮૧માં મૃત્યુદંડની સજા રદ્દ કરવામાં આવી ત્યાં સુધી ગિલોટીન ફ્રાંસની ન્યાયિક પ્રણાલીનો ભાગ રહ્યું.[]હમીદા દ્જાડુબી ગિલોટીન દ્વારા શિરચ્છેદ કરાયેલા અંતિમ વ્યક્તિ હતા. તેમને ૧૦ સપ્ટેમ્બર ૧૯૭૭ના રોજ ગિલોટીનનો ઉપયોગ કરી મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. આ અંતિમ અવસર હતો જ્યારે કોઈ પશ્ચિમી દેશે કોઈ વ્યક્તિને શિરચ્છેદની સજા ફટકારી હોય.

કાર્યપદ્ધતિ

[ફેરફાર કરો]

મૃત્યુદંડ પામેલી વ્યક્તિના મસ્તકને વધસ્તંભ પર બ્લેડની બરાબર નીચે ગોઠવવામાં આવે છે. બ્લેડ સાથે ૭૫ પાઉન્ડ (૩૪ કિ.ગ્રા.) વજન ધરાવતા લીડ જોડાયેલાં હોય છે. આ બ્લેડને યંત્રઘોડીની અંદરની બાજુએ આવેલી ખાંચ દ્વારા નિર્દેશિત કરવામાં આવે છે. દોરડાથી બાંધેલી એક ખૂંટીની મદદથી બ્લેડને યંત્રઘોડીમાં ઊર્ધ્વ દિશામાં ફસાયેલી રાખવામાં આવે છે. જલ્લાદ જ્યારે દોરડાને ઝડપથી ખેંચી લે છે ત્યારે બ્લેડ નીચે પડે છે અને દોષિત વ્યક્તિનું મસ્તક ધડથી અલગ થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ ઘોડા કે અન્ય કોઇ પ્રાણીની ચોરી કરવા માટે સજા પામે તો જે તે જાનવર સાથે દોરડું બાંધી વિરુદ્ધ દિશામાં દોડાવવામાં આવે છે જેથી ખૂંટી હટી જાય અને વ્યક્તિનો શિરચ્છેદ થઈ જાય. આમ, અહીં પ્રાણી જલ્લાદની ભૂમિકામાં હોય છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. R. Po-chia Hsia, Lynn Hunt, Thomas R. Martin, Barbara H. Rosenwein, and Bonnie G. Smith, The Making of the West, Peoples and Culture, A Concise History, Volume II: Since 1340, Second Edition (New York: Bedford/St. Martin's, 2007), 664.
  2. Janes, Regina. "Beheadings." Representations No. 35.Special Issue: Monumental Histories(1991):21–51. JSTOR. Web. 26 Feb. 2015. Pg 24
  3. Loi n°81-908 du 9 octobre 1981 portant abolition de la peine de mort સંગ્રહિત ૩૧ જુલાઇ ૨૦૧૩ ના રોજ વેબેક મશિન. Legifrance.gouv.fr. Retrieved on 2013-04-25.