લખાણ પર જાઓ

સમયસાર

વિકિપીડિયામાંથી

સમયસાર એ આચાર્ય કુન્દકુન્દ દ્વારા રચાયેલ પ્રસિદ્ધ ગ્રંથ છે. તેમાં દસ અધ્યાયોમાં જીવની પ્રકૃતિ, કર્મ બંધન અને મોક્ષની ચર્ચા કરવામાં આવેલ છે.

આ ગ્રંથ બે-બે પંક્તિઓ વડે બનેલી ૪૧૫ ગાથાઓનો સંગ્રહ છે. આ ગાથાઓ પાલી ભાષામાં લખાયેલ છે. આ સમયસારનાં કુલ નવ પ્રકરણો છે, જે ક્રમામુસાર નીચે મુજબ છે[]-

  • જીવાજીવ અધિકાર
  • કર્તૃ-કર્મ અધિકાર
  • પુણ્ય–પાપ, અધિકાર
  • આસ્રવ અધિકાર
  • સંવર અધિકાર
  • નિર્જરા અધિકાર
  • બંધ અધિકાર
  • મોક્ષ અધિકાર
  • સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર

આ નવ પ્રકરણોમાં પ્રવેશ કરતાં પહેલાં એક પ્રસ્તાવના છે, જેને તેઓ પૂર્વરંગ કહે છે. આ સમયસાર ગ્રંથનું પ્રવેશદ્વાર છે. એમાં જ તેઓ ચર્ચા કરે છે કે સમય શું છે. આ ચર્ચા અત્યંત અર્થપૂર્ણ, અર્થગર્ભિત છે.

વર્તમાનમાં સમયસાર ગ્રંથ પર બે વિવેચન ઉપલબ્ધ છે. એક શ્રી અમૃતચંદ્રસૂરિ દ્વારા લિખિત અને બીજી શ્રી જયસેનાચાર્ય દ્વારા લિખિત. પ્રથમ વિવેચનનું નામ 'આત્મખ્યાતિ' અને આ બીજા વિવેચનનું નામ 'તાત્પર્યવૃત્તિ' છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. जैन २०१२.

સ્ત્રોત ગ્રંથ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]