સરવાળો

વિકિપીડિયામાંથી
સરવાળો

સરવાળો એ સંખ્યાઓને ભેગી કરવાની ગણિતની પદ્દતિ છે.

અંકગણિત[ફેરફાર કરો]

અંકગણિતમાં સરવાળો એ બે અથવા વધુ સંખ્યાઓને ભેગી કરીને તેનો કુલ આંકડો મેળવવાની ક્રિયા છે. સરવાળાની સંજ્ઞા "+" છે. "+" ને સરવાળો (પ્લસ) કહે છે.

ગણતરીના ઉદાહરણો[ફેરફાર કરો]

દાખલા તરીકે, નાના વર્તુળમાં કેટલીક વસ્તુઓ છે. એક સમૂહમાં પાંચ વસ્તુઓ અને બીજાં સમૂહમાં ત્રણ વસ્તુઓ છે. વર્તુળમાં રહેલી વસ્તુઓની કુલ સંખ્યા શોધવા માટે દરેક વસ્તુઓને ગણવી પડશે અથવા બંને સમૂહમાં રહેલી વસ્તુઓની ગણતરી કરીને એક સંખ્યાને બીજીમાં ઉમેરવામાં આવે છે.

સરવાળો[ફેરફાર કરો]

બીજી પદ્ધતિ પ્રમાણે સમૂહ માં રહેલ વસ્તુઓને સમૂહ માં ઉમેરવામાં આવે છે, કારણ કે તે ગણી શકાય તેમ છે. સંજ્ઞા મુજબ:

૫ + ૩

સરવાળો કરવાના નિયમો છે. આ નિયમોથી ગણકયંત્ર પણ ચાલે છે. નિયમ મુજબ:

૫ + ૩ = ૮

બીજા ઉદાહરણ મુજબ, સેલી અને બિલને ર બાળકો છે. સેલી અને બિલને ૩ બીજાં બાળકો થાય છે. કુલ મળીને તેમને ૫ બાળકો થાય છે.

ઉભો સરવાળો

ઉપર રહેલ એનિમેશન એ ૭૮૬ અને ૪૬૭ નો સરવાળો દર્શાવે છે. આ આંકડાઓ એકમમાં વિભાજીત કરવામાં આવ્યા છે. પહેલાં એકમ ૬ અને ૭ ને ઉમેરતા ૧૩ મળે છે, એટલે ૧ દશાંશ અને ૩ એકમ. ૩ નીચે લખાય છે અને ૧ ને દશાંશ સ્તંભમાં લઇ જવાય છે. હવે, ૧, ૮ અને ૬ નો સરવાળો કરાય છે અને ૧૫ મળે છે. ૫ નીચે લખાય છે અને ૧ સો ના સ્તંભમાં લઇ જવાય છે. હવે, ૧, ૭ અને ૪ નો સરવાળો કરતાં ૧૨ મળે છે જે નીચે લખાય છે અને ૧૨૫૩ સંખ્યા મળે છે જે આખરી પરિણામ છે.

માપનનું ઉદાહરણ[ફેરફાર કરો]

રામને તેના ઘરથી શ્રુતિના ઘર સુધીનું અંતર માપવું છે. હર્ષનું ઘર રામનાં ઘરથી પૂર્વમાં ૩૦૦ મીટરના અંતરે છે અને શ્રુતિનું ઘર હર્ષના ઘરથી પૂર્વમાં ૧૨૦ મીટરના અંતરે છે:

રામનું ઘર<------------૩૦૦ મીટર-------------->હર્ષનું ઘર<-----૧૨૦ મીટર----->શ્રુતિનું ઘર

રામના ઘરથી શ્રુતિના ઘરનું અંતર માપેલાં અંતરનો સરવાળો કરીને મળે છે. તેથી,

૩૦૦ + ૧૨૦ = ૪૨૦

સરવાળો ઉમેરણ તરીકે[ફેરફાર કરો]

સરવાળો વસ્તુને મોટી બનાવવા માટે પણ વપરાય છે.

ઉદાહરણ[ફેરફાર કરો]

  • ટોમના તેના ઘરમાં એક વધુ ઓરડાનો ઉમેરો કરે છે. આ ઉમેરો સરવાળો કહેવાય છે.
  • જ્હોન જમવાનું બનાવે છે. તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તે તેમાં મીઠું ઉમેરે છે. એટલે કે, જ્હોન તેમાં ઉમેરો કરે છે.

કોષ્ટક[ફેરફાર કરો]

+ ૧૦
૧૦ ૧૧
૧૦ ૧૧ ૧૨
3 ૧૦ ૧૧ ૧૨ ૧૩
૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪
૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫
૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬
૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭
૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮
૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯
૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]