સલુગારા બૌધ મઠ
Appearance
સલુગારા બૌધ મઠ ભારત દેશના પશ્ચિમ બંગાળ રાજ્યના સિલિગુડી શહેરની હદ બહારના વિસ્તારમાં આવેલ સૌથી આદરણીય સ્થળ છે. આ બૌદ્ધ મઠ સિલિગુડી શહેરથી ૬ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. આ બૌદ્ધ મંદિર ખાતે પ્રવાસીઓ ધ્યાન માટે મુલાકાતે આવતા હોય છે.[૧] ધ્યાન માટે આદર્શ એવા આ શાંત સ્થાનની સ્થાપના તિબેટીયન સાધુઓ અને ધાર્મિક નેતા દલાઈ લામાના અનુયાયીઓ દ્વારા કરવામાં આવી હતી.
આ બૌદ્ધ ધાર્મિક સ્થળની એક ખાસ વિશેષતા આ મઠ ખાતે આવેલ ૧૦૦ ફૂટ ઊંચો સ્તૂપ છે, જેની સ્થાપના તિબેટીયન લામા, કાલુ રિન્પોચે દ્વારા કરવામાં આવી હતી એમ માનવામાં આવે છે. આ સ્તૂપની સાધુઓ દ્વારા પૂજન કરવામાં આવે છે જે બોદ્ધ ધર્મના પાંચ પ્રકારના અવશેષ બહાર લાવે છે. આ મૂર્તિપૂજાના હેતુ માટે એમ માનવામાં આવે છે કે તેનાથી મુક્તિ મેળવવા માટેની દૃષ્ટિ પ્રાપ્ત થાય છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Bagpack and soak in". ૨૦૧૮-૦૭-૦૧. મૂળ માંથી 2019-04-30 પર સંગ્રહિત. મેળવેલ 2018-08-27.