સલોટા કિલ્લો

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
સલોટા કિલ્લો
સલોટા કિલ્લો, નાસિક
Salotafort.JPG
સાલ્હેર કિલ્લા પરથી દેખાતો સલોટા કિલ્લો
Lua error in વિભાગ:Location_map at line 387: No value was provided for longitude.
ઊંચાઈ ૧૨૯૫ મીટર
સ્થળ વિષે માહિતી
આધિપત્ય ભારત સરકાર
જાહેર જનતા
માટે ખુલ્લું
હા
હાલત ખંડિત
સ્થળનો ઇતિહાસ
બાંધકામ સામગ્રી પથ્થર, ચૂનો અને સીસું
યુદ્ધ/સંગ્રામ સાલ્હેરનું યુદ્ધ
ઘટનાઓ બહાલોલ ખાનની હત્યા
ગેરિસનની માહિતી
રહેવાસીઓ શિવાજી, બ્રિટિશરો

સલોટા કિલ્લો એક પર્વતીય કિલ્લો છે, જે મહારાષ્ટ્ર, ભારત ખાતે નાસિક જિલ્લાના બાગલાણ ક્ષેત્રમાં સ્થિત છે. આ કિલ્લો સાલ્હેર નજીક આવેલ છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

આ કિલ્લા માટે કોઈ અલગ ઇતિહાસ મળતો નથી. આ કિલ્લો નજીક આવેલ સાલ્હેર ફોર્ટનો એક ભાગ છે. આ ભાગ દુશ્મનોથી વધારાની સુરક્ષા પૂરી પાડવા માટે બનાવવામાં આવેલ છે.

કેવી રીતે જવાય[ફેરફાર કરો]

અહીંથી નજીકનું ગામ વાઘામ્બે છે. ત્યાંથી સતત ચડતાં સલોટા અને સાલ્હેર કિલ્લાની વચ્ચેના ભાગમાં પહોંચાય છે. વાઘામ્બેથી લગભગ દોઢ કલાક ચાલવાથી અહીં પહોંચાય છે.[૧] અહીંથી એક સાંકડી કેડી પશ્ચિમ તરફ સલોટા તરફ દોરી જાય છે. ગામના કોઈ વ્યક્તિને સ્થાનિક માર્ગદર્શન માટે સાથે લઈ જાવ તે વધુ સારું છે. આ કિલ્લા પર કોઈ સ્થળ એવું નથી કે આરામદાયક રોકાણ કરી શકાય. ઘણા ટ્રેકરો અહીં પોતાનો ભારે સામાન રાખી સલોટા શિખર પર ચડે છે, પછી ત્યાંથી અહીં સુધી ઉતરી સાલ્હેર ફોર્ટ પર રાત રહે છે.

જોવાલાયક સ્થાનો[ફેરફાર કરો]

આ કિલ્લા પર એક પછી એક ભાગ ચડતા પહોંચી શકાય છે. ત્યાં ત્રણ દરવાજા જે એક લાઈનમાં આવેલા છે, જે કિલ્લાના મુખ્ય ભાગ તરફ દોરી જાય છે. ત્યાં બે પથ્થરમાં કોતરાયેલ પાણીના ટાંકા આવેલ છે. આ કિલ્લાની ટોચ સુધી જવા પર્વતારોહણને લગતાં સાધનોની જરુર પડે છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Nasik Range trek- Day IV: Fort Salher, Fort Salota". yash-gaikwad.blogspot.in. Retrieved ૬ ફેબ્રુઆરી ૨૦૧૭. 
  2. "Salota, Sahyadri,Shivaji,Trekking,Marathi,Maharastra". trekshitiz.com. Retrieved ૬ ફેબ્રુઆરી ૨૦૦૭.