સહસ્ત્રધારા, દહેરાદૂન જિલ્લો

વિકિપીડિયામાંથી
Sahastradhara

સહસ્ત્રધારા (અંગ્રેજી: Sahastradhara) ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ ઉત્તરાખંડ રાજ્યના દહેરાદૂન શહેરથી માત્ર ૧૬ કિલોમીટર જેટલા અંતરે રાજપુર ગામ નજીક આવેલ છે[૧]. અહીં આવેલ ગંધકયુક્ત ઝરણું ત્વચા રોગોની સારવાર માટે પ્રખ્યાત છે. આ સારવાર સંબંધી થોડા અન્ય ઉપાયો પણ છે. ખાવા-પીવા અને અન્ય પ્રકારની વસ્તુઓના વેચાણના સ્ટોલો હોવાથી આ સ્થળ ઊજાણી માટે ખૂબ યોગ્ય છે. ઘણા પરિવારો અહીં પર મોજ-મસ્તી કરતા જોઇ શકાય છે. અન્ય લોકોની જેમ આ સ્થળ બાળકોમાં પણ એટલું જ લોકપ્રિય છે.

આ સમગ્ર જગ્યા અનન્ય કુદરતી અજાયબી છે. ટેકરી પરથી પડતા જળને પ્રાકૃતિક રીતે સંચિત કરવામાં આવેલ છે. અહીં થોડી દૂર એક ટેકરીની અંદર પ્રાકૃતિક સ્વરૂપમાં કોતરેલી અનેક નાની નાની ગુફાઓ છે, જે બહારથી તો સ્પષ્ટ દેખાતી નથી, પરંતુ આ ગુફામાં દાખલ થઈએ ત્યારે જોવા મળે છે કે ગુફાઓની છત પરથી અવિરત રીમઝીમ આછા વરસાદનો છાંટા ટપકતા રહે છે. બસ આ જ સહસ્ત્રધારા છે. ઘણા લોકો છે પોલિયો-ગ્રસ્ત બાળકોને સલ્ફરયુક્ત પાણીમાં સ્નાન કરાવતા જોવા મળે છે. આ સ્થળ નાનું છે, જ્યાં થોડા કલાક જરુરથી રોકાઈ શકાય છે. ચા-પાણી-નાસ્તા માટે પણ એક સરળ સગવડતાઓ મળે છે. કેટલીક હસ્તકલાની વસ્તુઓના વેચાણની દુકાનો પણ છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2017-05-14 પર સંગ્રહિત. મેળવેલ 2017-05-10.