સામાજિક સાહસિકતા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

સામાજિક સાહસિકતાસામાજિક સાહસિક નું કાર્ય છે. સામાજિક સાહસિક સામાજિક પ્રશ્નને ઓળખીને સામાજિક પરિવર્તન (સામાજિક સાહસ) સિદ્ધ કરવા માટે તેને વ્યવસ્થિત કરવા, સર્જન કરવા અને સાહસનું નિયમન કરવા માટે સાહસના સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે. વેપારિક સાહસિક સામાન્ય રીતે નફા અને વળતરની રીતે તેના પ્રદર્શનને માપે છે, જ્યારે સામાજિક સાહસિક સામાજિક મૂડીના સર્જન પર તેનું ધ્યાન કેન્દ્રિત કરે છે. આમ, સામાજિક સાહસિકનો મુખ્ય ઉદ્દેશ સામાજિક અને પર્યાવરણીય લક્ષ્યાંકોને આગળ વધારવાનો હોય છે. જો કે, સામાજિક સાહસિકો સામાન્ય રીતે સ્વયંસેવી તથા બિન-નફાકારક ક્ષેત્રો સાથે સંકળાયેલા હોય છે,[૧] પરંતુ તેનો અર્થ એ નથી કે તેમાંથી નફો થતો નથી. વૈશ્વિક દૃષ્ટિકોણ અથવા આંતરરાષ્ટ્રીય પરીપ્રેક્ષ્ય સાથેની સામાજિક સાહસિકતાને આંતરરાષ્ટ્રીય સામાજિક સાહસિકતા કહેવામાં આવે છે.[૨].

ઇતિહાસ[ફેરફાર કરો]

સામાજિક સાહસિક અને સામાજિક સાહસિકતા શબ્દોનો ઉપયોગ સામાજિક પરિવર્તન પરના સાહિત્યમાં પ્રથમ વખત 1960 અને 1970ના દાયકાઓમાં કરવામાં આવ્યો.[૩] આ શબ્દોનો ઉપયોગ 1980 અને 1990ના દાયકાઓમાં વધારે બહોળો બન્યો, જેને Ashoka: Innovators for the Publicના સ્થાપક બિલ ડ્રેયટન[૪] અને ચાર્લ્સ લિડબીટર જેવા અન્ય લોકો દ્વારા ઉત્તેજન આપવામાં આવ્યું.[૫] 1950ના દાયકાથી 1990ના દાયકા સુધી માઇકલ યંગ સામાજિક સાહસના અગ્રણી પ્રોત્સાહક હતા અને 1980ના દાયકામાં હાર્વર્ડના પ્રોફેસર ડેનિયલ બેલે તેમને સામાજિક સાહસના વિશ્વના સૌથી સફળ સાહસિક ગણાવ્યા હતા કારણ કે તેમણે યુકે (UK)માં સામાજિક સાહસિકતા માટેની શ્રેણીબદ્ધ શાળાઓ શરૂ કરવા સહિત વિશ્વભરમાં 60 કરતાં વધારે સંસ્થાઓની સ્થાપના કરી હતી. અન્ય બ્રિટીશ સામાજિક સાહસિક લોર્ડ મેવસન ઓબીઇ (OBE) છે. એન્ડ્ર્યુ મેવસનને તેમના પાયાના પુનઃઉત્પાદન કાર્ય માટે 2007માં ઉમરાવપદ આપવામાં આવ્યું હતું. તેમાં ઇસ્ટ લંડનમાં બોવ સેન્ટર દ્વારા પ્રખ્યાત બ્રોમલીના સર્જનનો સમાવેશ થાય છે. તેમણે તેમના અનુભવો "ધ સોશ્યલ ઇન્ટ્રપ્રિન્યરઃ મેકિંગ ક્મ્યુનિટીઝ વર્ક" નામના પુસ્તકમાં નોંધ્યા છે[૬] અને તેઓ હાલમાં પુનઃઉત્પાદનના કાર્યને પ્રોત્સાહન આપવામાં મદદ કરતી એન્ડ્ર્યુ મેવસન પાર્ટનરશીપ્સનું સંચાલન કરે છે.[૭]. નેશનલ સેન્ટર ફોર સોશ્યલ એન્ટ્રપ્રિન્યર્સની સ્થાપના જુડસન બેમિસ[૮] અને રોબર્ટ એમ. પ્રાઇસે[૯] 1985માં કરી હતી અને જેર બોશ્ચીએ 1991થી 1999 સુધી તેના પ્રમુખ અને સીઇઓ (CEO) તરીકે સેવા આપી હતી.

આ શબ્દો પ્રમાણમાં નવા હોવા છતાં, સામાજિક સાહસિક અને સામાજિક સાહસ સમગ્ર ઇતિહાસમાં જોવા મળે છે. જેમના કાર્યને સામાજિક સાહસના ઉત્તમ ઉદાહરણ ગણી શકાય તેવા કેટલાક નોંધપાત્ર ઐતિહાસિક વ્યક્તિઓમાં ફ્લોરેન્સ નાઇટીંગેલ (પ્રથમ નર્સિંગ સ્કૂલના સ્થાપક અને આધુનિક નર્સિંગ પદ્ધતિઓ વિકસાવનારા), રોબર્ટ ઓવેન (સહકારી ચળવળના સ્થાપક અને વિનોબો ભાવે (ભારતની ભૂદાન ચળવળના સ્થાપક)નો સમાવેશ થાય છે. ઓગણીસમી અને વીસમી સદીમાં કેટલાક સૌથી વધુ સફળ સામજિક સાહસિકો નાગરિક, સરકારી અને વ્યાવસાયિક વિશ્વમાં સફળતાપૂર્વક પ્રવેશ કરીને કલ્યાણ, શાળાઓ અને આરોગ્યના ક્ષેત્રોમાં મુખ્ય જાહેર સેવાઓ દ્વારા સ્વીકારાયેલા વિચારોને પ્રોત્સાહન આપ્યું.

વર્તમાન કામગીરી[ફેરફાર કરો]

એક સમકાલીન સામાજિક સાહસિક મુહમ્મદ યુનુસ છે, જેઓ ગ્રામીણ બેન્ક અને તેના સામાજિક સાહસોના વધતા જતા પરિવારના સ્થાપક અને મેનેજર છે, જેમને 2006માં નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.[૧૦] યુનુસ અને ગ્રામીણનું કાર્યના પડઘા આધુનિક સમયના સામાજિક સાહસિકોની થીમમાં પડ્યા છે જે વ્યાવસાયિક સિદ્ધાંતોને સામાજિક સાહસ સાથે જોડવામાં આવે ત્યારે સર્જાતી વિપુલ સમરસતા અને ફાયદાઓ પર ભાર મૂકે છે.[૧૧] કેટલાક દેશોમાં – બાંગ્લાદેશ અને થોડા પ્રમાણમાં અમેરિકા સહિત – સામજિક સાહસિકોએ પ્રમાણમાં નાના રાજ્યો દ્વારા છોડી દેવામાં આવેલી જગ્યા ભરી દીધી છે. કેટલાક અન્ય દેશોમાં – ખાસ કરીને યુરોપ અને દક્ષિણ અમેરિકામાં – તેમણે રાષ્ટ્રીય અને સ્થાનિક એમ બંને સ્તરે જાહેર સંસ્થાઓ સાથે નજીકથી કામ કરવાનું વલણ અપનાવ્યું છે.

ભારતમાં સામાજિક સાહસિક એક વ્યક્તિ હોઈ શકે છે, જે કોઇ સામાજિક સાહસના સ્થાપક, સહ-સ્થાપક, મુખ્ય કાર્યવાહક (પ્રમુખ, સચિવ, કોષાધ્યક્ષ, મુખ્ય કારોબારી અધિકારી (સીઇઓ (CEO)) કે ચેરમેન હોઇ શકે છે), જે પ્રાથમિક રીતે એનજીઓ (NGO) હોય, જે કેટલીક સેવાઓ (મુખ્યત્વે ભંડોળ એકત્ર કરવાના કાર્યક્રમો અને સમુદાય પ્રવૃત્તિઓ)ના માધ્યમથી અને પ્રસંગોપાત ઉત્પાદનો દ્વારા ભંડોળ એકત્ર કરતી હોય. ચાઇલ્ડ રાઇટ્સ એન્ડ યુના રીપ્પન કપૂર અને યૂથ યુનાઇટેડના જ્યોતિન્દ્ર નાથ આ પ્રકારના સામાજિક સાહસિકોના ઉદાહરણ છે, જેઓ તેમની સંસ્થાઓના સ્થાપકો છે. Bhookh.comના જય વિકાસ સુતરીયા સામાજિક સાહસિક છે જે ભારતમાં ભૂખ સામે લડવા માટે ઇન્ટરનેટની શક્તિનો ઉપયોગ કરે છે.

ભારતમાં બિન-નફાકારક સાહસનું અન્ય એક ઉત્તમ ઉદાહરણ રંગ દે છે. [૧] રામક્રિષ્ના અને સ્મિતા રામ દ્વારા જાન્યુઆરી 2008માં સ્થાપવામાં આવેલું રંગ દે સમકક્ષ-થી-સમકક્ષ (પીયર-ટુ-પીયર) ઓનલાઇન પ્લેટફોર્મ છે જે ભારતમાં શહેરી અને ગ્રામીણ ગરીબોને નીચા દરે નાનું ધિરાણ ઉપલબ્ધ બનાવે છે. વ્યક્તિ સમગ્ર ભારતમાં સીધા જ લેણદારને ધિરાણ કરી શકે છે, તેમના રોકાણ પર ઓનલાઇન રીતે નજર રાખી શકે છે અને વાર્ષિક બે ટકાના વ્યાજદરે નિયમિત રીતે પુનઃચૂકવણી પણ મેળવે છે. આરઓઆઇ (ROI).

આજે બિન-નફાકારક અને બિન-સરકારી સંસ્થાઓ, મંડળો, સરકારો અને વ્યક્તિઓ પણ સમગ્ર વિશ્વમાં સામાજિક સાહસિકોને પ્રોત્સાહન આપવાની, ભંડોળ આપવાની અને સલાહ આપવાની ભૂમિકા ભજવે છે. અનેક કોલેજો અને યુનિવર્સિટીઓ સામાજિક સાહસિકોને શિક્ષણ અને તાલિમ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરતાં કાર્યક્રમોની સ્થાપના કરી રહી છે.

યુકે (UK)માં 2002માં સાત અગ્રણી બિન-નફાકારક સંસ્થાઓએ યુએનલિમિટેડ – ધ ફાઉન્ડેશન ફોર સોશ્યલ એન્ટ્રપ્રિન્યર્સની સ્થાપના કરી. જે યુકે (UK)માં સામાજિક સાહસોમાં રોકાણ કરવા માટે 100 મિલિયન પાઉન્ડનું ખાસ દાન ધરાવે છે. યુએનલિમિટેડ લોકોને રોકડ પુરસ્કાર અને સહાય પૂરી પાડે છે જેમાં સામુદાયિક પ્રોજેક્ટ્સને વિકસાવવામાં મદદ કરવા માટે કોચિંગ, તાલિમ અને નેટવર્કિંગની તક પૂરી પાડે છે. યુએનએલટીડી (UnLtd) વેન્ચર્સ યુએનએલટીડી (UnLtd)નો આંતરિક સલાહકાર વિભાગ છે અને તે બાકી રહેલા સામાજિક સાહસિકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, વ્યાવસાયિક ટેકો પૂરો પાડે છે અને તેમને વ્યાપ વધારવામાં, સંસ્થાઓના અનુસરણમાં અને રોકાણો મેળવવામાં મદદ કરે છે. તેમની વધુ એક કામગીરી યુએનલિમિટેડ રીસર્ચ છે, જે સામાજિક સાહસિકતા અંગેના પ્રમાણો અને વિચારોનો વિશ્વનો પ્રાથમિક સ્ત્રોત છે. તેનો મુખ્ય હેતુ વૈશ્વિક વ્યાપાર, જાહેર નીતિ અને સમુદાયના પુનઃઉત્પાદનમાં સામાજિક સાહસિકોની ભૂમિકા અંગે શૈક્ષણિક ચર્ચાઓ કરવાનો, રોજગારીનો અને વ્યૂહાત્મક વૃદ્ધિનો છે.

જ્યોર્જ ફાઉન્ટેડશનનો મહિલા સશક્તિકરણ કાર્યર્કમ મહિલાઓને શિક્ષણ, સહકારી ખેતી, વ્યાવસાયિક તાલિમ, બચત આયોજન અને વ્યવસાય વિકાસ પૂરાં પાડીને તેમને સક્ષમ બનાવે છે. 2006માં સહકારી ખેતી કાર્યક્રમે, બલદેવ ફાર્મ્સ, 250 acres (1.0 km2)માં વાવેતર સાથે દક્ષિણ ભારતમાં બીજા નંબરનું સૌથી મોટું કેળા ઉત્પાદન કર્યું હતું.[૧૨] ફાર્મમાંથી થતો નફો કારીગરોની આર્થિક સ્થિતિ સુધારવા માટે અને સંસ્થાની અન્ય દાન પ્રવૃત્તિઓ ચલાવવા કરવામાં આવે છે.[૧૨]

કેટલાક લોકોએ નફા માટે અને કાંઇક અલગ કરવા માટે સંસ્થાઓનું નિર્માણ કર્યું છે. તાજેતરનું ઉદાહરણ એસકેએસ (SKS) માઇક્રોફાઇનાન્સના સ્થાપક સીઇઓ (CEO) વિક્રમ અકુલા, મેકેન્ઝીના ભૂતપૂર્વ વિદ્યાર્થી, એ ભારતના આંધ્રપ્રદેશ રાજ્યના ગામડાઓમાં નાનાં ધિરાણ માટેનું સાહસ શરૂ કર્યું છે. આ સાહસ નફો મેળવવા માટેનું હોવા છતાં તેણે ગામડાંની ગરીબ મહિલાઓમાં તીવ્ર ઝડપે પરિવર્તન લાવવાનો પ્રારંભ કર્યો છે. શ્રેષ્ઠતમ ઉદાહરણ બ્રેન્ટ ફ્રીમેન [૨], નોર્મા લારોસા [૩] અને નીક રીડર [૪], MARCsMovement.comના સહ-સ્થાપક [૫]નું છે જેમણે અમેરિકામાં મોરલ એન્ડ રીસ્પોન્સીબલ કંપનીઝ (MARCs - એમએઆરસીએસ)ની નવી ઓનલાઇન રીટેલ સાઇટનો પ્રારંભ કર્યો છે, જે તેના વેન્ડર્સને ચાર વ્યાવસાયિક પ્રવૃત્તિને અનુલક્ષીને મૂલવે છે અને તેના ગ્રાહકોને તેમની ખરીદીના પાંચ ટકા તેમની પસંદગીની દાનપ્રવૃત્તિમાં ફાળવવાનો મોકો આપે છે. આ ઓનલાઇન શોપિંગ સાઇટનો હેતુ ઓનલાઇન શોપિંગ કરતાં લોકોને રોજબરોજની ખરીદી દ્વારા વિશ્વમાં બદલાવ લાવવા સક્ષમ બનાવવાનનો છે અને તે દરેક વેચાણ સાથે બમણો નફો પૂરો પાડવા કટિબદ્ધ છે. આ જ પ્રકારની માનસિકતાનો ઉપયોગ કરીને MARCsMovement.com 2010માં Roozt.com જેણે સામાજિક રીતે જવાબદાર, સામાજિક સાહસિક વેન્ડર્સના ઉત્પાદનો વેચવા માટે રોજના સોદાના પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો.

ચોક્કસ રીતે સામાજિક સાહસિક કોને કહી શકાય તે માટે સતત દલીલો થતી રહે છે. કેટલાક લોકો આ શબ્દનો ઉપયોગ માત્ર એવી સંસ્થાના સ્થાપકો માટે કરવા પૂરતો મર્યાદિત રાખે છે જે પ્રાથમિક રીતે સીધી આવક પર આધાર રાખે છે – અર્થાત્ ગ્રાહકોને ચૂકવીને કરવામાં આવતી સીધી કમાણી. અન્ય લોકોએ આ શબ્દનો ઉપયોગ વિસ્તારીને જાહેર સત્તાવાળાઓ માટે કરવામાં આવતા કોન્ટ્રાક્ટ કામને સમાવી લેવાની ભલામણ કરી છે, તો બીજા કેટલાક લોકો ગ્રાન્ટ અને દાનનો પણ સમાવેશ કરે છે. આ દલીલોનો ઉકેલ જલદીથી આવે તેમ લાગતું નથી. ઉદાહરણ તરીકે પીટર ડ્રકરે એકવાર લખ્યું હતું કે નવી યુનિવર્સિટીના સર્જન જેટલું બીજું કોઇ સાહસિક કાર્ય નથી, છતાં મોટાભાગના વિકસીત દેશોમાં મોટાભાગની યુનિવર્સિટીને રાજ્ય દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.

Ashoka: Innovators for the Public , ધ સ્કોલ ફાઉન્ડેશન, ઓમિદ્યાર નેટવર્ક, સ્કવેબ ફાઉન્ડેશન ફોર સોશ્યલ એન્ટ્રપ્રિન્યરશીપ, રૂટ કોઝ, ધ કેનેડિયન સોશ્યલ એન્ટ્રપ્રિન્યરશીપ ફાઉન્ડેશન, ન્યૂ પ્રોફિટ ઇન્ક. (Inc.), અને ઇકોઇંગ ગ્રીન સહિતની સંસ્થાઓ વિશ્વભરમાં પથરાયેલા છૂપા પરીવર્તનકારીઓને પ્રકાશમાં લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અશોકની ચેન્જમેકર્સ "ઓપન સોર્સિંગ સોશ્યલ સોલ્યુશન્સ" (મુક્ત સોર્સિંગ સામાજિક ઉકેલ) પહેલ ચેન્જમેકર્સ સમસ્યાઓની આસપાસ સામુદાયિક પ્રવૃત્તિઓના સર્જન માટે સામૂહિક સ્પર્ધા ઉભી કરવા માટે ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.

ઉત્તર અમેરિકન સંસ્થાઓ માત્ર મૂઠ્ઠીભર મજબૂત માણસો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો વ્યક્તિગત અભિગમ ધરાવે છે, જ્યારે એશિયા અને યુરોપના સંગઠનો સામાજિક સાહસિકો ટીમ, નેટવર્ક અને ચળવળમાં પરીવર્તન માટે કઈ રીતે કામ કરી શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ધ સ્કોલ ફાઉન્ડેશન, ઇબેય (eBay)ના પ્રથમ પ્રેસિડેન્ટ જેફ સ્કોલ દ્વારા સર્જિત, અસર પેદા કરી શકે તેવા સ્તર સુધી પહોંચેલી સામાજિક સાહસિકતા સંસ્થાઓને મધ્યસ્તરીય ક્ષમતા વર્ધન અનુદાન આપે છે, વાર્ષિક રીતે ફાઉન્ડેશનની ઓનલાઇન કમ્યુનીટી સ્કોલ વર્લ્ડ ફોરમ એન્ડ સોશ્યલ એજથી એકબીજા સાથે જોડે છે, તેમની પ્રવૃત્તિઓને સન્ડેન્સ ઇન્સ્ટિટ્યૂટ, ફ્રન્ટલાઇન વર્લ્ડ, ન્યૂઝઆર વીથ જીમ લેરેર અને અન્ય ફિલ્મ અન્ બ્રોડકાસ્ટ આઉટલેટ્સની મદદથી પ્રકાશમાં લાવે છે. સ્કોલ સામાજિક સાહસિકતાના ક્ષેત્રને પણ ટેકો આપે છે, જેમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી ખાતે સેડ બિઝનેસ સ્કૂલમાં સ્કોલની સ્કોલ સેન્ટર ફોર સોશ્યલ એન્ટ્રપ્રિન્યરશીપની સ્થાપનાનો પણ સમાવેશ થાય છે. અમેરિકામાં સામાજિક સાહસિકતા વ્યવસાયના ઉદાહરણોમાં નીકા (NIKA) વોટર કંપનીનો સમાવેશ થાય છે, જે અમેરિકામાં બોટલ્ડ વોટર વેચે છે અને તેનો 100 ટકા નફો વિકસતા દેશોના લોકોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા માટે કરે છે, ઉપરાંત ન્યૂમેન્સ ઓન તેનો 100 ટકા નફો વિવિધ શિક્ષણ સંબંધી પ્રવૃત્તિમાં વાપરે છે.

યુવા સામાજિક સાહસિકતા સામાજિક સમસ્યાઓના ઉકેલ માટે યુવાનોના અવાજને જોતરવા માટેનો વધતો જતો સામાન્ય અભિગમ છે. યુવા સંસ્થાઓ અને કાર્યક્રમો આ પ્રયાસોને યુવાન લોકોને વિવિધ પ્રોત્સાહનો આપવા દ્વારા ઉત્તેજન આપે છે.[૧૩] આવો જ એક કાર્યક્રમ યંગ સોશ્યલ પાયોનીયર્સ છે, જે જે ઓસ્ટ્રેલિયાના યુવા નેતાઓની શક્તિ અને ક્ષમતામાં રોકાણ કરે છે. ધ ફાઉન્ડેશન ફોર યંગ ઓસ્ટ્રેલિયન્સની પહેલ એવો આ કાર્યક્રમ સમુદાયમાં હકારાત્મક પરીવર્તન લાવવા માટેની યુવાનોની ભૂમિકાને ટેકો આપે છે અને તેને વધાવે છે. ફેસ ઇન્ટરનેશનલ [૬] મિડલ સ્કૂલ, હાઇ સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને વ્યાજ-રહિત લોન, અનુદાન અને મેન્ટરશીપ પૂરી પાડીને યુવા સામાજિક સાહસિકતાને પ્રોત્સાહન આપવાનો કાર્યક્રમ ધરાવે છે. તેઓ સ્કૂલ કલ્બ બાદ સ્થળ પર મિડલ સ્કૂલ્સ, હાઇસ્કૂલ્સ અને કોલેજોને યુવા સામાજિક ઉદ્યોગસાહસિકતા સર્જવામાં પણ મદદ કરે છે. માર્કસમૂવમેન્ટ [૭] બિઝનેસ મોડલ આ પ્રકારના અભિગમને સમાંતર છે, જે તેમની કટિબદ્ધતા સાથે આગળની પેઢીને ચૂકવણી કરે છે જેનાથી આજના યુવાનોને સામાજિક જવાબદારી સાથેના વ્યવસાય માટે શિક્ષણ મળી રહે જેનાથી તેઓ આવતીકાલના પ્રગતિશીલ નેતાઓ બને.

ઇસ્તંબૂલ બિલ્ગી (BİLGİ) યુનિવર્સિટીએ બિલ્ગી (BİLGİ) યંગ સોશ્યલ એન્ટ્રપ્રિનયર એવોર્ડ્સ પ્રોજેક્ટ મે 2010માં તૂર્કીમાં યુવા સામાજિક સાહસિકોને શોધી કાઢવા, તેમને શિક્ષણ અને નાણાંકિય સહાય પૂરી પાડવા શરૂ કર્યો છે. ઇન્ટરનેશનલ યુથ ફાઉન્ડેશન, સિલ્વેન/લોરેટ ફાઉન્ડેશન અને ટીઇજીવી (TEGV) સાથે સમગ્રલક્ષી વ્યૂહ સાથે સહકાર સાધીને ઇસ્તંબૂલ બિલ્ગી યુનિવર્સિટી તેમના સમાજમાં પરીવર્તન તરફ દોરી જતાં નવી પેઢીના સમાજિક સભાનતા ધરાવતા નાગરિકોના વિકાસમાં પ્રદાન આપવા માંગે છે.

અન્ય યુવા સામાજિક સાહસિકતા સંસ્થા તૂર્કીમાં છે, સંસ્થાનું નામ છે સોગ્લા (SOGLA) [૮] (ધ એકેડેમી ઓફ યંગ સોશ્યલ એન્ટ્રપ્રિન્યર્સ). સોગ્લા (SOGLA) ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ ધરાવતા યુવા સાહસિક ઉમેદવારો (જેમને સોગ્લા (SOGLA) પાયોનિયર્સ કહેવામાં આવે છે) પૂરા પાડે છે, પાયોનિયર્સને ટેકો વિકસવા માટે ટેકો આપે છે, પ્રારંભિક શરૂઆત કરાવે છે અને તેમના સામાજિક સાહસિકતા પ્રોજેક્ટને ટકાવી રાખે છે.

ફાસ્ટ કંપની મેગેઝીન વાર્ષિક રીતે 25 શ્રેષ્ઠ સામાજિક સાહસિકોની યાદી પ્રકાશિત કરે છે, જેને મેગેઝીને કોર્પોરેટ વિશ્વની શિસ્તનો ઉપયોગ સામાજિક સમસ્યાઓના નિર્મૂલન માટે કર્યો હોય તેવી સંસ્થાઓ તરીકે વ્યાખ્યાયિત કરી છે.[૧૪] 2009માં, બિઝનેસવિકે પણ તેનું અનુસરણ કરીને અમેરિકાના સૌથી વધારે પ્રતિભાશાળી સામાજિક સાહસિકોની સમીક્ષા રજૂ કરી હતી, જેમને સામાજિક સમસ્યાઓના ઉકેલ માટે વ્યાવસાયિક પદ્ધતિઓનો ઉપયોગ કરનારા સાહસિક વ્યક્તિઓ તરીકે ઓળખાવ્યા હતા.[૧૫]

સમાજિક સાહસિકોની સફળતા અને જોડાણ માટે ઇન્ટરનેટ અને સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ્સ મહત્વના સ્ત્રોત છે જે તેમના વિચારોને બહોળા વર્ગ સુધી પહોંચાડે છે, નેટવર્ક પ્રસ્થાપિત કરે છે અને રોકાણકારોને વૈશ્વિક સ્તરે વિકાસ કરીને અને ઓછા કે નહિંવત મૂડીરોકાણ સાથે ઘણું મેળવવા સક્ષમ બનાવે છે. ઉદાહરણ તરીકે, કોઈપણ પ્રકારના મૂડી રોકાણ સિવાય માત્ર રસપ્રદ વિચાર સાથે પ્રારંભ કરનારા ત્રણ ઓસ્ટ્રેલિયન વિદ્યાર્થીઓ (લિગલ વર્લ્ડ (1egg1world)) સખાવત માટે એક મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરનું ભંડોળ ઊભું કરવાની પ્રક્રિયામાં છે જેનો પ્રારંભ માત્ર એક ઈંડાથી શરૂ થયો હતો, જે સારા વિચારો ધરાવતા લોકો માટે ઇન્ટરનેટના માધ્યમથી ઉભરતી તકોનું ઉત્તમ ઉદાહરણ છે.[૧૬]

સામાજિક સાહસિકતાના શિક્ષકો માટેના અન્ય સ્ત્રોત[ફેરફાર કરો]

સામાજિક સાહસિકતા અને સામાજિક પરીવર્તન માટેના અનેક તાલિમ સ્ત્રોત છે. પ્રારંભમાં માત્ર મુઠ્ઠીભર યુવા સાહસિકતા કાર્યક્રમો અને અભ્યાસક્રમો હતા જે ઓનલાઇન ઉપલબ્ધ હતા. જૂના સામાજિક સહાસિકો માટે નેટ ઇમ્પેક્ટ, અશોક અને અન્ય સંસ્થાઓ સહાય પૂરી પાડતી હતી.

પ્રવૃત્તિઓનું એક કેન્દ્ર નેટ ઇમ્પેક્ટ [૯] છે જે ઉભરતા સામાજિક સાહસિકોને શિક્ષણ આપવા માટેના સ્ત્રોત પૂરા પાડે છે (તેમનો કારકિર્દી અને સ્ત્રોત વિભાગ જુઓ). વધુમાં, અશોકા યુનિવર્સિટી નેટવર્ક [૧૦] સામાજિક સાહસો માટે અભ્યાસક્રમ તૈયાર કરવા માંગતા શિક્ષકો માટે ઢગલાબંધ સ્ત્રોત પૂરા પાડે છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

 • કોર્પોરેટ સોશ્યલ એન્ટ્રપ્રિન્યરશિપ
 • સહયોગ
 • જોડાણ પદ્ધતિ
 • સામાજિક સાહસિકોની યાદી
 • સામાજિક કારોબાર
 • સામાજિક સાહસ
 • સામાજિક નાવિન્ય
 • સામાજિક સાહસ મૂડી
 • અસરની મહત્તમતા
 • જીઓટૂરીઝમ (ભૂપ્રવાસન)
 • યોગ્ય તકનીક
 • ટ્રીપલ બોટમ લાઇન બિઝનેસ થીયરી

વધુ વાંચન[ફેરફાર કરો]

 • ડેવિડ બોર્નસ્ટીન, હાઉ ટુ ચેન્જ ધ વર્લ્ડ: સોશ્યલ એન્ટ્રપ્રિન્યર્સ એન્ડ ધ પાવર ઓફ ન્યૂ આઇડીયાઝ , ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ (અને અન્ય) ISBN 0-19-513805-8
 • ચાર્લ્સ લીડબીટર, ધ રાઇઝ ઓફ ધ સોશ્યલ એન્ટ્રપ્રિન્યર, ડેમોસ, 1996
 • જોના માઇર, જેફરી રોબિનસન અને કાઇ હોકર્ટ્સ, સોશ્યલ એન્ટ્રપ્રિન્યરશિપ , પાલગ્રેવ, 2006. ISBN 1-4039-9664-4
 • પેરેડો, એ.એમ., અને મેકલીન, એમ. 2006. સોશ્યલ એન્ટ્રપ્રિન્યરશિપ: એ ક્રિટિકલ રિવ્યૂ ઓફ ધ કન્સેપ્ટ. જર્નલ ઓફ વર્લ્ડ બિઝનેસ, 41(1): 56-65.
 • જોહન એલકિંગ્ટન અને માપેલા હાર્ટિગન, ધ પાવર ઓફ અનરિઝનેબલ પીપલ: હાઉ એન્ટ્રપ્રિન્યર્સ ક્રિએટ્સ માર્કેટ્સ ટુ ચેન્જ ધ વર્લ્ડ , હાર્વર્ડ બિઝનેસ પ્રેસ, 2008
 • રોબર્ડ ગુન અને ક્રિસ્ટોફર ડર્કિન, સોશ્યલ એન્ટ્રપ્રિન્યરશિપ: એ સ્કિલ્સ એપ્રોચ , પોલિસી પ્રેસ, 2010
 • માર્ક બી. ડ્યુરીક્સ અને રોબર્ટ એ. સ્ટેબિન્સ, સોશ્યલ એન્ટ્રપ્રિન્યરશિપ ફોર ડમીઝ , વીલી, 2010.
 • જે માર્ક મ્યુનોઝ, ઇન્ટરનેશનલ સોશ્યલ એન્ટ્રપ્રિન્યરશિપ , બિઝનેસ એક્સપર્ટ પ્રેસ, 2010.

સંદર્ભો[ફેરફાર કરો]

 1. થોમ્પસન, જે. એલ., ધ વર્લ્ડ ઓફ ધ સોશ્યલ એન્ટ્રપ્રિન્યર, ધ ઇન્ટરનેશનલ જર્નલ ઓફ પબ્લિક સેક્ટર મેનેજમેન્ટ, 15(4/5), 2002, પાનું 413
 2. મ્યુનોઝ, જે. એમ.2010.ઇન્ટરનેશનલ સોશ્યલ એન્ટ્રપ્રિન્યરશિપ : પાથવેઝ ટુ પર્સનલ એન્ડ કોર્પોરેટ ઇમ્પેક્ટ. ન્યૂ યોર્કઃ બિઝનેસ એક્સપર્ટ પ્રેસ http://www.businessexpertpress.com/books/international-social-entrepreneurship .
 3. દાખલા તરીકે, રોબર્ટ ઓવેનના વર્ણન જે બેન્ક્સમાં શબ્દનો ઉપયોગ થયો હતો , ધ સોશ્યોલોજી ઓફ સોશ્યલ મૂવેમન્ટ્સ , લંડન, મેકમિલાન, 1972
 4. "The Social Entrepreneur Bill Drayton". US News & World Report. 2005-10-31. 2006-11-03 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 5. 'ધ રાઇઝ ઓફ ધ સોશ્યલ એન્ટ્રપ્રિન્યર, ડેમોઝ, લંડન, 1996
 6. http://www.amazon.co.uk/dp/1843546612
 7. http://amawsonpartnerships.com/cms/
 8. મિનેસોટ હિસ્ટ્રિકલ સોસાયટી, આલ્ફા સેન્ટર ફોર પબ્લિક/પ્રાઇવેટ ઇનિશિયેટિવ્ઝ, ઇન્ક. (Inc.) (મિનેપોલિસ, મિન.).
 9. યુનિવર્સિટી ઓફ મિનેસોટા, રોબર્ટ એમ પ્રાઇસ પેપર્સ
 10. "The Nobel Peace Prize 2006". Nobel Foundation. 2006. 2006-11-02 મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 11. "Business-Social Ventures Reaching for Major Impact". Changemakers. 11-2003. મૂળ મૂળ થી 2006-06-14 પર સંગ્રહિત. 2006-11-03 મેળવેલ. Check date values in: |accessdate=, |date=, and |archivedate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 12. ૧૨.૦ ૧૨.૧ મરિયાન બ્રે, ફોર રૂરલ વિમેન, લેન્ડ મીન્સ હોપ, CNN.com, 2005-10-03. સુધારો 2007-02-15.
 13. શીલા કિનકાડે, ક્રિસ્ટિના મેકી, અવર ટાઇમ ઇઝ નાવ: યંગ પીપલ ચેન્જિંગ ધ વર્લ્ડ , ISBN 0-9772319-0-9
 14. "25 Entrepreneurs who are changing the world". 2006-10-15 મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 15. અમેરિકાસ મોસ્ટ પ્રોમિસિંગ સોશ્યલ એન્ટ્રપ્રિન્યર્સ
 16. Tsang, Simon (2010-03-09). "Egg comes first in charity game". The Sydney Morning Herald. Check date values in: |date= (મદદ)

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]