સામૂહિક વર્તન
Appearance
સામૂહિક વર્તન એટલે કોઈ એક સમાન અસર કે ઉદ્દીપનના પ્રતિભાવ રૂપે કેટલાક લોકો દ્વારા કરવામાં આવતા વર્તનની ભાત કે પ્રતિક્રિયા, જે પરસ્પર સંકળાયેલ અને સરખી હોય છે. સામૂહિક વર્તન પૂર્વનિશ્ચિત કે કોઈ પરંપરાના આધારે નથી થતું, તેમજ તે વર્તનનાં સ્પષ્ટ ધોરણો મુજબ પણ નથી હોતું. મોટાભાગે આવા વર્તનને વ્યાખ્યાબદ્ધ કે સીમાબદ્ધ કરી શકાતું નથી. આ પ્રકારનું વર્તન જે તે ક્ષણે ઉપસ્થિત ઉદ્દીપનની સામેનો પ્રતિભાવ માત્ર હોય છે. અહિં વર્તન કરનારા લોકો કોઈ એક જ જૂથના સભ્ય તરીકે વર્તન કરતા હોય તેવું જરૂરી નથી હોતું.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ જોષી, વિદ્યુતભાઈ (૨૦૧૬). પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૧૯૪. ISBN 978-93-85344-46-6.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |