સાયન પહાડી કિલ્લો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
સાયનનો કિલ્લો is located in મુંબઈ
સાયનનો કિલ્લો
સાયનનો કિલ્લો
સાયનનો કિલ્લો (મુંબઈ)
કિલ્લાના ક્ષેત્રનો નકશો (વર્ષ ૧૮૦૫ પૂર્વે)
કિલ્લાની બાહ્ય દિવાલ

સાયન પહાડી કિલ્લો (અંગ્રેજી: Sion Hillock Fortમુંબઈ (બોમ્બે), ભારત ખાતે આવેલ એક કિલ્લો છે. આ કિલ્લો વર્ષ ૧૬૬૯ અને વર્ષ ૧૬૭૭ વચ્ચેના સમયગાળામાં અંગ્રેજ શાસન હેઠળની ઇસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા સાયન ખાતે શંકુ આકારની ટેકરી પર બનાવવામાં આવ્યો હતો, તે સમયે ગેરાર્ડ ઔન્જિર મુંબઈના ગવર્નર હતા. આ ઈમારતને વર્ષ ૧૯૨૫માં પ્રથમ શ્રેણીની ધરોહર ઈમારત (ફર્સ્ટ ગ્રેડ હેરિટેજ સ્ટ્રક્ચર) તરીકે જાહેર કરવામાં આવી હતી.[૧] તે સમયે બ્રિટિશ-કબજા હેઠળનો પરેલ ટાપુ અને પોર્ટુગીઝ કબજા હેઠળના સાલશેત ટાપુ વચ્ચેની સરહદ પર આ કિલ્લો બાંધવામાં આવ્યો હતો, જે કિલ્લાની ઉત્તર તરફની દરિયાઈ ખાડીની સામે આવેલ છે.[૨]

આ ટેકરી મુંબઈ ખાતે સાયન રેલવે સ્ટેશનથી ૫૦૦ મીટર જેટલા અંતરે આવેલ છે.[૩] આ ટેકરીની નીચેના ભાગમાં મુંબઈ વર્તુળની આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની કચેરી[૪] અને પંડિત જવાહરલાલ નહેરુ ઉદ્યાન આવેલ છે. રીવા કિલ્લો અને સેવરી કિલ્લો આ કિલ્લાની નજીકમાં આવેલ છે.

આ કિલ્લો હાલમાં જર્જરિત હાલમાં છે અને તૂટેલા પથ્થરનાં પગથિયાંઓ, વેરવિખેર દિવાલો અને ખંડેરો જેના પર વૃક્ષો ઉગી નીકળ્યાં છે તેમ જ તેની ઉપર માટીનાં આવરણ પણ ચડી ગયેલ છે. આ કિલ્લાની દિવાલની ટોચ પર એક નાનો કક્ષ છે. કિલ્લા તરફ અનેક કેડીઓ દોરી જાય છે. આ કિલ્લા પરથી એક વિશાળ દૃશ્ય જોઈ શકાય છે, જેમાં થાણાની ખાડીમાં આવેલ મીઠાંના અગરો પણ જોઈ શકાય છે. જો કે જંગલીયત અને ઉદાસીનતાને કારણે આ કિલ્લાના માળખાને ઘણી કિંમત ચૂકવવી પડી છે. કિલ્લાની મરામતનું કાર્ય વર્ષ ૨૦૦૯માં શરૂ થયું હતું, પરંતુ અધવચ્ચે જ અપૂરતા ભંડોળને કારણે આ કાર્ય બંધ કરવામાં આવ્યું હતું.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Documentation Update: April 2005 to March 2006. Equitable Tourism Options (Equations). ૨૦૦૬. pp. ૧૩૬. Check date values in: |year= (મદદ)
  2. "Plan to beautify Sion Fort hits roadblock". Hindustan Times. ૨૮ જુલાઈ ૨૦૧૧. Retrieved ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૪. Check date values in: |accessdate=, |date= (મદદ)
  3. "Sion fort to get back old glory". The Times of India. ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૮. Retrieved ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૪. Check date values in: |accessdate=, |date= (મદદ)
  4. "Mumbai Circle". Archeological Survey of India. Retrieved ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૪. Check date values in: |accessdate= (મદદ)