સુરતી બોલી
Appearance
સુરતી બોલી અથવા હુરતી બોલી સુરત શહેર અને તેની આસપાસ આવેલા વિસ્તારોમાં બોલાય છે. આ બોલીની ખાસીયત એ છેકે તેમાં ત નો ઉચ્ચાર ટ, અને ટ નો ઉચ્ચાર ત તરીકે થાય છે. આ ઉપરાંત સ ને બદલે હ નો ઉપયોગ કરવામાં આવે છે. દા. ત. સુરતને બદલે હુરત. સાળીને બદલે હાળી.
સામાન્ય રીતે, આ બોલીમાં સાહજિકપણે ગાળોનું પ્રમાણ વધુ હોય છે, તેમ જ આ બોલીમાં તુંકારાનો વપરાશ પણ વધુ થતો જોવા મળે છે.
ઉદાહરણો
[ફેરફાર કરો]ગુજરાતી | સુરતી બોલી |
---|---|
હું ત્યાં ગયો હતો | મેં ટાં ગઇલો ઉટો |
મેં તને કિધુ હતુ નેં? | મેં ટને કિઢલુ ને? |
નળ બંધ કરો | નલ બંધ કરો |
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |