સૂક્ષ્મ અર્થશાસ્ત્ર

વિકિપીડિયામાંથી
પૂરવઠા અને માંગની રૂપરેખા દરેક કિંમતે(પૂરવઠા) વસ્તુની ઉપલબ્ધી અને દરેક કિંમતે (માંગ) ખરીદશક્તિ સાથે તેમની માંગણી વચ્ચેના સમતુલનના પરિણામે કેવી રીતે ભાવોમાં ભિન્નતા જોવા મળે છે તે દર્શાવે છે.આ ગ્રાફ માંગમાં ડી1 (D1) થી ડી2 (D2) જમણી તરફ સ્થળાંતર જોવા મળે છે તેની સાથે નવા બજારને પહોંચી વળવા માટે ભાવ અને જથ્થામાં જોવા મળતો પરિણામસ્વરૂપી વધારો પણ દર્શાવેલો છે – પૂરવઠાના વળાંક (એસ (S)) પર સમતુલા બિંદુ સ્પષ્ટ કરે છે.

સૂક્ષ્મ અર્થશાસ્ત્ર (માઇક્રોઇકોનોમિક્સ) (ગ્રીક ઉપસર્ગ માઈક્રો – અર્થ “નાનું” + “અર્થશાસ્ત્ર”) અર્થશાસ્ત્રની એક શાખા છે જે વ્યક્તિગત આધુનિક પરિવારો અને પેઢીઓ મર્યાદિત સ્ત્રોતોની વહેંચણી માટે કેવી રીતે નિર્ણય લે છે તે રીતભાતનો અભ્યાસ કરે છે.[૧] લાક્ષાણિક રીતે તે એવા બજારોને લાગુ પડે છે જ્યાં વસ્તુ કે સેવાઓ ખરીદવામાં અને વેચવામાં આવે છે. માઇક્રોઇકોનોમિક્સ (સૂક્ષ્મ અર્થશાસ્ત્ર) એ બાબતનો અભ્યાસ કરે છે કે કેવી રીતે આ નિર્ણયો અને રીતભાતની ચીજો અને સેવાઓની પૂરવઠા અને માંગ પર અસર કરે છે, જે ભાવો નિર્ધારિત કરે છે, અને બદલામાં, કેવી રીતે ભાવો, ચીજો અને સેવાઓના પૂરા પાડવામાં આવેલા જથ્થા અને માંગવામાં આવેલા જથ્થાને નિર્ધારીત કરે છે.[૨][૩]

મેક્રોઈકોનોમિક્સ (સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર)માં તેનાથી વિરોધાભાસ જોવા મળે છે, જેમાં વૃદ્ધિ, ફુગાવો, અને બેરોજગારી સંબંધિત, આર્થિક પ્રવૃત્તિઓના કુલ સરવાળાને સમાવવામાં આવે છે.[૨] માઇક્રોઇકોનોમિક્સ (સૂક્ષ્મ અર્થશાસ્ત્ર) અર્થતંત્રના અગાઉ દર્શાવાયેલા પાસાઓ પર રાષ્ટ્રીય આર્થિક નીતિઓ (જેમ કે કરવેરાના બદલાતા સ્તરો)ની અસરોને પણ ધ્યાનમાં લે છે.[૪] ખાસ કરીને લુકાસ ટીકાને પગલે, મોટાભાગની આધુનિક મેક્રોઈકોનોમિક્સ (સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર) પદ્ધતિઓ ‘માઈક્રોફાઉન્ડેશન્સ’ (સૂક્ષ્મ આધારશિલા) – એટલે કે, સૂક્ષ્મ સ્તરની વર્તણૂંક અંગે પાયાની માન્યતાઓના આધાર પર તૈયાર કરાયેલી છે.

માઇક્રોઇકોનોમિક્સ (સૂક્ષ્મ અર્થશાસ્ત્ર)નો એક હેતુ બજારની કાર્યપ્રણાલીના વિશ્લેષણનો છે જે ચીજો અને સેવાઓમાં સંબંધિત ભાવોને સ્થાપિત કરે છે અને સંખ્યાબંધ વૈકલ્પિક ઉપયોગોમાં મર્યાદિત સ્ત્રોતોને વહેંચે છે. માઇક્રોઇકોનોમિક્સ (સૂક્ષ્મ અર્થશાસ્ત્ર) બજારની નિષ્ફળતાનું વિશ્લેષણ કરે છે, જ્યાં બજાર અસરકારક પરિણામો ઉત્પન્ન કરવામાં નિષ્ફળ જાય છે, અને સંપૂર્ણ સ્પર્ધા માટે જરૂરી સૈદ્ધાંતિક શરતોનું વિવરણ કરે છે. માઇક્રોઇકોનોમિક્સ (સૂક્ષ્મ અર્થશાસ્ત્ર)ના અભ્યાસમાં મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સામાન્ય સમતુલા, અસમપ્રમાણ માહિતીઓમાં આવેલા બજાર, અનિશ્ચિતતા હેઠળ પસંદગી અને રમત સિદ્ધાંતના આર્થિક અમલોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બજાર પ્રણાલીમાં ચીજવસ્તુની લવચીકતાને પણ ધ્યાને લેવામાં આવે છે.

માન્યતાઓ અને વ્યાખ્યાઓ[ફેરફાર કરો]

પૂરવઠા અને માંગનો સિદ્ધાંત સામાન્યપણે માને છે કે બજારો સંપૂર્ણપણે સ્પર્ધાત્મક છે. તે સૂચવે છે કે બજારમાં ઘણા ગ્રાહકો અને વિક્રેતાઓ છે અને તૈ પૈકી કોઈ ચીજો અને સેવાઓના ભાવો પર મહત્વપૂર્ણ રીતે પ્રભાવ પાડવાની ક્ષમતા ધરાવતા નથી. વાસ્તવિક જીવનની કેટલીય લેણ-દેણમાં, આ માન્યતા નિષ્ફળ જાય છે કારણ કે કેટલાક વ્યક્તિગત ગ્રાહકો અથવા વિક્રેતાઓ ભાવ પર પ્રભાવ પાડવા સક્ષમ હોય છે. માંગ-પૂરવઠાના સારા સમીકરણના નમૂનાને સમજવા માટે હંમેશા એક વ્યવહારદક્ષ વિશ્લેષણની જરૂર છે. જોકે, આ માન્યતાઓને પરાવર્તિત કરતી સ્થિતિઓમાં આ સિદ્ધાંત સારી રીતે કામ કરે છે.

અર્થશાસ્ત્રનો મુખ્યપ્રવાહ એક પૂર્વાનુમાન ને નથી માનતો કે સામાજિક સંગઠનોના અન્ય સ્વરૂપો માટે બજારો ઈચ્છનીય છે. હકીકતમાં, મોટાભાગના વિશ્લેષણો એવા કિસ્સાઓને સમર્પિત છે જ્યાં કહેવાતી બજાર નિષ્ફળતા સ્ત્રોતોની વહેંચણીનું કારણ બને છે જે કેટલાક માપદંડો દ્વારા ઓછા શ્રેષ્ઠતમ હોય છે (સંરક્ષણ ખર્ચ તેના માટે શ્રેષ્ઠ ઉદાહરણ છે, તમામ ઉપયોગર્તાઓ માટે લાભદાયી છે પરંતુ નાણાં વ્યવહારમાં કોઈપણ વ્યક્તિ માટે સીધું લાભદાયી નથી). આવા કિસ્સાઓમાં, અર્થશાસ્ત્રીઓ એવી નીતિ શોધવાનો પ્રયાસ કરે છે જે સરકારી નિયંત્રણો દ્વારા પ્રત્યક્ષરૂપે, નિયમનો દ્વારા પરોક્ષ રીતે જે બજારના સહભાગીઓને શ્રેષ્ઠતમ કલ્યાણ સાથે સુસંગત રીતે કામ કરવા માટે પ્રેરિત કરે છે, અથવા અસરકારક વેપારને સક્રિય કરવા માટે જ્યાં અગાઉથી અસ્તિત્વમાં ન હોય તેવા “ખોવાયેલા બજારો”ની રચના કરી, બરબાદી થતી રોકે છે.

તેનો અભ્યાસ સામૂહિક પગલાં અને લોક પસંદગીના સિદ્ધાંતમાં કરવામાં આવે છે. એ વાતની પણ ફરજિયાત નોંધ લેવી જોઈએ કે “શ્રેષ્ઠતમ કલ્યાણ” સામાન્યપણે પેરેશીયન ધોરણોને ધ્યાને લે છે જે તેની કેલ્ડોર-હિક્સ પદ્ધતિની ગાણિતિક એપ્લિકેશનમાં છે. તે ઉપયોગીતાને વ્યાપક બનાવા માટેના ઉપયોગીતાવાદી લક્ષ્યથી અલગ દિશામાં જઈ શકે છે કારણ કે તે લોકોમાં વસ્તુઓના વિતરણને ધ્યાને લેતી નથી. સકારાત્મક અર્થશાસ્ત્ર (માઇક્રોઇકોનોમિક્સ (સૂક્ષ્મ અર્થશાસ્ત્ર))માં બજારની નિષ્ફળતા અર્થશાસ્ત્રીઓની માન્યતાઓ અને તેમના સિદ્ધાંતોને મિશ્ર કર્યા વગર સૂચિતાર્થ કરવામાં મર્યાદિત હોય છે.

લોકો દ્વારા વિવિધ કોમોડિટિ (વસ્તુઓ)ની માંગણી સામાન્યપણે ઉપયોગીતા-વિસ્તારવાની પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે હોવાનું માનવામાં આવે છે, જેમાં દરેક વ્યક્તિ તેમની પોતાની ઉપયોગીતાને વિસ્તારવા માંગે છે. ભાવો અને અપાયેલી વસ્તુની માંગના જથ્થા વચ્ચેના આ સંબંધનું અર્થઘટન માને છે કે, અપાયેલી તમામ અન્ય વસ્તુઓ અને અવરોધો, પસંદગીઓનો એવો સેટ (જૂથ) છે જે ગ્રાહકોને સૌથી વધુ ખુશ બનાવે છે.

કામગીરીના પ્રકારો[ફેરફાર કરો]

એ વાત માની લેવામાં આવી છે કે તમામ પેઢી (કંપની)ઓ તર્કસંગત નિર્ણય-લેવાની પદ્ધતિને અનુસરે છે, અને તેનું ઉત્પાદન નફાને મહત્તમ કરતી નીપજ પર થશે. આ માન્યતાને ધ્યાને લેતા, એવી ચાર શ્રેણીઓ છે જેમાં પેઢી (કંપની)ના નફાને માંગના પ્રમાણમાં વિચારી શકાય છે.

  • એક પેઢી (કંપની) આર્થિક નફો કરે છે એમ ત્યારે જ કહી શકાય જ્યારે તેનો સરેરાશ કુલ ખર્ચ નફો વધારતી નીપજ પર દરેક વધારાની પ્રોડક્ટ (ઉત્પાદન)ના ભાવ કરતા ઓછો હોય. આર્થિક લાભ સરેરાશ કુલ ખર્ચ અને ભાવોના તફાવત તેમજ નીપજના જથ્થાના ગુણાકારની સમકક્ષ હોય છે.
  • એક પેઢી (કંપની) સામાન્ય નફો કરે છે એમ ત્યારે કહી શકાય છે જ્યારે તેનો આર્થિક નફો શૂન્યની સમકક્ષ હોય. આવુ ત્યારે જ જોવા મળે છે જ્યારે સરેરાશ કુલ ખર્ચ અને નફો વધારતી નીપજ પરના ભાવ, બંને એકસમાન થતા હોય.
  • જો આ ભાવો, સરેરાશ કુલ ખર્ચ અને નફો વધારતી નીપજ પરના સરેરાશ ચલિત ખર્ચ વચ્ચેના હોય, તો આ પેઢી (કંપની) ખોટ ઘટાડી રહી હોવાની સ્થિતિમાં છે તેમ કહી શકાય છે. જોકે તેમ છતા આ પેઢી (કંપની)એ ઉત્પાદન ચાલુ જ રાખવુ જોઈએ, કારણ કે જો તે ઉત્પાદન બંધ કરે તો ખોટ વધી જશે. ઉત્પાદન ચાલુ રાખીને પેઢી (કંપની) તેમના ચલિત ખર્ચ, અને કમસેકમ તેના નિયત ખર્ચના અમુક ભાગને ઘટાડી શકે છે, અને જો સંપૂર્ણપણે તે ઉત્પાદન અટકાવે તો તે પોતાના નિયત ખર્ચની સંપૂર્ણતા ગુમાવશે.
  • જો નફો વધારતી નીપજ પર ભાવો સરેરાશ ચલિત ખર્ચ કરતા ઓછા સ્તરના હોય તો, આ પેઢી (કંપની) બંધ કરવી જોઈએ. સંપૂર્ણપણે ઉત્પાદન બંધ કરીને ખોટ ઘટાડી શકાય છે, કારણ કે ઉત્પાદન કોઈ પણ નિયત ખર્ચ અને ચલિત ખર્ચના કોઈ ભાગને ઘટાડવા માટે ઘણું મહત્વપૂર્ણ વળતર ઉત્પન નહીં કરી શકે. ઉત્પાદન બંધ કરવાથી પેઢી (કંપની)ને માત્ર નિયત ખર્ચની જ ખોટ જશે. નિયત ખર્ચની ખોટ જવાથી કંપની સામે એક પડકાર આવે છે. તેણે ફરજિયાતપણે બજારમાંથી નીકળી જવુ જોઈએ અથવા બજારમાં રહીને સંપૂર્ણ ખોટનું જોખમ ઉપાડવું જોઈએ.

ઑપર્ચ્યૂનિટિ કોસ્ટ (તકનો ખર્ચ)[ફેરફાર કરો]

પ્રવૃતિ (અથવા ચીજવસ્તુ)ની ઑપર્ચ્યૂનિટિ કોસ્ટ (તકનો ખર્ચ) શ્રેષ્ઠ આગામી પૂર્વનિશ્ચિત વિકલ્પ સમાન હોય છે. આમ છતાં, ઑપર્ચ્યૂનિટિ કોસ્ટ ની માત્રા નક્કી કરવી મુશ્કેલ છે, ઑપર્ચ્યૂનિટિ કોસ્ટની અસર વ્યક્તિગત સ્તર પર સાર્વત્રિક અને ખૂબ જ વાસ્તિવક હોય છે. વાસ્તવમાં આ સિદ્ધાંતનો અમલ માત્ર અર્થતંત્રમાં જ નહિ, પણ તમામ નિર્ણયોમાં થાય છે. ઓસ્ટ્રીયન અર્થશાસ્ત્રી ફ્રેડરિક વોન વિઝરની રચનાના સમયથી, ઑપર્ચ્યૂનિટિ કોસ્ટને મૂલ્યના સીમાંત સિદ્ધાંતની સ્થાપના તરીકે જોવામાં આવે છે[સંદર્ભ આપો].

ઑપર્ચ્યૂનિટિ કોસ્ટએ, કોઈ વસ્તુની કિંમત માપવાની એક રીત છે. કોઈ પરિયોજનાની કિંમતોની માત્ર ઓળખ કરવા અથવા કિંમતને જોડવાને બદલે, કોઈ વ્યક્તિ સમાન રૂપિયા ખર્ચ કરવા માટે આગામી સર્વશ્રેષ્ઠ વૈકલ્પિક રીતની પણ ઓળખ કરી શકે છે. આગામી સર્વશ્રેષ્ઠ વિકલ્પ નો પૂર્વનિશ્ચિત લાભ મૂળ પસંદની ઑપર્ચ્યૂનિટિ કોસ્ટ છે. એક સામાન્ય ઉદાહરણ અનુસાર એક ખેડૂત પોતાની જમીન પડોશીને ભાડે આપવા કરતાં જાતે ખેતી કરવાનું પસંદ કરશે, જેમાં ભાડામાંથી થનારા પૂર્વનિશ્ચિત લાભને ઑપર્ચ્યૂનિટિ કોસ્ટ કહેવાય છે. આ સ્થિતિમાં, ખેડૂત એકલો જ વધુ લાભ મેળવવાની આશા રાખે છે. આવી જ રીતે, યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાની ઑપર્ચ્યૂનિટિ કોસ્ટ એક ગુમાવેલું વેતન છે, જે કોઈ વિદ્યાર્થી ટ્યૂશન, પુસ્તકો અને અન્ય આવશ્યક વસ્તુઓનાં ખર્ચના બદલે કાર્યબળથી જ કમાઈ કરી શકતો હતો (જેનો સરવાળો હાજરીના કુલ ખર્ચની ભરપાઈ કરે છે). બહામાસમાં કોઈ વેકેશનની ઑપર્ચ્યૂનિટિ કોસ્ટ એક ઘરના ડાઉન પેમેન્ટ(તત્કાલ ચૂકવણી)ની રકમ જેટલી હોઈ શકે છે.

એક વાતનું ધ્યાન રહે કે, ઑપર્ચ્યૂનિટિ કોસ્ટ ઉપલબ્ધ વિક્લ્પોનો સરવાળો નથી, પણ એકના બદલે બીજા શ્રેષ્ઠ વિકલ્પનો લાભ છે. એક શહેરમાં તેની ખાલી જમીન પર એક હોસ્પિટલ નિર્માણ કરવાના નિર્ણયની સંભવિત ઑપર્ચ્યૂનિટિ કોસ્ટ, એક રમતગમત કેન્દ્ર માટેની ભૂમિનું નુકસાન, અથવા પાર્કિંગ પ્લોટ માટેની ભૂમિનો ઉપયોગ કરવાની અસર્મથતતા, અથવા જમીન વેચીને મેળવી શકાય તેવા નાણાં, અથવા વિવિધ સંભવિત વિવિધ ઉપયોગોમાંથી કોઈ એકનું નુકસાન છે - પણ એકંદરે આ તમામનું નુકસાન નથી. સાચી ઑપર્ચ્યૂનિટિ કોસ્ટ આ યાદીની સૌથી લાભકારક વસ્તુનો પૂર્વનિશ્ચિત લાભ હશે.

અહીં એક પ્રશ્ન એ ઊભો થાય છે કે ઑપર્ચ્યૂનિટિ કોસ્ટનું મૂલ્યાંકન અને સરળ સરખામણી માટે પ્રત્યેક વિકલ્પ માટે એક નાણાં મૂલ્ય કેવી રીતે નક્કી કરવું, જે આપણા દ્વારા થતા સરખામણીના પ્રયત્નો પર આધારિત બાબતોમાં વત્તા ઓછા પ્રમાણમાં મુશ્કેલ છે. ઉદાહરણ તરીકે, પર્યાવરણીય અસરોને સામેલ કરતાં ઘણા નિર્ણયો કે જેના નાણાકીય મૂલ્યની આકરણી કરવી વૈજ્ઞાનિક અનિશ્ચિતતાના કારણે મુશ્કેલ હોય છે. એક માનવ જીવન અથવા અતિશીતળ પ્રદેશમાં તેલ ઢોળાવવાની આર્થિક અસરનું મૂલ્યાંકન કરવામાં નૈતિક પ્રભાવ સાથે વ્યક્તિગત પસંદગીઓ સામેલ છે.

એ સમજવું અનિવાર્ય છે કે કોઈ પણ વસ્તુ મફત નથી મળતી. કોઈ શું કરવાનું પસંદ કરે છે તેનો કોઈ ફેર પડતો નથી, તે અથવા તેણીએ હંમેશા બદલામાં કંઈક આપે છે. ઑપર્ચ્યૂનિટિ કોસ્ટનું ઉદાહરણ એક સંગીત કાર્યક્રમમાં જવું અને ગૃહકાર્ય કરવા વચ્ચેનો નિર્ણય કરવા જેવું છે. જો કોઈ વ્યક્તિ સંગીત કાર્યક્રમમાં જવાનો નિર્ણય કરે છે તો પછી તે અથવા તેણીએ અભ્યાસ માટેના મૂલ્યવાન સમયને જતો કરવો પડે છે, પણ જો તે ગૃહકાર્ય કરવાનું પસંદ કરે તો સંગીત કાર્યક્રમ છોડવાનો ભોગ આપવો પડે છે. માઇક્રોઇકોનોમિક્સ (સૂક્ષ્મ અર્થશાસ્ત્ર) અને લેવાયેલા નિર્ણયોને સમજવામાં ઑપર્ચ્યૂનિટિ કોસ્ટ મહત્વની છે.

અમલીકૃત માઇક્રોઇકોનોમિક્સ (સૂક્ષ્મ અર્થશાસ્ત્ર)[ફેરફાર કરો]

અમલીકૃત માઇક્રોઇકોનોમિક્સ (સૂક્ષ્મ અર્થશાસ્ત્ર)માં અભ્યાસના વિશેષ ક્ષેત્રના વિવિધ પ્રકાર નો સમાવેશ થાય છે, તેમાનાં ઘણા અન્ય ક્ષેત્રોમાની પદ્ધિતઓ અંગે ધ્યાન દોરે છે. અમલીકૃત કાર્ય વારંવાર ભાવ સિદ્ધાંત, પૂરવઠા અને માંગના મૂળભૂત તત્વો કરતાં થોડોક વધારે ઉપયોગ કરે છે. ઔદ્યોગિક સંગઠન અને નિયમન પેઢી (કંપની)ઓનાં પ્રવેશ અને નિકાસ, નવીનતા અને ટ્રેડમાર્ક્સની ભૂમિકા જેવા મુદ્દાઓની તપાસ કરે છે. કાયદો અને અર્થશાસ્ત્ર, સ્પર્ધાત્મક કાયદાકીય શાસનપદ્ધતિ અને તેની સંબંધિત ક્ષમતાઓની પસંદગી અને અમલીકરણના માઈક્રોઈકોનોમિક સિદ્ધાંતોનો અમલ કરે છે. વેતન, રોજગારી અને શ્રમ બજારની ગતિશીલતાની તપાસ શ્રમ અર્થશાસ્ત્ર કરે છે. સરકારી વેરાનું માળખું અને ખર્ચ નીતિઓ અને આ નીતિઓની આર્થિક અસરો (ઉદાહરણ તરીકે સામાજિક વીમા કાર્યક્રમ)ની તપાસ સાર્વજનિક નાણાં વ્યવસ્થા (સાર્વજનિક અથશાસ્ત્ર પણ કહેવાય) કરે છે.

નીતિના પરિણામ નિર્ધારીત કરવા રાજકીય સંસ્થાઓની ભૂમિકાની તપાસ રાજકીય અર્થશાસ્ત્ર કરે છે. સ્વાસ્થ્ય સેવા સંબંધિત કાર્યબળ અને સ્વાસ્થ્ય વીમા કાર્યક્રમની ભૂમિકા સહિત સ્વાસ્થ્ય સેવા વ્યવસ્થાઓના સંગઠનની તપાસ આરોગ્ય અર્થશાસ્ત્ર કરે છે. શહેરી અર્થશાસ્ત્ર, શહેરો દ્વારા સામનો કરવા પડતા પડકારો, જેવા કે અવ્યવસ્થા, વાયુ અને જળ પ્રદૂષણ, ટ્રાફિકજામ અને ગરીબીની તપાસ કરે છે, તે શહેરી સમાજશાસ્ત્ર અને શહેરી ભૂગોળના ક્ષેત્રોને અપનાવે છે.

નાણાકીય અર્થશાસ્ત્રનું ક્ષેત્ર, શ્રેષ્ઠ સંવિભાગનું માળખું, મૂડી-વળતરના દર, સુરક્ષા વળતરના અર્થમિતિય વિશ્લેષણ અને કંપની સંબંધિત નાણાકીય વ્યવહારો જેવા વિષયોની તપાસ કરશે. આર્થિક ઇતિહાસનું ક્ષેત્ર અર્થશાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન અને રાજકીય વિજ્ઞાનના ક્ષેત્રોની પદ્ધતિઓ અને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આર્થિક ક્રાંતિ અને આર્થિક સંસ્થાઓની તપાસ કરે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Marchant, Mary A. "Macroeconomic and International Policy Terms" (PDF). University of Kentucky. મેળવેલ 2007-05-04. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)
  2. ૨.૦ ૨.૧ "Economics Glossary". Monroe County Women's Disability Network. મૂળ માંથી 2016-12-02 પર સંગ્રહિત. મેળવેલ 2008-02-22.
  3. "Social Studies Standards Glossary". New Mexico Public Education Department. મૂળ સંગ્રહિત માંથી 2007-08-08 પર સંગ્રહિત. મેળવેલ 2008-02-22.
  4. "Glossary". ECON100. મેળવેલ 2008-02-22.

વધુ વાંચન[ફેરફાર કરો]

  • Bade, Robin (2001). Foundations of Microeconomics. Addison Wesley Paperback 1st Edition. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)
  • કોલંડર, ડેવીડ. માઇક્રોઇકોનોમિક્સ (સૂક્ષ્મ અર્થશાસ્ત્ર) . મેકગ્રો-હિલ પેપરબેક, 7મી આવૃત્તિ: 2008.
  • Dunne, Timothy, J. Bradford Jensen, and Mark J. Roberts (2009). Producer Dynamics: New Evidence from Micro Data. University of Chicago Press. ISBN 9780226172569.CS1 maint: multiple names: authors list (link)
  • ઈટન, બી. કર્ટિસ; ઈટન, ડીઆન એફ.; અને ડગલાસ ડબ્લ્યુ. એલન. માઇક્રોઇકોનોમિક્સ (સૂક્ષ્મ અર્થશાસ્ત્ર) . પ્રેન્ટીસ હોલ, 5મી આવૃત્તિ: 2002.
  • ફ્રેન્ક, રોબર્ટ એ.; માઇક્રોઇકોનોમિક્સ એન્ડ બિહેવ્યર . મેકગ્રો-હિલ/ઈરવી, 6ઠ્ઠી આવૃત્તિ: 2006.
  • ફ્રાઈડમેન, મિલ્ટન. ભાવની પદ્ધતિ. એલ્ડીન લેણ-દેણ: 1976
  • હેગન્ડોર્ફ, ક્લાઉસ: લેબર વેલ્યૂઝ એન્ડ ધ થિયરી ઓફ ધ ફર્મ. ભાગ I: ધ કોમ્પિટિટિવ ફર્મ. પેરિસ: યુરોડોસ; 2009.
  • હાર્બર્જર, આર્નોલ્ડ સી., 2008. "માઇક્રોઇકોનોમિક્સ ," ધ કન્સાઈસ એનસાઈક્લોપીડિયા ઓફ ઈકોનોમિક્સ .
  • હિક્સ, જોન આર. વેલ્યૂ એન્ડ કેપિટલ . ક્લેરેન્ડોન પ્રેસ. [1939] 1946, 2જી આવૃત્તિ.
  • જેહ્લે, જ્યોફ્રી એ.; અને ફિલિપ જે. રેની. એડવાન્સ્ડ માઇક્રોઇકોનોમિક્સ થિયરી. એડિસન વેસ્લે પેપરબેક, 2જી આવૃત્તિ: 2000.
  • કેટ્ઝ, માઈકલ એલ.; અને હેરવે એસ. રોસેન. માઇક્રોઇકોનોમિક્સ (સૂક્ષ્મ અર્થશાસ્ત્ર) . મેકગ્રો-હિલ/ઈરવીન, 3જી આવૃત્તિ: 1997.
  • ક્રેપ્સ, ડેવીડ એમ. અ કોર્સ ઈન માઇક્રોઇકોનોમિક્સ થિયરી . પ્રિન્સટન યુનિવર્સિટી પ્રેસ: 1990
  • લેન્ડસબર્ગ, સ્ટીવન. પ્રાઈસ થિયરી એન્ડ એપ્લિકેશન્સ . સાઉથ-વેસ્ટર્ન કોલેજ પબ્લિકેશન, 5મી આવૃત્તિ: 2001.
  • મેન્કીવ , એન. ગ્રેગોરી. પ્રિન્સિપલ્સ ઓફ માઇક્રોઇકોનોમિક્સ . સાઉથ-વેસ્ટર્ન પબ્લિકેશન, 2જી આવૃત્તિ: 2000.
  • માસ-કોલેલ, એન્ડ્રૂ; વિન્સ્ટન, માઈકલ ડી.; અને જેરી આર. ગ્રીન. માઇક્રોઇકોનોમિક્સ થિયરી . ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ, યુએસ (US): 1995.
  • મેકગ્વિગન, જેમ્સ આર.; મોયર, આર. ચાર્લ્સ; અને ફ્રેડ્રિક એચ હેર્રિસ. મેનેજરીયલ ઈકોનોમિક્સ: એપ્લિકેશન્સ, સ્ટ્રેટેજી એન્ડ ટેક્ટિક્સ . સાઉથ-વેસ્ટર્ન એજ્યુકેશનલ પબ્લિશિંગ, 9મી આવૃત્તિ: 2001.
  • નિકોલ્સન, વોલ્ટર. માઇક્રોઇકોનોમિક્સ થિયરી: બેઝિક પ્રિન્સિપલ્સ એન્ડ એક્સટેન્શન્સ. સાઉથ-વેસ્ટર્ન કોલેજ પબ્લિકેશન, 8મી આવૃત્તિ: 2001.
  • પર્લોફ, જેફ્રી એમ. માઇક્રોઇકોનોમિક્સ (સૂક્ષ્મ અર્થશાસ્ત્ર) . પીઅર્સન - એડિસન વેસ્લે, 4થી આવૃત્તિ: 2007.
  • પર્લોફ, જેફ્રી એમ. માઇક્રોઇકોનોમિક્સ : થિયરી એન્ડ એપ્લિકેશન્સ વિથ કેલ્ક્યુલસ . પીઅર્સન - એડિસન વેસ્લે, 1લી આવૃત્તિ: 2007
  • પિન્ડેક, રોબર્ટ એસ.; અને ડેનિયલ એલ. રૂબિનફેલ્ડ. માઇક્રોઇકોનોમિક્સ (સૂક્ષ્મ અર્થશાસ્ત્ર) . પ્રેન્ટીસ હોલ, 7મી આવૃત્તિ: 2008.
  • રુફીન, રોય જે.; અને પૌલ આર. ગ્રેગોરી. પ્રિન્સિપલ્સ ઓફ માઇક્રોઇકોનોમિક્સ . એડિસન વેસ્લે, 7મી આવૃત્તિ: 2000.
  • વેરિઅન, હેલ આર. (1987). "માઇક્રોઇકોનોમિક્સ (સૂક્ષ્મ અર્થશાસ્ત્ર) ," The New Palgrave: A Dictionary of Economics , ભાગ. 3, પાના. 461-63.
  • વેરિઅન, હેલ આર. ઈન્ટરમીડિયેટ માઇક્રોઇકોનોમિક્સ . એન્ડ કંપની, 7મી આવૃત્તિ.
  • વેરિઅન, હેલ આર. માઇક્રોઇકોનોમિક્સ એનાલિસિસ . ડબ્લ્યુ. ડબ્લ્યુ. નોર્ટન એન્ડ કંપની, 3જી આવૃત્તિ.

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]

ઢાંચો:Microeconomics-footerઢાંચો:Economics