સોનકંસારીનાં મંદિરો
દેખાવ
સોનકંસારીનાં મંદિરો ગુજરાતના જામનગર જિલ્લાના ઘુમલી ખાતે આવેલ મૈત્રક-સૈંધવ કાળના મંદિરોનો સમૂહ છે.[૧] પ્રસિદ્ધ ચૌલુક્યકાલીન નવલખા મંદિરની પશ્ચિમે કંસાર તળાવના કિનારે આવેલાં મંદિરોનો સમૂહ સોનકંસારીનાં મંદિરો તરીકે ઓળખાય છે. તે પૈકી મંદિર નં. ૧, ૨ ૩, ૪, ૫ અને ૮ સ્થાપત્યની દૃષ્ટિએ ઉલ્લેખનીય છે. મંદિર નં. ૧ ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ અને ગૂઢમંડપ ધરાવે છે — અને અહીંનું સૌથી મોટું મંદિર છે.[૧]