લખાણ પર જાઓ

સોનલ અંબાણી

વિકિપીડિયામાંથી

સોનલ અંબાણી એક ભારતીય શિલ્પકાર અને લેખિકા છે. તેઓ તેમના ૨૦૦૪ ના પુસ્તક મધર્સ એન્ડ ડોટર્સ માટે જાણીતા છે, જે માતા-પુત્રીના સંબંધની ઉજવણી કરતી એક ફોટોગ્રાફિક જર્નલ છે.[૧] [૨] ૨૦૦૯ માં પ્રકાશિત ફાધર્સ એન્ડ સન્સ નામની તેની અનુગામી કૃતિ, તેમના બાળકોએ તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર કરી હતી.[૩] તેમની પાસે બાળકો અને કિશોરોને નાણાકીય સેવાઓ પૂરી પાડવા માટેની તકનીક અને પદ્ધતિ માટેની પેટન્ટ પણ છે.

૨૦૧૦ માં તેમને અમદાવાદમાં FICCI મહિલા સંગઠન (FLO)ના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.[૪]

સોનલ અંબાણી એક કુશળ કલાકાર પણ છે, તેમણે મોટા કદના અમૂર્ત પ્રાણી શિલ્પોની શ્રેણી રચી છે. તેમની દરેક રચનામાં શાંતિની નિશાની ક્યાંક છુપાયેલી હોય છે.

નોંધપાત્ર કલાત્મક સિદ્ધિઓ

[ફેરફાર કરો]

તેમનું કાર્ય ઘણા અગ્રણી ભારતીય કલા સંગ્રાહકોના સંગ્રહ અને યુરોપ, મધ્ય પૂર્વ અને યુ.એસ.એ.ના સંગ્રાહકોના સંગ્રહનો ભાગ બની રહ્યું છે. તેમની કૃતિઓ ઇન્ડિયા આર્ટ ફેર, ધ બેહરીન આર્ટ ફેર, [૫] અમદાવાદ આર્ટ ફેર[૬] અને અનેક આર્ટ ફેસ્ટિવલ્સ તથા ભારતની અગ્રણી ગેલેરીઓમાં પ્રદર્શિત કરવામાં આવી છે. ૨૦૧૮માં ભારતમાં યોજાયેલ હાથી પરેડની એક કૃતિ બનાવવા માટે પસંદગી પામેલા ૧૦૧ કળાકારોમાં તેઓ શામેલ હતા.[૭] તેમના સ્ટેનલેસ સ્ટીલના શિલ્પ, "ધ માર્ચ ઓફ ટાઇમ"ને મે ફેર લંડનની કોન્કોર્સ ડી'એલીફન્ટની હરાજીના પ્રદર્શન અને લિલામી માટે પસંદ કરવામાં આવ્યું હતું. બહેરીનના રાજવી પરિવારનો કળાસંગ્રહ તેમના શિલ્પોની નોંધપાત્ર સંખ્યા ધરાવે છે.[૮] આર્ટ સોસાયટી ઓફ ઇન્ડિયા (સ્થાપના ૧૯૧૮) દ્વારા પસંદ કરવામાં આવ્યા બાદ તેમના શિલ્પોને હેબીટેટ સેન્ટર અને જહાંગીર આર્ટ ગેલેરીમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તેમની સ્ટેનલેસ સ્ટીલની હાથીની કળાકૃતિ "એલિગન્સ ઇન સ્ટીલ"ને ૨૦૧૫ માં ઇન્ડિયા આર્ટ ફેરમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. તેને સ્વિટ્ઝરલેન્ડમાં કોઈએ ખરીદી. નાશિકમાં એક દ્રાક્ષની વાડીમાં તેમનું ૨૫ મીટર ઈંચું, જાજરમાન શિલ્પ, "ટ્રી ઓફ સેરેનિટી" મુકવામાં આવ્યું છે તેના પરથી તે વાડીનું નામ "ધ રેડ ટ્રી વાઇનયાર્ડ" રાખવામાં આવ્યું છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Chaudhuri, Himika; Sangita S. Guha Roy; Soma Banerjee. "Mother's daughters". The Telegraph. મેળવેલ 22 March 2010.
  2. "The Rediff Interview/Sonal Vimal Ambani". Rediff.com. July 5, 2004.
  3. "Ambani kids' labour of love released". DNA India. July 20, 2009.
  4. "Sonal Ambani to head FLO in Ahmedabad". DNA India. April 15, 2010.
  5. "We're all here for the love of art : Gulf Weekly Online". www.gulfweekly.com. મેળવેલ 2021-08-04.
  6. Nast, Condé (2018-11-30). "Ahmedabad to host fourth edition of Art é Fair for artists and art lovers". Architectural Digest India (અંગ્રેજીમાં). મેળવેલ 2021-08-04.
  7. "Aamchi Mumbai to welcome 101 artistic elephant sculptures as the city launches the first ever Elephant Parade in India". www.indulgexpress.com (અંગ્રેજીમાં). 20 February 2018. મેળવેલ 2021-08-04.[હંમેશ માટે મૃત કડી]
  8. Writer, Staff (8 August 2019). "Bahraini royal receives Sonal Ambani sculpture in recognition of humanitarian work". Commercial Interior Design. મેળવેલ 4 August 2021.