સોમેશ્વર બીચ

વિકિપીડિયામાંથી
સોમેશ્વર બીચ
દરિયાઈ બીચ
સોમેશ્વર બીચ
સોમેશ્વર બીચ
Locationઉલાલ
શહેરમેંગલોર
દેશ ભારત
નજીકનાં સ્થળોશ્રી સોમેશ્વર મંદિર
સરકાર
 • માળખુંઉલાલ નગરપાલિકા

સોમેશ્વર બીચ (Tulu/કન્નડા:Someshwaraઅંગ્રેજી:Someshwar Beach) એક દરિયાકિનારે આવેલ બીચ છે, જે ઉલાલ, મેંગલોર, ભારત ખાતે આવેલ છે.

સોમેશ્વર બીચ નામ આ દરિયાકિનારે આવેલ ભગવાન સોમેશ્વરના મંદિર પર થી આવ્યું છે, કારણ કે સોમનાથ મંદિર કેટલીક સદીઓ આ સમુદ્ર કિનારા પર ઉભું છે.[૧]

અનંત સુવર્ણ રેતીનો પટ ચાલવા તથા સૂર્યસ્નાન માટે આદર્શ છે. અહીં પાણીમાં સંતાયેલા પથ્થરો અને આ કિનારાની ભૌગોલિક રચના અને વેગીલા જળપ્રવાહને કારણે આ કિનારે તરવું હિતાવહ નથી. દર વર્ષે અહીંના સમુદ્રમાં તરણ માટે ગયેલા તરવૈયાઓ પૈકી પાણીના પ્રવાહમાં ખેંચાઈ જઈને જીવન ખોઈ બેસવાના બનાવો બન્યા છે.

આ બીચની બિલકુલ નજીકમાં એક ટેકરી છે, જેને ઓટ્ટીનેને ટેકરી (Ottinene hill) કહેવાય છે. આ ટેકરીની ટોચ પર પહોંચ્યા પછી નેત્રાવતી નદીના દરિયા (અરબી સમુદ્ર) સાથેના સંગમની સુંદર દૃશ્યાવલિ નિહાળવાનો આનંદ માણી શકાય છે. ટેકરી પર કૂણી વનસ્પતિઓ અને ઘણા ઔષધીય છોડ છે, કે જે કુદરતી રીતે આ ટેકરી પર ઉગી નીકળે છે.

રુદ્ર પાઢે[ફેરફાર કરો]

સોમેશ્વર બીચ મોટા ખડકો માટે પ્રખ્યાત છે, જેને રુદ્ર શિલે અથવા રુદ્ર પાઢે કહેવામાં આવે છે. રુદ્ર શબ્દનો અર્થ ભગવાન શિવ અને "શિલે" અથવા "પાઢે" એનો અર્થ તુલુ ભાષામાં પથ્થર થાય છે. આ તુલુ ભાષા કર્ણાટક અને કેરળના દરિયાકિનારા પર બોલાતી દ્રવિડયન કુળની એક ભાષા છે. મોટી ભરતી દરમિયાન દરિયાનાં ઊંચાં મોજાં ખડકો સાથે અથડાવાનું દૃશ્ય પ્રકૃતિની શક્તિ માટે ધાકની લાગણીનો અનુભવ કરાવે છે.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Someshwara Temple and Beach at Ullal, Mangalore - Review of Someshwara Temple and Beach, Mangalore, India - TripAdvisor". www.tripadvisor.in. મેળવેલ ૨૦૧૬-૧૦-૦૨.
  2. "Someshwara Beach | Mangalore Beach | Ullal" (અંગ્રેજીમાં). 2011-12-02. મેળવેલ ૨૦૧૬-૧૦-૦૨.