લખાણ પર જાઓ

સ્વપ્નિલ કુસલે

વિકિપીડિયામાંથી
સ્વપ્નિલ કુસલે
વ્યક્તિગત માહિતી
Nationalityભારતીય
જન્મ (1995-08-06) 6 August 1995 (ઉંમર 29)[]
કંબલવાડી, કોલ્હાપુર, મહારાષ્ટ્ર, ભારત[]
Years active૨૦૧૨–વર્તમાન
Sport
રમતશૂટિંગ
Coached byદિપાલી દેશપાંડે

સ્વપ્નિલ કુસલે (જન્મ ૬ ઓગસ્ટ ૧૯૯૫) એક ભારતીય સ્પોર્ટ શૂટર છે, જે ૫૦ મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં ભાગ લે છે. તેણે ૨૦૨૪ના ગ્રીષ્મ ઓલિમ્પિક્સમાં પુરુષોની ૫૦ મીટર રાઇફલ થ્રી પોઝિશન રમતમાં કાંસ્ય પદક જીત્યો હતો.[]

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

કુસલેનો જન્મ ૬ ઓગસ્ટ ૧૯૯૫ના રોજ કોલ્હાપુર જિલ્લાના કંબલવાડી ગામમાં થયો હતો.[] ૨૦૦૯માં, તેના પિતાએ તેને મહારાષ્ટ્ર સરકારના ક્રિડા પ્રભોદિની રમત-ગમત કાર્યક્રમમાં દાખલ કર્યો હતો. એક વર્ષની સઘન શારીરિક તાલીમ બાદ, કુસલેએ શૂટિંગની રમતની પસંદગી કરી.[] ૨૦૧૫માં તે પુણેમાં ભારતીય રેલવે માટે ટિકિટ કલેક્ટર બન્યો હતો, જેના કારણે તેને તેની પ્રથમ રાઇફલ ખરીદવામાં મદદ મળી હતી.[]

શૂટિંગ કારકિર્દી

[ફેરફાર કરો]

૨૦૧૫માં તેણે કુવૈતમાં ખાતે યોજાયેલી એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં જુનિયર કેટેગરીમાં ૫૦ મીટર રાઈફલ પ્રોન ૩માં સુવર્ણ પદક જીત્યો હતો.[] આ જ વર્ષે, તેણે ૫૦ મીટર રાઇફલ પ્રોન ઇવેન્ટમાં તુગલકાબાદમાં યોજાયેલી ૫૯મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ પણ જીતી હતી.[] ૨૦૧૭માં, તેણે તિરુવનંતપુરમમાં ૬૧મી નેશનલ ચેમ્પિયનશિપમાં ૫૦ મીટર રાઇફલ ૩ પોઝિશનમાં ગોલ્ડ જીતીને પોતાના પ્રદર્શનનું પુનરાવર્તન કર્યું હતું.[]

ઓક્ટોબર ૨૦૨૨માં, તે કૈરોમાં આયોજીત આઇએસએસએફ વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ચોથા સ્થાને રહીને પુરુષોની ૫૦-મીટર રાઇફલ ૩ પોઝિશન સ્પર્ધામાં ભારત તરફથી ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું.[] મે ૨૦૨૪માં, દિલ્હી અને ભોપાલમાં ટ્રાયલ બાદ તેને ૫૦ મીટર રાઇફલ ૩ પોઝિશન ઇવેન્ટમાં ભારતીય ઓલિમ્પિક ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો.[૧૦] અંતિમ ટ્રાયલમાં ૫મું સ્થાન મેળવ્યું હોવા છતાં, કુસલેને પ્રથમ ત્રણ ટ્રાયલમાં તેના સ્કોરના આધારે બીજા શૂટર તરીકે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો.[૧૦][૧૧]

૨૦૨૪ના ઓલિમ્પિક્સમાં, કુસલે પુરુષોની ૫૦ મીટર રાઇફલ થ્રી પોઝિશન ઇવેન્ટની ફાઇનલ માટે ક્વોલિફાય કરનાર પ્રથમ ભારતીય બન્યો હતો,[૧૨] અને ફાઇનલમાં ૪૫૧.૪ના સ્કોર સાથે કાંસ્ય પદક જીત્યો હતો.[]

અંગત જીવન

[ફેરફાર કરો]

તે વર્ષ ૨૦૧૫માં મધ્ય રેલવેમાં યાત્રા ટિકિટ પરિક્ષક (ટીટીઈ) તરીકે જોડાયા હતા. પેરીસ ઓલિમ્પિકમાં કાંસ્ય પદક મેળવ્યા બાદ તેને મુંબઈ રમત પ્રકોષ્ઠના વિશેષ અધિકારી (ઓએસડી)ના પદ પર બઢતી આપવામાં આવી છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Swapnil KUSALE". ISSF. મેળવેલ 1 August 2024.
  2. ૨.૦ ૨.૧ Mangale, Kalyani (19 July 2024). "Kusale primed for Olympic debut". The New Indian Express (અંગ્રેજીમાં). મેળવેલ 1 August 2024.
  3. ૩.૦ ૩.૧ "Swapnil Kusale earns third bronze medal for India in shooting". The Hindu (અંગ્રેજીમાં). 1 August 2024. મેળવેલ 1 August 2024.
  4. "From rural obscurity to National champion: Meet Swapnil Kusale, India's 20-year old shooting prodigy". sportskeeda.com. 11 January 2016.
  5. "Ticket collector from Pune, Swapnil Kusale wins India's third shooting bronze at Paris Olympics". The Indian Express (અંગ્રેજીમાં). 1 August 2024. મેળવેલ 1 August 2024.
  6. Srinivasan, Kamesh (10 November 2015). "Kusale wins junior Asian shooting championship". The Hindu – thehindu.com વડે.
  7. Srinivasan, Kamesh (6 December 2015). "Swapnil Kusale shoots to gold in 50-metre rifle event". Sportstar.
  8. "Swapnil regains lost crown at National Shooting Championship". The Times of India. 25 December 2017. મેળવેલ 21 July 2019.
  9. Sportstar, Team (2022-10-24). "Paris 2024: Full list of Olympics quota winners from India in shooting". Sportstar (અંગ્રેજીમાં). મેળવેલ 2024-02-03.
  10. ૧૦.૦ ૧૦.૧ Staff, Scroll (2024-05-17). "Shooting, Olympic Trials: Anjum Moudgil, Sift Samra, Aishwary Tomar, Swapnil Kusale book Paris berth". Scroll.in (અંગ્રેજીમાં). મેળવેલ 2024-05-18.
  11. Srinivasan, Kamesh (2024-05-17). "Olympic Selection Trials: Aishwary Pratap tops men's rifle three-position, Manu Bhaker beats Esha Singh in air pistol event". Sportstar (અંગ્રેજીમાં). મેળવેલ 2024-05-18.
  12. "Swapnil Kusale makes 3-position final, hopes to undo debacle of last year's Asian Games". ESPN (અંગ્રેજીમાં). 31 July 2024. મેળવેલ 1 August 2024.