સ્વાધ્યાય પરિવાર
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
સ્વાધ્યાય પરિવાર પુજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દ્વારા સ્થપાયેલ એક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરિવાર છે. સ્વાધ્યાય કાર્યની શરૂઆત મુંબઇ સ્થિત માધવબાગ પાઠશાળાથી થઇ અને હજુ પણ તે સ્વાધ્યાય કાર્યના કેન્દ્ર સ્થાને છે.[સંદર્ભ આપો] સ્વાધ્યાય પરિવાર આજે ૩૫ જેટલા દેશોમાં ફેલાયેલો છે અને તેમનું મુખ્ય કાર્ય વૈદિક સંસ્કૃતિના પુનરુત્થાનનું છે.
સ્વાધ્યાય પરિવાર એ એક દૈવી પરિવાર છે. જેમાં વિવિધ અષ્ટામૃત કેન્દ્રો દ્વારા જેવા કે બાલ સંસ્કાર કેન્દ્ર દ્વારા બાળકોમાં, યુવા કેન્દ્ર દ્વારા યુવાનો, મહિલા કેન્દ્ર દ્વારા મહિલાઓ, વિડિઓ કેન્દ્રો, યુવતી કેન્દ્ર દ્વારા યુવતીઓ માં સંસ્કાર અને જીવન કઈ રીતે જીવવું તે શીખવવામાં આવે છે. સ્વાધ્યાય પરિવારનો આધાર શ્રીમદ ભગવદગીતા છે.જેના ઉપર સમગ્ર કાર્ય ઊભેલું છે.
સ્વાધ્યાય પરિવારમાં પૈસાને સ્થાન નથી, તેમાં કોઈ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવતા નથી કે દાન લેવામાં આવતું નથી. તેમાં વિવિધ પ્રયોગો થકી જેવા કે હીરા મંદિર, યોગેશ્વર કૃષિ , મત્સ્યગંધા, જરી મંદિર થકી મળેલી મહાલક્ષ્મીને વિવિધ કેન્દ્રો તથા કાર્યક્રમો ના ખર્ચ માં વાપરવામાં આવે છે. તેમજ વધેલી લક્ષ્મીને સામાજિક કાર્યોમાં વાપરવામાં આવે છે.
પ્રયોગો
[ફેરફાર કરો]- વૃક્ષમંદિર
- યોગેશ્વર કૃષિ
- શ્રીદર્શનમ
- ગોરસ
- મત્સ્યગંધા
- પતંજલિ ચિકિત્સાલય
- ત્રિકાળ સંધ્યા
- કુવા રીચાર્જ
- અમૃતાલાયમ
- મંગલ વિવાહ
- હીરા મંદિર
- જરી મંદિર
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |