હરગોવિંદ પંત
હરગોવિંદ પંત | |
---|---|
જન્મની વિગત | |
મૃત્યુ | 18 May 1957 | (ઉંમર 71)
રાષ્ટ્રીયતા | ભારતીય |
વ્યવસાય | વકીલ |
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
હરગોવિંદ પંત ( ૧૯ મે ૧૮૮૫ – ૧૮ મે ૧૯૫૭) સ્વાતંત્ર્ય સેનાની અને કુમાઉ પરિષદ રાજકીય જૂથ (૧૯૧૫)ના સ્થાપક હતા. તેઓ ભારતની બંધારણ સભાના સભ્ય હતા જ્યાં તેઓ સંયુક્ત પ્રાંતના પર્વતીય જિલ્લાઓના હિતોનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેઓ ૪ જાન્યુઆરી ૧૯૫૧ના રોજ સંયુક્ત પ્રાંતની ધારાસભાના ડેપ્યુટી સ્પીકર તરીકે ચૂંટાયા હતા.
હરગોવિંદ પંતનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં[૧] આનંદી દેવી અને પંડિત ધર્માનંદ પંતને ત્યાં ૧૯ મે ૧૮૮૫ના રોજ થયો હતો. તેમણે ૧૯૦૫ માં અલ્મોડાની સરકારી કોલેજમાંથી પ્રથમ વિભાગમાં મધ્યવર્તી પરીક્ષા પાસ કરી હતી. તેમણે મૂર સેન્ટ્રલ કોલેજ અલ્હાબાદમાંથી સ્નાતકની પદવી મેળવી હતી અને ત્યારબાદ વર્ષ ૧૯૦૯માં સ્કૂલ ઓફ લો, અલ્હાબાદમાંથી એલ.એલ.બી.ની પદવી મેળવી હતી.
પંતે વર્ષ ૧૯૧૦માં રાનીખેત ખાતે વકીલાતની પ્રેક્ટિસ શરૂ કરી હતી. રાષ્ટ્રવાદી વિચારો સાથે સ્થાનિક અખબારો શરૂ કરવામાં તેમણે ઉમદા યોગદાન આપ્યું જેથી કરીને આમજનતાને શિક્ષિત કરી શકાય અને દેશમાં રાજકીય જાગૃતિ વિશે માહિતગાર કરી શકાય અને તેમણે પોતે ઉત્તરાખંડમાં પ્રથમ રાજકીય સંગઠન કુમાઉ પરિષદની શરૂઆત કરી હતી.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "HARGOVIND PANT". INDIAN CULTURE (અંગ્રેજીમાં). મેળવેલ 2022-04-13.