લખાણ પર જાઓ

હરીશ નાયક

વિકિપીડિયામાંથી

હરીશ નાયક ગુજરાતી ભાષાના બાળસાહિત્યકાર છે.

તેઓ બાળ સામયિક ઝગમગના તંત્રી હતાં. ૧૯૫૨થી શરુઆત કરીને અત્યાર સુધીમાં તેઓએ ૨૦૦૦થી પણ વધારે વાર્તાઓ લખેલ છે. તેમનાં જાણીતાં પુસ્તકોમાં કચ્ચુ-બચ્ચુ, બુદ્ધિ કોના બાપની અને ટાઢનું ઝાડનો સમાવેશ થાય છે. તેમના પુસ્તક કચ્ચુ-બચ્ચુનો સાત ભાષાઓમાં અનુવાદ થયેલ છે. આ ઉપરાંત તેઓએ રચીત હર્ક્યુલીસ લેખમાળા પણ ઘણી પ્રખ્યાત થયેલ હતી. તેઓએ લિખિત યુધ્ધકથા લડાખના લડવૈયા પણ ખુબજ લોકપ્રીય રહ્યુ હતું. તેઓ બાળ સાહિત્ય અને બાળવાર્તાઓને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાતભરમાં બાળવાર્તાઓ કરવા જતા હતાં.