લખાણ પર જાઓ

હાઇડ્રોસ્ફીયર

વિકિપીડિયામાંથી

પૃથ્વીની સપાટી પર પાણીની વિપુલ માત્રા એ પૃથ્વીનું એક એવું અદ્વિતીય પાસું છે જે તેને સૌરમંડળમાં "ભૂરા ગ્રહ’ તરીકે બીજા ગ્રહોથી જુદી પાડે છે. પૃથ્વીનું જળમંડળ મુખ્યત્વે મહાસાગરોનું બનેલું છે પણ આમ જોવા જઇએ તો તેમાં વિશ્વના તમામ જળાશયો- ભૂમધ્ય સમુદ્રો, સરોવરો, તળાવ, નદી અને 2,000 મી.ના ઊંડાણે આવેલા ભૂતળના જળનો પણ સમાવેશ થાય છે. દરિયામાંની સૌથી ઊંડી જગ્યા પૅસિફિક મહાસાગર(Pacific Ocean)માં મરિઆના ખાઈ (Mariana Trench)ની ચેલેન્જર ડીપ (Challenger Deep) છે, જે -10,911.4 મી. ઊંડાઈ ધરાવે છે.[note ૧૪][૯૩]મહાસાગરોની સરેરાશ ઊંડાઈ 3,800 મી. હોય છે, જે ખંડોની સરેરાશ ઊંચાઈ કરતાં ચારગણી છે. [૯૨]

મહાસાગરોનું દળ લગભગ 1.35×૧૦18 મેટ્રિક ટન (metric ton) અથવા તો પૃથ્વીના કુલ દળના 1/4400 ભાગ જેટલું છે અને તે 1.386×૧૦9કિ.મી.3 જેટલો વિસ્તાર રોકે છે.

જો પૃથ્વી પર જમીન એકસરખી સપાટ રીતે વિસ્તરેલી હોત તો પાણીની સપાટી 2.7 કિ.મી. કરતાં પણ વધુ ઊંચાઈએ હોત. [note ૧૫] આશરે 97.5% પાણી ખારું/ક્ષારયુકત છે જયારે બાકીનું 2.5% પાણી તાજું છે. આ તાજા પાણીનો મોટો ભાગ, આશરે 68.7%, અત્યારે બરફ સ્વરૂપે છે.[૯૪]

મહાસાગરોના કુલ દળનો લગભગ 3.5% ભાગ નમક (salt)નો બનેલો છે. નમકનો આ જથ્થો કાં તો જવાળામુખીમાંથી મુકત થયો હોય છે અથવા તો પછી ઠંડા પડેલા અગ્નિકૃત ખડકોમાંથી ખેંચાયેલો હોય છે. [૯૫] ઘણી દરિયાઈ જીવ-સૃષ્ટિના અસ્તિત્વ માટે આવશ્યક એવા વાતાવરણમાંના ઓગળેલા વાયુઓ પણ મહાસાગરમાં સંગ્રાહાયેલા હોય છે. [૯૬] વિશ્વના હવામાનને દરિયાના પાણી ખૂબ મહત્ત્વપૂર્ણ રીતે અસર કરે છે,

મહાસાગરો ગરમીના વિશાળ સંગ્રહસ્થાન (heat reservoir) તરીકે કામ કરતા હોવાથી [૯૭] દરિયાઈ તાપમાનના વિતરણમાં ફેરફારોથી આબોહવામાં નોંધપાત્ર બદલાવો આવે છે, જેમ કે અલ નીનો- દક્ષિણી આવર્તનો (El Niño-Southern Oscillation).[૯૮]