હિમવર્ષા
Appearance
હિમવર્ષા એ આ પૃથ્વી પર થતી એક કુદરતી ઘટના છે. સખત ઠંડી પડતી હોય તેવા વિસ્તારોમાં આ ઘટના અચોક્કસ રીતે થતી હોય છે. હિમવર્ષા હવામાં ઉષ્ણતામાનના ફેરફાર, સખત ઠંડી અને કંઇક અંશે પવનને કારણે થતી હોય છે.
હિમવર્ષા સામાન્ય રીતે ઊંચા પર્વતીય પ્રદેશમાં કે જ્યાં બરફ છવાયેલો રહેતો હોય છે. ક્યારેક સાઇબીરિયા જેવા બરફના રણમાં પણ હિમવર્ષા થાય છે.
હિમવર્ષા થાય ત્યારે માનવજીવન એકદમ સંઘર્ષમય બની જાય છે. કેટલીકવાર થોડા દિવસ સુધી સ્થગિત થઈ જતું હોય છે. વાહનવ્યવહાર પણ દિવસો સુધી ઠપ થઈ જાય છે. રસ્તા, ઘર, વનસ્પતિ અને ખુલ્લી જમીન બધા પર બરફ જામી જાય છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |