હોટલ તાજ મહેલ પેલેસ



મુંબઈમાં, ૫૬૦ રૂમ અને ૪૪ સુઈટસ સાથેની કોલાબા નામની જગ્યા પર સ્થિત તાજ મહેલ હોટલ ફાઈવ સ્ટાર હોટલ છે જે ગેટવે ઓફ ઇન્ડિયાની પાસે છે.
૧૦૫ વર્ષ જૂની આ ઈમારતમાં મહાનગરના સમૃદ્ધ અને ભદ્ર લોકો આવતાં જતાં રહે છે. ગેટવે ઓફ ઇન્ડિયા પાસે સ્થિત તાજ મહેલ હોટલ વિદેશી પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહિયાં, હોટલની પાસેથી દરિયો પણ નજદીક જ જોવા મળે છે. ૨૬ નવેમ્બર ૨૦૦૮, ના રોજ મુંબઈમાં શ્રેણીબદ્ધ ગોળીબારીના સમયે આ હોટલ પર આતંકવાદીઓએ લગભગ ૬૦ કલાક સુધી પોતાનો કબજો રાખ્યો હતો.
ઈતિહાસ
[ફેરફાર કરો]આ ફાઈવ સ્ટાર હોટલની મુખ્ય ઈમારતનું નિર્માણ ટાટા દ્વારા ઇન્ડો- સરકેનિક પદ્ધતિમાં કરવામાં આવ્યું હતું તથા આનું પ્રથમ ઉદઘાટન ૧૬ ડીસેમ્બર ૧૯૦૩ના રોજ કરવામાં આવ્યું હતું. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક સંપાદક, જેમણે અનુભવ્યું કે, મુંબઈ જેવા મહાનગરને અનુરૂપ એક એવી હોટલનું નિર્માણ આવશ્યક છે તેથી તેમનાં વિચારોને ધ્યાનમાં રાખીને પણ આ હોટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.[૧] આ જગ્યાએ પૂર્વ એક હોટલ જોવા મળતી હતી, જેનું નામ “ગ્રીન્સ હોટલ” હતું. ૧૯૭૩ માં હોટલ ગ્રીન્સને તોડી દેવામાં આવી અને તેની જગ્યાએ વર્તમાનમાં જોવા મળતું વિંગ ટાવર બનાવી દેવામાં આવ્યું.
આ હોટલનું નિર્માણ કરાવનાર ખાનસાહેબ સોરાબજી રતનજી હતાં, જેમણે હોટલની મધ્ય પ્રસિધ્ધ તરતી સીડીયોની ડિઝાઈન પણ તૈયાર કરી હતી. આ હોટલના નિર્માણ માટેનો કુલ ખર્ચ £૨૫૦,૦૦૦ (જો કે હાલના £૧૨૭ મિલિયન) થયો હતો.[૨] હોટલના મુખ્ય શિલ્પિકાર સીતારામ ખંડેરાવ તથા ડી. એન. મિર્ઝા હતાં અને આ પ્રોજેક્ટને અંગ્રેજી એન્જીનીયર ડબ્લ્યુ. એ. ચેમ્બર્સ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો હતો.
અને ૨૦૧૦ ના પ્રતિષ્ઠિત કોન્ડે નેસ્ટ ટ્રાવેલર રીડર્સ ટ્રાવેલ એવાર્ડમાં સંપૂર્ણ એશિયામાં હોટલ તાજને ૨૦ મો ક્રમાંક આપવામાં આવ્યો હતો.
ભોજન-ખંડ
[ફેરફાર કરો]આ હોટલની સાથે સર્વશ્રેષ્ઠ ભોજનાલયોના થોડા ઉપહારગૃહ નીચે પ્રમાણે છે: [૩]
- એક્વેરીયસ
- શેફ્સ સ્ટુડીઓ
- ગોલ્ડન ડ્રેગન
- હાર્બર બાર
- લે પેટિજેરી
- મસાલા ક્રાફ્ટ
- સી લોંજ
- શામિયાના
- સોક
- સ્ટાર બોર્ડ બાર
- વાસબી વાઈ મોરીમોટો
- જોડીઅક ગ્રીલ
નિર્માણ
[ફેરફાર કરો]આ હોટલનું નિર્માણ ભારતના એક વિખ્યાત પુરુષ જમશેદજી ટાટાએ ઈ.સ. ૧૯૦૩માં કરાયું હતું. આ હોટલના નિર્માણ વખતે એ સમયે લગભગ ૨૫ લાખ રૂપિયા લાગ્યા હતાં. એવી કથા છે કે, શ્વેતોં માટે બનેલી વોટ્સન હોટલમાં પ્રવેશની મંજૂરી નહીં મળતાં, જમશેદજી ટાટાએ ભારતની આ સર્વપ્રથમ ભવ્ય હોટલનું નિર્માણ કરાયું હતું. જ્યાં વિદેશની અનેક નામચીન વ્યક્તિઓ પણ રહી ચુકી છે, જેમ કે, બિલ ક્લીન્ટન.
૨૦૦૮નો આતંકી હુમલો
[ફેરફાર કરો]૨૬ નવેમ્બર ૨૦૦૮ ના રોજ, મુંબઈમાં આતંકવાદીઓના ધમાકેદાર હુમલાઓમાં આ હોટલ પર (સાથે સાથે ઓબરોય હોટલ પર પણ) હુમલા થયા હતાં, જેમાં હોટલની ઉપ્પરી છતનો નાશ થઈ ગયો.[૪] આ જાન લેવા આતંકી હુમલાની દરમ્યાન હોટલમાં લગભગ ૪૫૦ યાત્રીઓ રોકાયેલા હતાં તથા અન્ય ૩૮૦ યાત્રીઓ ઓબરોય હોટલમાં રોકાયેલા હતાં.
૧૫ ઓગસ્ટ ૨૦૧૦ ના રોજ, તાજ મહેલ હોટલને સમારકામ બાદ પુનઃ ખોલવામાં આવી. હોટલના સમારકામ ખર્ચમાં અત્યાર સુધી લગભગ ૧.૭૫ બિલિયન રૂપિયા લાગ્યા છે. (અનુમાનિત: $૪૦ મિલિયન યુ. એસ. ડૉલર). [૫] ૬ નવેમ્બર ના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા પહેલા વિદેશી હેડ ઓફ સ્ટેટ બન્યાં અને જેમણે આતંકી પ્રવુત્તિ બાદ પેલેસમાં નિવાસ કર્યો. હોટલના એક સંબોધનમાં બરાક ઓબામાએ કહ્યું કે, તાજ ભારતીયોના સંગઠન તથા અનુકુળતાનું એક પ્રતિક છે. આવા ભયાનક હુમલા પછીની હોટલની દશા નીચે મુજબની રહી હતી:
મુંબઈમાં, ૨૬ નવેમ્બર ૨૦૦૮ની રાત્રે થયેલા આતંકવાદી હુમલામાં ૩ આતંકવાદીઓએ હોટલ તાજને પોતાના કાર્ય માટેનું પ્રમુખ કેન્દ્ર બનાવ્યું હતું. આ દુર્ઘટનાની પૂર્વ પોતાની ભવ્યતાને કારણે પ્રસિધ્ધ તાજ મહેલ હોટલને, આ આક્રમણ દરમ્યાન લગભગ ૬૦ કલાક સુધી સતત ચાલેલી આતંકવાદીઓ અને કમાન્ડો વચ્ચેની મુઠભેડમાં રક્તપાત, વિસ્ફોટ અને તીવ્ર આગ વિગેરેના અનેક કઠીન સમયમાંથી પસાર થવું પડ્યું. જેના કારણે, આ હોટલના સજાવટભર્યા અને શ્રીમંત વાતાવરણને ખુબજ નુકસાન વેઠવું પડ્યું છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ એલેન, ચાર્લ્સ (૩ ડીસેમ્બર ૨૦૦૮) (૨૪ મે ૨૦૧૦). "The Taj Mahal hotel will, as before, survive the threat of destruction". ધ ગાર્જીયન (લંડન).
{{cite web}}
: Check date values in:|date=
(મદદ)CS1 maint: numeric names: authors list (link) - ↑ સેડી (૨૭ નવેમ્બર ૨૦૦૮), ગ્રે (૨૪ મે ૨૦૧૦). "Terrorists target haunts of wealthy and foreign". ધ ગાર્જીયન (લંડન).
{{cite web}}
: Check date values in:|date=
(મદદ)CS1 maint: numeric names: authors list (link) - ↑ "હોટલ તાજ મહેલ પેલેસ". ચ્લેઅરટ્રીપ દોટ કોમ.
- ↑ રમેશ, રણદીપ (૨૭ નવેમ્બર ૨૦૦૮) (૨૮ નવેમ્બર ૨૦૦૮). "Dozens still held hostage in Mumbai after a night of terror attacks". ધ ગાર્જીયન (લંડન).
{{cite web}}
: Check date values in:|date=
(મદદ)CS1 maint: numeric names: authors list (link) - ↑ "Taj Mahal Hotel chairman: We had warning". સીએનએન ૨૯ નવેમ્બર ૨૦૦૮. ૬ સપ્ટેમ્બર ૨૦૧૩. મૂળ માંથી 2013-12-04 પર સંગ્રહિત. મેળવેલ 2014-07-21.
{{cite web}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(મદદ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]
- The Taj Mahal Palace, Mumbai સંગ્રહિત ૨૦૧૪-૧૦-૦૧ ના રોજ વેબેક મશિન