૧૯૯૧ રુદ્રપુર બોમ્બ વિસ્ફોટ

વિકિપીડિયામાંથી

૧૯૯૧ રુદ્રપુર બૉમ્બ વિસ્ફોટ ભારતના ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપૂર શહેરમાં ૧૯૯૧માં સંદિગ્ધ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલો બૉમ્બ વિસ્ફોટ હતો.[૧] ૧૭ ઓક્ટોબર ૧૯૯૧ના દિવસે બે બૉમ્બ વિસ્ફોટો થયા હતા. પ્રથમ બૉમ્બ વિસ્ફોટ ત્યારે થયો જ્યારે લોકો લોકો સાર્વજનિક મેદાનમાં રામલીલા જોઈ રહયા હતા. ૧૫ મિનિટ પછી બીજો બૉમ્બ વિસ્ફોટ હોસ્પિટલમાં કરવામાં આવ્યો, જ્યાં ઘાયલ લોકોને લઇ જવામાં આવી રહયા હતા. બૉમ્બ વિસ્ફોટમાં ૪૦થી વધારે લોકો મૃત્યુ પામ્યા અને ૧૪૦થી વધુ લોકો ઘાયલ થયા. પછીથી બીએસટી અને ખાલિસ્તાન નેશનલ આર્મી એ બૉમ્બ વિસ્ફોટની જવાબદારીનો દાવો કર્યો હતો.[૨][૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Remembering major terror attacks on Anti Terrorism Day". India TV. મેળવેલ ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૪.
  2. "Terrorists strike during Ram Lila celebrations in Uttar Pradesh". India Today. ૧૫ નવેમ્બર ૧૯૯૧. મેળવેલ ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૪.
  3. "2 Bombs Kill 41 and Injure 140 in India". New York Times. ૧૮ ઓક્ટોબર ૧૯૯૧.