૪જી મોબાઇલ સેવા
૪જી એ મોબાઇલ ફોન વાયરલેસ સેવાના પ્રકારની ચોથી પેઢી છે. આ સેવા પહેલાં ૨જી મોબાઇલ સેવા અને ૩જી મોબાઇલ સેવા વહેવારમાં આવી ગઈ છે. થ્રીજી તકનીકમાં ઉપલબ્ધ આર્થોગોનલ ફ્રીક્વેંસી ડિવીજન મલ્ટીપલ એક્સેસ (ઓએફડીએમએ)ની સહાયતા વડે વર્તમાન નેટવર્કની સુવિધાને વધુ બહેતર બનાવી શકાશે. ફોર-જી એટલે કે ચોથું જનરેશન અર્થાત ચોથી પેઢી પૂર્ણ રીતે આઈપી આધારિત સેવા હશે. આ સેવામાં ધ્વનિ (વૉઇસ), પાઠ્ય (ડાટા) અને મલ્ટીમીડિયાના સંદેશાઓ સમાન ગતિથી મોકલી અને પ્રાપ્ત કરી શકાશે.[૧]
૩જી મોબાઇલ સેવા વચ્ચે તફાવત
[ફેરફાર કરો]થ્રી જી મોબાઇલમાં એવી બધીજ સુવિધાઓ ઉપલબ્ધ છે કે જે વર્તમાન મોબાઇલ તકનીક માટે આવશ્યક છે, પરંતુ ફોર જી મોબાઇલ સેવાની ગતિ ૧૦૦ એમબીપીએસ જેટલી રહેશે જે થ્રી જી મોબાઇલ સેવાના મુકાબલમાં ૫૦ ગણી અધિક હશે. થ્રી જી વાયરલેસ નેટવર્કમાં ૩૮૪ કેબીપીએસથી ૨ એમબીપીએસની ગતિથી જ ડેટા મોકલવાનું શક્ય છે. આ લાભની સાથે સાથે જ આ તકનીકની કીંમત પણ થ્રી જી મોબાઇલ સેવાના મુકાબલામાં ઘણી ઓછી રહેશે. થ્રી જી મોબાઇલ સેવાના મુકાબલામાં ૪જી મોબાઇલ સેવાનો ડેટા રેટ અધિક છે એટલે કે ડેટાનું સ્થાનાંતર વધુ તેજ ગતિથી કરી શકાશે. થ્રી જી તકનીક વાઇડ એરિયા નેટવર્ક પર કામ કરતી હોય છે, જ્યારે ૪જી લોકલ એરિયા નેટવર્ક (લાન) અને બેઇઝ સ્ટેશન વાઇડ એરિયા નેટવર્ક પર કામ કરતી હોય છે.
લાભ
[ફેરફાર કરો]ઉપયોક્તાઓને ઉચ્ચ ગુણવત્તાની શ્રાવ્ય (ઑડિયો) અને વીડિયો સુવિધા ઉપલબ્ધ થઇ શકશે. ઓએફડીએમ (આર્થોગોનલ ફ્રીક્વેંસી ડિવીજન મલ્ટીપલ એક્સેસ)ના કારણે વધુ સારી કક્ષાની વીડિયો ક્વાલિટી લોકોને મળી શકશે. એની ગતિ વધવાને કારણે, એકરૂપતા પણ વધારે થશે એટલે કે જેટલી તેજીથી ડેટા મોકલવામાં આવશે, એટલી જ ઝડપથી એ પ્રાપ્ત પણ કરી શકાશે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ફોર જી સંગ્રહિત ૨૦૧૬-૦૮-૧૭ ના રોજ વેબેક મશિન:હિન્દુસ્તાન લાઇવ:૩ નવેમ્બર, ૨૦૦૯