જી એફ ડી એલ (GFDL)

વિકિપીડિયામાંથી
(GNU Free Documentation License થી અહીં વાળેલું)
Jump to navigation Jump to search
GNU નું નિશાન

GNU Free Documentation Licenseગ્નુ ફ્રી ડૉક્યુમેન્ટેશન લાઇસન્સ (GNU FDLગ્નુ એફ ડી એલ અથવા ફક્ત GFDLજી એફ ડી એલ) એ મુક્ત માહિતી માટેનું કૉપીલેફ્ટ લાઇસન્સ છે, જે ફ્ી સૉફ્ટવૅર ફાઉન્ડેશન (FSF–એફ એસ એફ) એ GNU પ્રૉજેક્ટ માટે તૈયાર કર્યું હતું. તે GNU GPLગ્નુ જી પી એલ લાઇસન્સ નો મુક્ત માહિતી માટેનો પુરક છે. તેની હાલની આવૃત્તિ 1.2 છે, અને તેની મૂળ સત્તાવાર વિગતો http://www.gnu.org/copyleft/fdl.html પર વાંચી શકાય છે.

આ લાઇસન્સને પાઠ્ય પુસ્તકો, માર્ગ દર્શિકાઓ (મૅન્યુઅલ્સ) અને અન્ય સંદર્ભ ગ્રંથો માટે બનાવવામાં આવ્યું હતું. પણ તેનો કોઇ પણ વિષય પર લખાયેલા સાહિત્ય માટે ઉપયોગ થઇ શકે છે. આ લાઇસન્સ ધરાવતા કોઇ પણ સાહિત્ય ની કોઇ પણ નકલ, (સુધારો/વધારો કરેલી કે અદ્દલ) પણ આ લાઇસન્સ સાથે જ પ્રકાશિત થાય તે આ લાઇસન્સ ની જરૂરીયાત છે. આ નકલો વેચી શકાય છે પણ જો તેને મોટા પ્રમાણ માં વહેંચાઇ રહી હોય તો તેને એવા રૂપમાં પ્રકાશિત કરવી જોઇએ જેને આગળ ઉપર સહેલાઇ થી સુધારી શકાય.

વિકિપીડિયા એ GFDL વાપરતો સૌથી વિશાળ પ્રૉજેક્ટ છે.