પદ્મા દેસાઈ

વિકિપીડિયામાંથી
(Padma Desai થી અહીં વાળેલું)
પદ્મા દેસાઈ
જન્મની વિગત (1931-10-12) October 12, 1931 (ઉંમર 92)
સુરત, ગુજરાત, ભારત
વ્યવસાયગ્લેડીઝ અને રોલેન્ડ હેરિમેન પ્રોફેસર - તુલનાત્મક આર્થિક પ્રણાલીઓ
જીવનસાથીજગદીશ ભગવતી

પદ્મા દેસાઈ (જન્મ ૧૨ ઓક્ટોબર, ૧૯૩૧) એ ભારતમાં જન્મેલા, અમેરિકન નાગરિકત્વ ધરાવતા, વિકાસ અર્થશાસ્ત્રી અને રશિયા-વિશેષજ્ઞ છે. તેઓ તુલનાત્મક આર્થિક પ્રણાલીઓના ગ્લેડીઝ અને રોલેન્ડ હેરિમેન પ્રોફેસર છે અને કોલંબિયા વિશ્વવિદ્યાલયમાં સેન્ટર ફોર ટ્રાન્ઝિશન ઇકોનોમીના નિર્દેશક રહી ચૂક્યા છે.[૧]

તેમને ૨૦૦૯ માં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એનાયત કરાયો હતો.[૨]

પ્રારંભિક જીવન અને શિક્ષણ[ફેરફાર કરો]

તેમનો જન્મ અને ઉછેર ગુજરાતના સુરતમાં પરંપરાગત ગુજરાતી અનાવિલ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો.

તેણીએ ઈ.સ. ૧૯૫૧ માં મુંબઈ વિશ્વવિદ્યાલયમાંથી બી. એ. (અર્થશાસ્ત્ર)નો અભ્યાસ કર્યો, ત્યારબાદ ૧૯૫૩ માં તે જ વિશ્વવિદ્યાલયમાંથી એમ. એ. (અર્થશાસ્ત્ર) પણ કર્યું. ત્યારબાદ તેમણે ૧૯૬૦ માં હાર્વર્ડથી પીએચ.ડી. ની પદવી મેળવી.[૩]

કારકિર્દી[ફેરફાર કરો]

દેસાઈએ પોતાની કારકિર્દીની શરૂઆત હાર્વર્ડ વિશ્વવિદ્યાલયના (૧૯૫૭-૧૯૫૯) અર્થશાસ્ત્ર વિભાગમાં કરી હતી, ત્યારબાદ તેમણે ૧૯૫૯ થી ૧૯૬૮સુધી દિલ્હી યુનિવર્સિટીમાં દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અસોસિએટ પ્રોફેસર તરીકે કાર્ય કર્યું.[૩]

નવેમ્બર ૧૯૯૨ માં, તેમણે કોલંબિયા વિશ્વવિદ્યલયમાં તુલનાત્મક આર્થિક પ્રણાલીના ગ્લેડીઝ એન્ડ રોલેન્ડ હેરિમેન પ્રોફેસર તરીકે જોડાયા અને તે જ વિશ્વ વિદ્યાલયમાં જ સેન્ટર ફોર ટ્રાન્ઝિશન ઇકોનોમીના નિર્દેશક બન્યા. [૩]

ત્યાબાદ તેઓ ૧૯૯૫ ના ઉનાળામાં રશિયન નાણા મંત્રાલયની યુ.એસ. ટ્રેઝરીની સલાહકાર રહ્યા. ઈ.સ. ૨૦૦૧ માં તેઓ એસોસિયેશન ફોર કોમ્પેરિટિવ ઇકોનોમિક સ્ટડીઝના પ્રમુખ હતા.

તેણીએ તેમની આત્મકથા ૨૦૧૨ માં પ્રકાશિત કર્યું, જેનું નામ બ્રેકિંગ આઉટ: એન ઈન્ડિયન વુમન્સ જર્ની હતું.[૪]

અંગત જીવન[ફેરફાર કરો]

તેમણે જગદીશ ભગવતી સાથે લગ્ન કર્યા છે, જે ભારતીય-અમેરિકન અર્થશાસ્ત્રી અને કોલંબિયા વિશ્વવિદ્યાલમાં અર્થશાસ્ત્ર અને કાયદાના પ્રોફેસર છે. આ દંપતીને એક પુત્રી છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Padma Desai". Department of Economics, Columbia University.
  2. "Padma Awards Directory (1954-2009)" (PDF). Ministry of Home Affairs (India). મૂળ (PDF) માંથી 2013-05-10 પર સંગ્રહિત.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ "Curriculum Vitae of Padma Desai" (PDF). Columbia University. મૂળ (PDF) માંથી 2012-01-25 પર સંગ્રહિત.
  4. "Random truths in common things". Business Line. May 4, 2012.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

  • પદ્મા દેસાઈ, કોલંબિયા યુનિવર્સિટી - મુખપૃષ્ઠ
  • "The Examined Life". Tehelka Magazine, Vol 9, Issue 25. 23 June 2012. મૂળ માંથી 29 ઑક્ટોબર 2012 પર સંગ્રહિત. મેળવેલ 11 સપ્ટેમ્બર 2021. Check date values in: |archive-date= (મદદ)