ઉધઈ
ઉધઈ | |
---|---|
Formosan subterranean termite soldiers (red colored heads) and workers (pale colored heads). | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Arthropoda |
Class: | Insecta |
Subclass: | Pterygota |
Infraclass: | Neoptera |
Superorder: | Dictyoptera |
Order: | Blattodea |
Suborder: | Isoptera |
(unranked): | Termitoidae |
Families | |
Mastotermitidae |
ઉધઈ એક નાનકડું જંતુ છે. તેને અંગ્રેજી ભાષામાં વ્હાઈટ એન્ટ (White ant) અથવા ટર્માઈટ (Termite) તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉધઈ કીડીની માફક ઝૂંડમાં ફરતી જોવા મળે છે. ઉધઈનો ખોરાક લાકડું, લાકડામાંથી બનેલી વસ્તુઓ અને ઝાડ-પાંદડાં હોય છે. તે મોટેભાગે જગતભરના બધા જ ભાગોમાં જોવા મળે છે. તે લાકડાને એવી રીતે ખાય છે કે પછી લાકડું આખું સડી જાય છે અને કોઈ પણ કામનું નથી રહેતું.
ઉધઈની મુખ્ય બે જાતો જોવા મળે છે. એક મજૂર વર્ગ (વર્કર) અને બીજી રાણી વર્ગ (સ્વાર્મર). વર્કરની જાત ઘી જેવા રંગની ૩ થી ૪ મી. મી. લાંબી અને સ્વાર્મરની જાત ઘેરા તપખીરીયા રંગની અથવા કાળા રંગની હોય છે. વર્કર ઉધઈ આખું વર્ષ જોવા મળતી હોય છે, જ્યારે સ્વાર્મર ઉધઈ માર્ચ અને એપ્રિલ મહિનાઓમાં જ જોવા મળે છે.
ઉધઈ આપણા ઘર ઉપરાંત જંગલ અને જમીનની અંદર રાફડો બનાવીને રહેતી પણ જોવા મળે છે. લાંબા સમયથી બંધ પડેલાં મકાનોમાં ઉધઈ ઝડપથી ફેલાતી હોય છે.