ઋતુ-પ્રવાસ
આ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
કેટલાક પ્રાણીસૃષ્ટીના સભ્યો ઋતુ પ્રમાણે લાંબા કે ટૂંકા અંતરનો પ્રવાસ ખેડતા હોય છે. આવા પ્રાણીઓને ઋતુ-પ્રવાસી કે યાયાવર કહે છે અને આ પ્રકારના પ્રવાસને ઋતુ-પ્રવાસ કહે છે. અલગ અલગ પ્રાણીઓમાં ઋતુ-પ્રવાસ કરવા પાછળનો હેતુ અલગ અલગ જોવા મળે છે. ઋતુ-પ્રવાસ કરવા પાછળના મોટા પરીબળ તરીકે નીચે મુજબના કારણો હોય છે.
- અતિશય ઠંડીથી બચવા માટે
- પ્રજનન કરવા સાનુકૂળ પરિસ્થિતી તરફ જવા માટે
- અસ્તિત્વ ટકાવી રાખવા ખોરાકની શોધ માટે
અતિશય ઠંડીથી બચવા માટે
[ફેરફાર કરો]વિશ્વના ઠંડાગાર પ્રદેશોમાં રહેતા પ્રાણીસૃષ્ટીના સભ્યો અતિ શિતળ વાતાવરણથી બચવા માટે પ્રમાણમાં હુંફાળા વિસ્તારો તરફ પ્રવાસ કરે છે. ગુજરાતમાં આ પ્રકારનાં યાયાવરનું ખુબ જાણીતું ઊદાહરણ છે વૈયા નામનાં મેના કુટુંબના પક્ષીઓ. આ પક્ષીઓ પોતાના મુળવતન ગણાતા રશીયા, સાઈબીરીયા, માઈનર અને યુરોપના દેશો તરફથી દક્ષીણ દિશાના દેશોમાં શિયાળો ગાળવા આવે છે.
પ્રજનન કરવા સાનુકૂળ પરિસ્થિતી તરફ જવા માટે
[ફેરફાર કરો]પ્રાણીસૃષ્ટીના કેટલાક સભ્યોને પોતે જ્યાં રહેતા હોય તે વિસ્તારોમાં એક કરતા વધુ કારણોને લીધે પ્રજનન માટે અનુકુળ વાતાવરણ મળતું નથી. ગુજરાતમાં આ પ્રકારના ઋતુ-પ્રવાસનું ઊદાહરણ લીલો દરીયાઇ કાચબો અને ઓલીવ રીડલી દરિયાઇ કાચબો છે. પક્ષીઓમાં આ પ્રકારનું ઊદાહરણ છે ચાતક નામનું પક્ષી જે આફ્રીકા ખંડનાં પુર્વ કિનારેથી લલેડા કુટુંબનાં પક્ષીઓનાં માળામાં ઈંડા મુકવા માટે ભારતની મુલાકાતે ચોમાસા દરમ્યાન આવે છે.
અસ્તિત્વ ટકાવી રાખવા ખોરાકની શોધ માટે
[ફેરફાર કરો]ભારતમાં આ પ્રકારનાં ઋતુ-પ્રવાસનું ઊદાહરણ જોવા મળતું નથી પરંતું મધ્ય આફ્રિકાનાં ઘાસિયા મેદાનોમાં થતો બિલ્ડબિસ્ટ અને ઝેબ્રા નામનાં પ્રાણીઓનો ઋતુ-પ્રવાસ આ પ્રકારનાં પ્રવાસનું ઊત્તમ ઊદાહરણ છે.